________________
યુવકે પર સાધુ સંસ્થાને આક્ષેપ. સાધુઓએ અને વિશેષતઃ જૈન સાધુ યતિઓએ પિતાના ભલા માટે આ તરફ વળવું જોઈએ.
યુવકે પર સાધુ સંસ્થાને આક્ષેપ. યુવકે સાધુ સંસ્થાને તોડી પાડવાનો પ્રયત્ન કરે છે એવો તેના પર આક્ષેપ છે; કારણ એ છે કે પંચમ કાળમાં રાજા મહારાજાઓ દીક્ષા લેતા નથી. ઘણા અંશે શ્રીમંતે પણ લેતા નથી. બુદ્દાઓ ચાર પાંચ સ્ત્રીઓ પરણ્યા પછી પણ દીક્ષા લેતા નથી અને એમ કહી છૂટવા ચાહે છે કે વૃદ્ધપણને લીધે અમારાથી કશી ક્રિયા થતી નથી માટે ઘેર બેસીને કાંઈપણ બને તેટલું ધર્મ કરતાં રહેવું સારું. અને યુવકોને યુવાવસ્થાને લીધે મોજશેખ કરવાની પ્રવૃત્તિ કુદરત બક્ષે છે. અને નાનાં બાળકે અજ્ઞાની છે માટે તેમને દીક્ષા દઈ શકાય નહી. વિધવા સ્ત્રીઓ તથા દુઃખી પુરૂષો દુઃખથી હારીને દીક્ષા લે છે તેથી તેઓમાં સાચે જ્ઞાન વૈરાગ્ય રહેતો નથી. એમ ત્રણે અવસ્થા માટે દીક્ષાને અટકાવ થયો તે પછી સાધુયતિએની પરંપરા કેમ ચાલે? મારા મતે એક દષ્ટિથી આ આક્ષેપ સાચે છે. એને યુવકોએ મધ્યસ્થ ભાવ રાખી વિચાર કરવો જોઈએ છે. અને વૃધવય વાળાઓ માટે એક કાયદો ઘડવે જોઈએ કે “અમુક વયના વૃદ્ધને સંસારમાં નહી રહેવું, વિશ્વને કુટુંબ માનીને સાધુ સંસ્થાને ચલાવવી.” ગૃહસ્થના કામમાં અનુભવી વૃધે જે એમ કરે તે સાધુસંસ્થામાં પણ સુધારે થાય અને રીટાયર લાઈફમાં પરલોક સાધન પણ સારી પેઠે થાય. પરંતુ આ ઠરાવ શ્રાવક સંસ્થા કરી શકે એમ મને તે લાગતું નથી. અને અસંસ્કારિત યુવકને મુંડવામાં મેટે ભય રહેલો છે. માટે વૃધ્ધ કરતાં બીજા નંબરે બાલદીક્ષા સમાજઘાતક હોય તેમ મને લાગતું નથી. કારણ નાનપણથી ગૃહસ્થના સંસર્ગથી જુદા રાખી ભણાવવાથી તેઓના હૃદયમાં ધર્મની ઉંડી છાપ પડે છે અને એવા દઢ સંસ્કાર અંતરમાં ઉતરી જાય છે કે યુવાવસ્થામાં પ્રાયઃ સાધુતાથી ભ્રષ્ટ થતા નથી, અને કદાચ પડે તે પણ તરત પાછા પિતાના પદ પર પહોંચી જાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com