Book Title: Kutrim Diksha Pravrutti Kem Atkavi Shakay
Author(s): Balchandracharya
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 21
________________ યતિ વર્ગની સત્તાને ઇતિહાસ. ૨૧ બીજા કેઈ પણ જૈનધર્મના ગુરૂનું સામૈયું થતું નથી. વાજા બેન્ડ વગાડી શકાતા નથી. રાજ્ય તરફથી યતિઓએ એ પ્રબંધ કરાવી મુક્યો છે. આત્મારામજી મહારાજ જેવા ભાગ્યશાળી મહાપુરૂષને પણ વગર વાજે શ્રાવકે વધાવી લઈ આવ્યા પણ આડંબર કરી શક્યા નહી. બીકાનેરમાં મંદીરેને વહીવટ યતિ શ્રાવકો મળીને કરે છે. યતિઓ પાસે કેટલાક પ્રકારને મંદીરેને વહીવટ હજુ પણ છે. કોઈ પણ ગચ્છને યતિ ભાગી જતા તો રાજ્ય તરફથી પકડી બોલાવી શિક્ષા કરવામાં આવતી. આનું નામ સત્તા. આજ પણ વહીવટની સનંદ ઉપરથી શ્રીપૂજ્યની સત્તા સાબીત થઈ રહી છે. અને વર્તમાનમાં શ્રી પૂજ્યમાં ઐક્ય અને બુદ્ધિબલની ઓછાસને લીધે તેઓ સત્તા ચલાવવાને સમર્થ નથી રહ્યા. નહીતે આજે પણ સમાજ પર કેટલાક અંશેમાં સત્તા ચલાવી શકે એવાં સાધનો હયાત છે. મુંબઈના ગેડીજીનાં દેરાસર, ઉપાશ્રય અને આખો સ્ટાફ દેવસૂર તપગચ્છને છેજ અને મનાય છે. તેમાં દેવસૂર ગ૭ના શ્રી પૂજ્યોના મોકલેલા આદેશી યતિ પાયખાના પાસેની એક નાનકડી ઓરડીમાં રહે અને સંવેગીએને શ્રાવકે મેટા હેલ વાપરવા આપે, હજારના ખર્ચ કરે અને ચોમાસાં કરાવે. એ કેમ બને? જે દેવસૂરગછના શ્રીપૂજ્યમાં બુદ્ધિબળ અને ડહાપણ હોત તે ગોડીજીના દેરાસરના ઉપાશ્રયમાં સંવેગીઓ તેમની રજા વગર જે રીતે આવે છે તે રીતે આવી ન શકે, કારણ કે ટ્રસ્ટીઓ જુની પરંપરાનુસાર વ્યવસ્થા કરવા નીમેલા છે પણ મનમાની સત્તા માટે નથી. પણ તે શ્રીપૂજ્યોને પોતાની સત્તા માટે ભાન જ્યાં ન હોય ત્યાં એમ બને છે. અને આદેશીઓ પણ એવા જ આવે છે કે તેમાં પાણું હેતું નથી. મુંબઈના ચિંતામણુજીના દેરાસરમાં કેમ સંવેગીઓ રહેતા નથી ? ગુજરાત, કાઠીઆવાડ સીવાય બીજા પ્રાંતમાં ઉપાશ્રયો યતિવર્ગ માટે જ છે. ત્યાં ઉપાશ્રયમાં સંવેગી વર્ગને ઘુસવા દેતા નથી, સવેગીઓના ભકતોએ સંવેગીઓ માટે પોષહશાળા, ધર્મશાળાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32