Book Title: Kutrim Diksha Pravrutti Kem Atkavi Shakay
Author(s): Balchandracharya
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 20
________________ ૨૦ યતિ વર્ગની સત્તાને ઈતિહાસ. લઈ આપસમાં લડાવવા. એ સિવાય બીજી કોઈ પણ પ્રકારની સત્તા નામ માત્રની પણ તેમની પાસે જોવામાં આવતી નથી. છતાં પિતાની સર્વોપરિ સત્તા કહેનારા કાલ્પનિક સત્તાના ભક્ત હોય તે કહી શકાય નહી. યતિ વર્ગની સત્તાને ઈતિહાસ સત્તાને પ્રશ્ન બલ, બુદ્ધિ અને વ્યવહારજ્ઞતા પર અવલંબિત રહેલો છે. જેની પાસે એ ત્રિપુટિનાં સાધને હોય તેની પાસે સત્તા ટકી રહેલી હોય છે. જૈન સમાજ પર સત્તા હતી પતિ શ્રીપૂજ્યોની. બાદશાહો પાસેથી તીર્થોના–ધર્મસ્થાનના પટ્ટા પરવાના હીરવિજય સૂરિ આદિ શ્રીપૂજ્યોએ પિતાના નામના કરાવ્યા હતા. એટલે તે વખતે સરકારી કાગળપત્રો શ્રીપૂજ્યોના નામે ચઢેલાં હતાં. કઈ કમીટી કે સંઘના નામ પર નહતાં. છતાં જે ગામોમાં સંપત્તિ રહેતી તે ઠેકાણને વહીવટ શ્રીપૂજ્યજીના મોકલેલા આદેશી યતિ કરતા અને દેખરેખ સ્થાનિક શ્રાવકર્સધ સખતે. ઉપાશ્રયોનાં, ગરાસેનાં રજીસ્ટરી કાગળો શ્રીપૂજ્યની સત્તામાં રહેતાં. જે ગ૭ને શ્રાવક મંદિર વિગેરે કાંઈ કરાવતા તો પ્રતિષ્ઠા પિતાના ગચ્છના શ્રીપૂજ્ય પાસેથી જ કરાવી શકતો. અને તે મંદિર સંઘને સુપ્રત કરાતું ત્યારે તે પર માલિકી શ્રીપૂજ્યની થઈ જતી. શ્રીપૂજ્ય કેઈ અગ્ય શ્રાવક કે શ્રાવક સમુદાયને ગરછ બહાર મુકી દેતા તે તેને મેળવી દેવાની બીજા કોઈની સત્તા ચાલતી નહી. ખાનદેશ પ્રાંતમાં ધુલીયા જીલ્લામાં નેર ગામ છે ત્યાંના આખા શ્રાવક સંધને બસ એક વર્ષ પહેલાં તપગ છના શ્રીપૂજ્યજીએ ગચ્છ બહાર મુક્યા હતા. તે દિવસથી બીજા કોઈ પણ ગામવાળાઓ તેઓના સાથે કે પ્રકારને પણ સંબંધ રાખી શક્યા નહી. ભોજન વ્યવહાર અને કન્યા વ્યવહાર બંધ થઈ જવાથી બીચારા ૨૦૦-૨૫૦ ઘરે રખડી પડ્યાં અને ઘણાંખરાં નિવેશ ગયાં. સાંભળવા પ્રમાણે ૨૦-૨૫ વર્ષ પહેલાં મેળવી લેવામાં આવ્યા છે. આનું નામ સત્તા. બીકાનેર (રાજપુતાનામાં) શ્રીપૂજ્ય કે યતિ સિવાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32