Page #1
--------------------------------------------------------------------------
________________
GeJ[Idle [J Tolkä øÞ
*lclobllo to?llel313
ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
1177
5.22068
મે
દુખ દિ!) પ્રવૃત્તિ કેમ કાપી शाय
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
वनेऽपि दोषाः प्रभवन्ति रागिणां, गृहेऽपि पंचेंद्रियनिग्रहस्तपः । अकुत्सिते कर्मणि यः प्रवर्तते, निवृत्तरागस्य गृहं तपोवनम् ॥
–રાગીઓને વનમાં પણ દે લાગે છે, જ્યારે ઘેર બેઠાં પાંચે ઇદ્રિયને નિગ્રહ કરીને તપ કરી શકાય છે. જે રાગથી નિવૃત્ત થયેલ શુદ્ધ કર્મમાં પ્રવર્તે છે તેને ગ્રહ તપોવન છે.
प्रथमे वयसि य: शान्तः स शान्त इति मे मतिः। धातुषु क्षीयमाणेषु शमः कस्य न जायते ॥
–પ્રથમ વયમાં (યૌવનમાં) જે શાંત હોય છે તે ખરે શાન એમ મારી મતિ કહે છે. કારણકે પછી ધાતુ ક્ષીણ થઈ હોય ત્યારે શમ કેને નથી થતો?
स पंडितो यः करणैरखंडितः स तापसो यो निजपापतापकः । स दीक्षितो यः सकलं समीक्षते स धार्मिको यः परमर्म न स्पृशेत॥
–જે ઇથિી અખંડિત હોય તે ખરે પંડિત, જે પિતાનાં પાને તપાવે તે ખરે તપસ્વી, જે સકલની સમીક્ષા કરે તે ખરે દીક્ષિત, અને જે બીજાનાં મનને સ્પર્શ ન કરે તે ખરે ધાર્મિક
કેસ મ લોચઉ અપ્પણ, કેસહિં કિઓ ક દેસુ? તં મણ લુંચઉ અપ્પણું, જે જગ ભમઈ સરસું. *
–પોતાનાં કેશને લાચ ન કરે, કારણકે કેશે શું દેષ કર્યો છે? લોચ તે તે મનને કરે કે જે જગતમાં રોષવાળું થઈ ભમ્યાં કરે છે.
-સૂક્તમુક્તાવલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
(૨૧)
( 6) પ્રસ્તાવના
૧ કૃત્રિમદીક્ષાને કલહ જ્યારથી જાગે છે ત્યારથી આજ લગી જે જે ઘટનાઓ બની છે, સામેસામા જે જે આક્ષેપો થયા છે, તે સર્વને વિચાર કરીને મધ્યસ્થ ભાવ રાખી આ નિબંધ લખવામાં આવેલ છે; માટે પાઠકએ સંપૂર્ણ વાંચી પછીજ પિતાને નિર્ણય આપ ઘટે છે. આ નિબંધમાં જે જે વિષયો ચર્ચવામાં આવ્યા છે તે વર્તમાન યુગને વિચાર કરીને અને સાથે સાથે શાસ્ત્ર અને ઈતિહાસનો આશ્રય લઇને જ ચર્ચા છે. ઉછાંછલાપણું કે મતાગ્રહ કે અપશબ્દોને આશ્રય લેવામાં આવ્યો નથી. પણ દીક્ષા માટે ખરે વિચારવિનિમય કરવામાં આવે છે. આટલા માટે સ્વાતંત્ર્યપ્રિય પાઠકએ આ નિબંધને વાંચી જ જોઈએ.
૨ બાલદીક્ષા માટે જે વિચારે જણાવવામાં આવ્યા છે તે ભાગવતી દીક્ષા માટે જણાવેલા છે. આ નિબંધમાં ભાગવતી દીક્ષાને અર્થ પણ સ્પષ્ટ રીતે જણાવેલો છે. તેને લક્ષમાં રાખીને જ વિચાર કર ઘટે છે. દીક્ષાના પાંચ ભેદે દર્શાવ્યા છે તેમાં પહેલી ભગવતી દીક્ષા છે કે જેને હિન્દુઓ “ઉપનયન કહે છે માટે સાધુષ પહેરાવવાથીજ ખરે દીક્ષિત બની જાય છે એમ કોઈએ સમજવું નહી. ખરો દીક્ષિત તે સંસ્કારથી બને છે આ વાત લક્ષમાં રાખીને બાલદીક્ષા માટે લખવામાં આવેલું છે. ઓગસદીક્ષાને હું પક્ષપાતી નથી.
૩ બોગસ બાલદીક્ષા અટકાવવા માટે ગાયકવાડ સ્ટેટના કૌન્સીલર શા. લલ્લુભાઈ કિશદાસ. તરફથી વડોદરા રાજ્યની ધારાસભામાં આગામી બેઠકમાં દીક્ષા નિયમના અંગે એક ઠરાવ આવનાર છે અને તે ઠરાવને જન યુવકને ટકે છે. એ સ્તુતિપાત્ર છે. પણ
જ્યાં સુધી ભારત સરકારની એસેન્લી તરફથી આ ઠરાવ પાસ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રરતાવના,
અમલમાં ન મુકાય ત્યાં સુધી બેગસ બાલદીક્ષા સંપૂર્ણ રીતે અટકાવવી અશક્ય છે. કારણ બગસદીક્ષા આપનાર છાત્રછાત્રીઓને ગાયકવાડ સ્ટેટની સરહદ બહાર પહોંચાડીને પણ દીક્ષા આપશેજ ત્યાં ગાયકવાડ સ્ટેટ શું કરી શકશે ? માટે એસેંબ્લીને ટકે હવે જોઈએ અને તેને અનુસરી દેશી રાજ્યો તેમ કરે તે વધારે લાભદાયક નિવડે. છતાં હર્ષને વિષય એટલેજ છે કે-ગાયકવાડ સ્ટેટ આ ઠરાવ પાસ કરી અમલમાં મુકે તે ડાઘણે અંશે બેગસ બાલદીક્ષાને ફટકો જરૂર લાગે તેમ છે. અને તેનું અનુકરણ બીજા દેશી રાજ્યમાં થવાને સંભવ રહેલો છે. માટે આ ઠરાવ સ્તુતિને પાત્ર છે.
૪ મારે આ નિબંધ પ્રેસમાં મોકલાવ્યા પછી જામનગરના સંઘને અને ટંકારા સંઘને ઠરાવ બહાર પડેલો જોઈ મને એમ જાણવામાં આવ્યું કે મારા આ નિબંધમાં લખેલા વિચારોની ભાવના કુદરત અન્યત્ર સ્થલે પણ પ્રસાર કરી રહી છે ખરી અને સાધુ સંસ્થાથી અસહકાર કરવાના વિચારે સર્વત્ર ઉદ્દભવવા લાગ્યા છે ખરા. એ શુભ ચિન્હજ ગણી શકાય.
૫ કૃત્રિમદીક્ષા અટકાવવા માટે સહુથી પહેલાં પાટણના સંઘે ઠરાવ કરેલો ખરે પણ સંદિગ્ધ શબ્દોમાં અને અપૂર્ણ હોવાથી તથા સાધુઓ માટે સંમ્માનની લાગણી ભરેલો હોવાથી અસહકારનું અંગ તેમાં દેખાતું નથી છતાં પણ તેણે સહુથી પહેલાં આ કાર્યને હાથ ધર્યું અને ત્યાંના નગરશેઠ અને ન્યાતના શેઠેએ તેમજ મુંબઈમાં વસતા પાટણના વતની શ્રીમાન બાબુ દૌલતચંદજી અમીચંદજી ઝવેરી આદિ ઘણાખરા ગૃહસ્થાએ આ ચલવલમાં ભાગ લઈ ધૈર્યતા અને હિમ્મતપૂર્વક ઠરાવ કરેલો છે તે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. પાટણમાં અલ્પ સંખ્યકવર્ગ આ ઠરાવના વિરૂદ્ધમાં છે પણ ઠરાવને તોડી શકે તેવી હિમ્મત તેનામાં દેખાતી નથી. અને તેથી પણ સ્વલ્પ ગણ્યાગાંઠ માધ્યસ્થભાવ રાખવાને દાવો કરે છે તેવાઓ માટે આ
આક્ષેપ લાગુ પડે છે કે જો તેઓ ખરા સ્વતંત્ર (ઈન્ડીપે ટે) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
વિચારના છે તે શું કરવા સ્વતંત્ર રહેવા ચાહે છે? એને ખુલાસે બહાર પાડવો ઘટે છે અને જેઓ ખુલાસે જાહેરમાં મુકતા નથી અને એમ છાનામાના કહે છે કે “અમારે માધ્યસ્થ ભાવ છે તેઓ બન્ને પક્ષને રાજી રાખવાની કાયરતા દર્શાવી રહ્યા છે, એમ કહેવામાં કાંઈ પણ હરકત નથી. અર્થાત તે ખરા સ્વતંત્ર વિચારવાળા નથી પણ પિતાનું ભલું મનાય તેમ “રામાય સ્વસ્તિ રાવણય સ્વસ્તિ’ દર્શાવવા માટે છે પણ “મનકી તે રામ જાને.” અસ્તુ. - ૬ “સાધુ વિ. સાધુસંસ્થા ના મથાળા હેઠળના અગ્ર લેખે જનપત્ર પુસ્તક ૨૭ ના ૪૭–૪૮ માના અંકમાં પ્રકટ થયા છે. તે લેખ તંત્રીજીએ ઘણુંજ સારા અને ઉપયોગી લખ્યા છે. અને મારા આ નિબંધમાં સાધુસંસ્થા સાથે અસહકાર કરવાના જે નિયમો દર્શાવ્યા છે તેને તંત્રીજીના બને અગ્રલેખે ખરેખર પુષ્ટિ આપનાર છે. તે લેખમાં મે. ગી. કાપડીયા માટે જે ઊહાપોહ કરે છે તે અયથાર્થ તે નથી જ, કારણ કે તંત્રીજી કહે છે કે-“સચ્ચરિત્ર સાધુ અને સામાન્ય સાધુસંસ્થા એ બને પૃથફ વસ્તુઓ છે. સચ્ચરિત્ર સાધુ પુરૂષો અને સાધુઓની આખી સંસ્થાને ભેળવી દેવામાંથી જ આજની ઘણુંખરી મુંઝવણ જન્મી છે.” “ભાઈશ્રી મોતીચંદ કાપડીયા જેવા વિચારકો પણ એ જુના સંસ્કારમાંથી છટકી શકયા નથી” “ગમે તે પ્રકારે પણ એ (સાધુ) સંસ્થા વીસમી સદીએ નભાવી લેવી જોઈએ.” એમ જે કાપડિયાજી માને છે તેનું કારણ એ છે કે સાધુ વગને સહવાસ અધિક રાખવાથી નવા વિચારના અને સજજન પ્રકૃતિના હોવા છતાં પણ તેને નભાવિ લેવા માંગે છે. પણ તંત્રીછના લેખમાં સચ્ચરિત્ર સાધુ પુરૂષ અને આખી સાધુ સંસ્થા માટે જે પૃથક્કરણ દર્શાવેલું છે તે વાંચી શ્રીયુત મોતીચંદભાઈ એ દૃષ્ટિ રાગમાંથી છટકી જાશે એમ હું માનું છું અને શ્રાવક છે કે સાધુ હે યતિ છે કે જનેતર હે ગુણઃ પૂજા સ્થાન”ને સ્વીકારી ચાલશે તે વધારે સારું છે. કારણ મોતીચંદભાઈને સાધુઓ માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
વિશેષતઃ મતાગ્રહ છે તે એક વખત અમારી જાણમાં પણ આવેલું છે. મુંબઈના યતિ સંમેલનના ટાઈમમાં એક વખતે અમે બન્ને જણાએ વાત કરતા હતા તે વખતે પ્રસંગવશ સ્વાભાવિક રીતે મેતીચંદભાઈ એમ બોલ્યા હતા કે “હું સંવેગી સાધુઓને રાગી છું, યતિઓને માનતે નથી છતાં પણ તમારા કામમાં મારી સહાનુભૂતિ છે. મારાથી બનતું હું કરીશ” તેવીજ રીતે ઠેઠ સુધી યતિ સંમેલનમાં ભાગ લીધો હતો. તે માટે તેઓને ધન્યવાદ પણ ઘટે છે. મને તેઓના કથન માટે કાંઈ પણ રેષ આવ્યો નથી. પોતાના દેષ તપાસનારને ખેડુ લગાડવાનું કાંઈ પણ કારણ નથી. યતિવર્ગ પતન માર્ગે ચાલે છે, હજી પણ સાવધાન થતું નથી આ માન્યતા હજી મારી છે. ત્યારે યોગ્ય કહેનારનું છેટું કેમ મનાય ? પણ એટલું તે મારી જાણમાં તે વખતે પણ આવી ગયું હતું કે-સાધુઓ ભલે સારા હોય કે ન હોય પણ નભાવી લેવા જોઈએ (કારણ ભક્તિ પંથને માર્ગજ તે છે) પણ તિઓમાં કઈ સારે નિવડી આવે તે પણ હું માનતો નથી એ વનિના એ શબ્દો વ્યક્તિગત સચ્ચારિત્રની ઉપેક્ષા કરનાર અને આખી સાધુસંસ્થા માટે રાગભાવ દર્શાવનાર હોવાથી મારે પણ એટલું તે કહેવું જ પડશે કે મોતીભાઈ ગુણા પૂજાસ્થાન' ના પૂજારી નથી પણ આખી સાધુ સંસ્થાના પૂજારી છે તેથી જ જુના વિચારમાંથી છટકી શક્યા નથી. છતાં મને આશા છે કે-તે સુજ્ઞ હોવાથી હવે તેવા વિચારોથી આગળ વધ્યા હશે તથા વધશે. કારણ નભાવી લેવાથીજ યતિવર્ગનું પતન થયું છે. અને નભાવી લેવાથી સાધુ સંસ્થાને હાસ થયા વગર રહેવાને નથી. નભાવિ લેવું એ અન્યાયને સહાય કરવા જેવું છે– નભાવી લેવું એ કાયરતા છે. આને મોતીચંદભાઈ જરૂર વિચાર કરશે.
* ૭ આ નિબંધમાં યતિશ્રીપની સત્તાને જે ખ્યાલ આપવામાં આવેલ છે તેઓની સત્તા યુક્ત હતી કે અયુક્ત ? એ બતાવવા માટે તે ખ્યાલ આપવામાં આવેલું હતું એમ કેઈએ સમજવું નહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
કારણ કે યુક્તાયુક્તને પ્રશ્ન જ જુદો છે. પણ સત્તા કેણુ ચલાવી શકે છે? તેના દષ્ટાંત રૂપે યતિશ્રી પૂજ્યોની સત્તાના ઈતિહાસનો નમુને આપવામાં આવે છે આ વાત પાઠકેએ લક્ષમાં લેવી ઘટે છે.
૮ મારા નિબંધમાં કોઈને મતભિન્નતા રહેલી દેખાય તે એમાં આશ્ચર્ય જેવું કાંઈ પણ નથી પરંતુ સમાજહિતને આદર્શ સામે રાખીને જ આ નિબંધ લખવામાં આવેલો છે. મારે કોઈ વાતને આગ્રહ નથી. સાધુસંસ્થાથી અસહકાર કરવા માટે તથા યુવકે માટે મેં જે વિચારે આ નિબંધમાં દર્શાવ્યા છે તેવા વિચારે બીજા કેટલાક સુલેખક તરફથી પ્રગટ થવા લાગ્યા છે અને કેટલાક ગામના સંઘોના ઠરાવો પણ થયા છે એ જોઈ મને ખાત્રી થાય છે કે વર્તન માન યુગને અનુસરીને જ આ નિબંધ છે. પરંતુ દીક્ષાને વિષય વર્તમાનના કદાગ્રહમાં સપડાએલો હોવાથી, મતભિન્નતાને લીધે કોઈ બેટું ખરું પણ મારા માટે કહેશે પણ તે માટે મારા હૃદયમાં સદા 'ઉપેક્ષા છે. સર્વે સુખી થાઓ એ ભાવના છે. અસ્તુ.
બાલચંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
अहम्
કૃત્રિમ દીક્ષા-પ્રવૃત્તિ કેમ અટકાવી શકાય?
લેખક શ્રી બાલચંદ્રાચાર્યજી. ઠે. શ્રી લંકા ગચ્છ જૈન ઉપાશ્રય-કેટ, મુંબઈ
આમુખ,
જૈન દીક્ષાના સંબંધમાં પરસ્પર ઘણુંજ ઝેર ફેલાઈ રહ્યું છે. શ્રાવક વર્ગમાં દીક્ષા માટે બે પક્ષ-વર્ગ પડયા છે. જુના વિચારના શ્રાવકે એમ માને છે કે મુનિવર્ગ ગમે તેને ગમે ત્યારે દીક્ષા આપી શકે છે. શ્રાવકેએ તેઓને તેમાં સહાયક થવું જ જોઈએ-પ્રતિબંધ કરવાને શ્રાવકોને અધિકાર નથી. ત્યારે બીજો પક્ષ કે જે નવા વિચારે ધરાવનાર છે તે એમ કહે છે કે શ્રાવકેની સમ્મતિ મેળવી જેને દીક્ષા માટે યોગ્ય સમજી શકાય તેને જ સાધુ વર્ગ દીક્ષા આપી શકે. ત્યારેજ નકલી દીક્ષા રોકી શકાશે. એ મતના સૂત્રધાર શ્રીયુત મહાસુખભાઈ ચુનીલાલ છે. અને જુના પક્ષના સૂત્રધાર મુનિશ્રી રામવિજયજી અને આનંદસાગરજી છે. સંવેગી મુનિવર્ગ પ્રાયઃ
આ જુના વિચાર વાળાઓના પક્ષમાં છે. કેટલાક મૌન સેવી રહ્યા છે ખરા, પણ જે વાતને નિષેધ ન કરે તેને પણ તે પક્ષમાં સમજ એ ન્યાય મૌન સેવનારાઓને પણ લાગુ પડે. મુનિ વર્ગમાં જે પક્ષભેદ છે તે દીક્ષા માટે નથી પણ અહંમન્યતાને લીધે છે. છતાં ગણ્યા ગાંઠયા અપવાદ રૂપે મળી આવે તેથી સાધુ સંપ્રદાયમાં દીક્ષાના પ્રશ્ન માટે પડેલા બે પક્ષ કહી શકાય નહી. આ પ્રમાણે સામે સામા બે પક્ષે શાસ્ત્રોને શસ્ત્ર બનાવી લડી રહ્યા છે.
મારે આ લેખમાં કોઈને પક્ષ લઈ લખવાનું પ્રયોજન નથી. મારે કોઈને ખરા ખોટા ઠરાવવા નથી. મારે મારો સ્વતંત્ર મત જાહેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
કૃત્રિમ દીક્ષાને ઇતિહાસ. રમાં મુકવે છે. આ લેખમાં શ્રમણુપક્ષ–એ શબ્દ જ્યાં આવે ત્યાં જુના વિચાર ધરાવનાર પક્ષ સમજ અને નવો પક્ષ જ્યાં આવે ત્યાં સુધારક પક્ષ સમજો.
હરકેઈ મુદ્દાને વિચાર કરતી વખતે પહેલાં તે મુદાનું કારણ શધવું જોઈએ-તેના ઇતિહાસ તરફ લક્ષ દોડાવવું જોઈએ. તે પછી મુદ્દાઓ પર ચર્ચા કરવી ઘટે. માટે દીક્ષાને કલહ કેમ જાગે ? તે પહેલાં શું શું બનાવો બન્યા? એ વાતને વિચાર કરવો જોઈએ.
કૃત્રિમ દીક્ષાને ઇતિહાસ, દીક્ષા દેનારાઓએ અયોગ્ય વ્યકિતઓને દીક્ષા આપવાની પરં પરા ચાલુ કરી. તેથી આ બળ જાગી ઉઠે. કેટલાક દીક્ષા લેનારા દીક્ષા મુકી ભટકવા લાગ્યા, અપવાદ સેવવા લાગ્યા, અનાચારી બની દીક્ષાને વગેવવા લાગ્યા, કલહ કુસંપનાં બીજ વાવવા લાગ્યા, શ્રાવક સંઘમાં વિદેહ ફેલાવવા લાગ્યા, કેટલાક ગૃહસ્થવર્ગ કરતાં - પણુ ઉતરતી પાયરીએ પહોંચવા લાગ્યા. તેમજ દીક્ષા આપનારાઓ શિષ્યમેહમાં ફસાઈ સારા ગ્રહસ્થાના છોકરાઓને ભરમાવી દીક્ષા દેવા લાગ્યા. નવ પરિણિત વધુઓને મુકાવી દીક્ષા દેવા મંડયા. કેટલાક ગરીબ ગૃહસ્થને ધનની લાલચ આપી તેઓનાં સગાં વહાલાંએને પિતાના ભકત પાસેથી રૂપીઆ અપાવી દીક્ષા દેવા લાગ્યા. આ પ્રવૃત્તિ નવા વિચાર ધરાવનારાઓને ગમી નહિ. પણ કરે શું? શ્રાવકોમાં ધનવાને, અગ્રેસરો અને અજ્ઞાન વર્ગ જુની પરંપરારૂઢીમાં સપડાયેલો હોવાથી અને નવા પક્ષનું સંખ્યાબળ અલ્પ હોવાથી કૃત્રિમ દીક્ષાને ન વર્ગ અટકાવી શકશે નહીં. પણ ધીમે ધીમે સ્વરે અવાજ કાઢવા ચાલુ રાખી સંખ્યાબળ વધારવા લાગે. પઠિત વર્ગ આ પક્ષમાં જોડાવા લાગે. તેવામાં રામવિજયજી પર
અમદાવાદની કોર્ટમાં કેસ મંડાયો અને ગતવર્ષમાં મહાસુખભાઈ . પર મુંબઈની કોર્ટમાં કેસ મંડાય. તેથી નવા પક્ષને ઉત્તેજન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
દીક્ષા કેટલી ઉમર વાળાને આપી શકાય ?
૧૧
મળ્યું. લાકા વિચાર કરવા લાગ્યા અને બુદ્ધિવાળા, સ્વતંત્ર વિચાર કરનારા નવા પક્ષમાં ભળવા લાગ્યા. જેથી સખ્યાબળમાં લગભગ ખરાખરી કરે તેવા બળવાન પક્ષ તૈયાર થઇ ગયેા. તેવામાં આ વર્ષે રામવિજયજી મુંબઈ જેવા સુધરેલા ક્ષેત્રમાં વિજયી બનવા માટે આવી ચઢયા. અને સામે મેરચે વલ્લભવિજયજીનું આગમન થયું. એટલે આ વર્ષમાં પ્રગટ રીતે ખુલ્લા પક્ષાના સામસામા ઉભા રહી પરસ્પર વિધિ અને આક્રમણ કરવાના પ્રસંગ મળી આવ્યે!. છાપાઓમાં ગલીચ ભાષામાં લેખે આવવા લાગ્યા. ગુજરાતી ભાષાનું કાઇ ભાગ્યેજ એવું પત્ર હશે કે જેમાં દીક્ષા સંબંધી લેખ આવ્યેા ન હાય. દીક્ષા સંબંધી કલહના આ ઇતિહાસ છે. હવે એના મુદ્દાઓને વિચાર કરવા જોઇએ. અને જે જે મુદ્દા ઉપર સામ સામા આક્ષેપો થઈ રહ્યા છે તેના પણ વિચાર કરવા જોઇએ.
દીક્ષા કેટલી ઉમર વાળાને આપી શકાય ?
શ્રમણ પક્ષ (જુના પક્ષ) આઠ વર્ષના વય વાળાને દીક્ષા દેવાના પણ આગ્રહ રાખે છે, અને પેાતાતા બચાવ માટે શાસ્ત્રના પાઠો આગળ મુકે છે. ત્યારે નવા પક્ષ (યુવક પક્ષ) આઠ વર્ષની ખાદીક્ષાને વિરોધ કરે છે, અને અઢાર વર્ષની વય વાળાને દીક્ષા દેવી યેાગ્ય માને છે, કમુલ રાખે છે, અને પેાતાના બચાવમાં શાસ્ત્રોને અને દેશકાળના આશ્રય લે છે. પણ યુવક પક્ષને કોઈ એમ પુછે કે અઢાર વર્ષ વાળા નવપરિણિત વધુ વાળા હાય તા ? તથા પોતાના કુટુંબને તેજ પોષણ કરનાર હાય તો ? માટે વર્ષોંને આગ્રહ નકામા છે. અજ્ઞાન સજ્ઞાનને વિચાર કરીને પણ અઢાર વર્ષ હરાવવા ચાહેતાં હોય તે આજે ભારતમાં ૬૦ લાખ ખાવા છે તેમાં ધણા બાળદીક્ષીતા પણ છે. માટે આ પ્રશ્નને જનસમાજ પહોંચી શકે તેમ નથી. આખા હિંદુસમાજ અને કાઉન્સીલના સભાસદા આ પ્રશ્ન માટે ખેચાર વર્ષ` પ્રયત્ન કરશે ત્યારે શારદાખીલની માફક આ પ્રશ્નને અંત આવશે. માટે આજે નસમાજ અઢાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૨
અગ્ય દીક્ષા એટલે શું? વર્ષને પ્રશ્ન હાથ ધરે તેથી આ મુદ્દાઓને અંત આવે તેમ લાગતું નથી. અને બાલદીક્ષાને અંગે આ ઝગડે પણ નથી, આ ઝગડા અયોગ્ય અને નકલી (કૃત્રિમ) દીક્ષાને લીધે છે. હવે એ પ્રશ્ન ઉઠે
અયોગ્ય દીક્ષા એટલે શું? મારા મત પ્રમાણે દીક્ષા દેતી લેતી વખતે યોગ્ય અગ્યને નિર્ણય થઈ શકતો નથી. અને તે વખતે યોગ્ય અગ્યપણું જોવામાં આવે છે તે બહારની દૃષ્ટિથી જ. શાસ્ત્રકારોએ પણ દીક્ષા માટે ગ્ય અયોગ્ય નિર્ણય આપ્યો છે તે વ્યવહારૂ દષ્ટિ રાખીને જ આ છે. દીક્ષા લેતી દેતી વખતે કેટલાક યોગ્ય જણાય છે, તે કાલાંતરથી અયોગ્ય પણ નિવડે છે-દીક્ષા મુકીને ચાલ્યા પણ જાય છે–દીક્ષાના વેષમાં અનાચાર પણ સેવે છે. એવા દાખલા શાસ્ત્રમાં તથા વર્તન માનમાં પણ ઘણું મળી શકે તેમ છે. તેવી જ રીતે દીક્ષા માટે અગ્ય દેખાય, જડ કે મુરખ લાગે તેવામાં પણ કેટલાક સારા વિદ્વાન અને ત્યાગીઓ નિવડી આવે છે. એવા દાખલા ઘણું મળી શકે તેમ છે. માટે દીક્ષાના સંબંધમાં ગ્ય અગ્યને વિચાર કરવામાં આવે છે તે વ્યવહારૂ છે. તે ઉપાય સાચે ઠરી શકતા નથી, અને આ કલેશ માડવા સમર્થ નથી. જે યુવક પક્ષ એમ ઈચ્છત હોય કે ભલે અમારામાં ફેશનવાળા રહે, કંદમૂળ ખાનારા તે ભલે ખાય, હોટેલના દરવાજા જેનારા તે જુવે, અનાચાર સેવનારા તે સેવે, અનીતિનું જીવન ગુજારનાર ભલે તેવું જીવન ગુજારે. પણ અમારા ત્યાગી સાધુ વર્ગ ત્યાગમાંગ જ રહેવું જોઈએ. તે એમ કેઈ દિવસ પણ થવાનું નથી, કારણ શ્રાવક અને સાધુઓમાં પરસ્પર અન્ય આશ્રય સંબંધ રહેલો છે. સાધુઓને ત્યાગમાર્ગથી પાડનાર શ્રાવક વર્ગજ છે. વળી આ દીક્ષાને ઝગડે ગુર્જર ભાષા-ભાષી પ્રાંતનેજ છે-આખા હિંદુસ્થાનને નથી. પંજાબ, માલવા, મારવાડ, મેવાડ, બંગાલ આદિ
પ્રદેશમાં આ ઝગડે ટકી શકતા નથી. ગુજરાત અને તેની પાસેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
યુવકો માટે જૈન પતમાં તંત્રીજી શું કહે છે? ૧૩ પ્રાતમાં સાધુવેષ મુકી દીધેલને વ્યવહાર પોતાની ન્યાતજાતમાં પહેલાં જેવોજ કાયમ રહે છે. પાછો શ્રાવક થઈ સમુદાયમાં ભળી જાય છે. તેથી દીક્ષા મુકનાર પર જાતિને અંકુશ રહેતો નથી. જ્યારે બીજ પ્રદેશમાં દીક્ષા મુકનારને જાતમાં લેતા નથી તેથી દીક્ષા મુકનારને બને બાજુથી ભ્રષ્ટ થવાનો ભય હોવાથી દીક્ષા મુકી પાછા ઘેર ચાલ્યા જવાનો માર્ગ અટકી પડેલે છે. બીજી વાત એ છે કેસાધુઓને અયોગ્ય દીક્ષા પ્રવૃત્તિની ટેવ ગુજરાત આદિ પ્રદેશેએ જ લગાડી છે. તેનાં ફળો આજે તેને ભોગવવા પડે છે. બીજા પ્રદેશમાં એવા જયંત્ર રચે તો રોટલા મળવા પણ મુશ્કેલ થઈ પડે તેમ હોવાથી આ પ્રશ્ન જેટલો આખા ભારતના જનેને ત્રાસદાયક નથી તેટલો ગુજરાત આદિ પ્રદેશને વધુ ત્રાસદાયક છે. અને તે માટે જ આ સમયમાં ગુજરાત દેશ ખલભલી ઉઠયો છે. છતાં બીજા પ્રદેશના ડાહ્યા માણસો પણ ટેકો આપવા લાગ્યા છે.
યુવકે શું કરી રહ્યા છે? યુવકે નકલી દીક્ષા પ્રવૃત્તિના પયંત્રને તોડવા યત્રતત્ર યુવક સંઘની સ્થાપના કરી રહ્યા છે. તેઓની માન્યતા એ છે કે-નવ સૃષ્ટિને સરજણહાર યુવક છે. માટે આ યંત્રને યુવક તેડી શકે છે. પણ યુવક એટલે સૈનિક (મિલીટરી મેન) છે. તેને મુસદ્દી વર્ગના ટેકાની જરૂર છે. ત્યારેજ યુવક ક્રાંતિ કરી શકે છે. નિદાન કરનાર ચિકિ સકજ રોગ દુર કરી શકે છે. મુસદ્દી વર્ગ વગરને યુવક સંધ “અવ્યાપારેવું વ્યાપાર પણ કરી શકે છે. આ તરફ યુવકોએ લક્ષ્ય આપવું જોઈએ છે.
યુવકો માટે “જૈન” પત્રમાં તંત્રી શું કહે છે?
એક પત્રિકાના આધાર પરથી “જન પત્રમાં “શાસે વિષેની શ્રદ્ધા આખું બંધારણ પુનર્વિધાન માગે છે ” આ મથાળા હેઠળ અગ્ર લેખમાં તંત્રીજી લખે છે કે “શાસ્ત્ર વિષેની શ્રદ્ધા પણ ખલભળી ઉઠી છે” તથા “મનુ કે યાજ્ઞવલય કંઈ મૂર્ખ સ્મૃતિકારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૪
ત્યાગ માગ કાંઇ સહેલા માગ છે?
.
નહાતા એમ છતાં આજના સ્મૃતિકારે તેના આદેશનું સ્પષ્ટ ઉલ્લ*ધન કરી રહ્યા છે. જૈન ધર્મનું અસ્તિત્વ ટકાવવું હોય તે આજ દૃષ્ટિબિંદુ પ્રત્યેક જૈન સુધારક હિતેચ્છુને વહેલું મારું સ્વીકાર્યાં સીવાય છુટકા જ નથી. આ તંત્રીજીના શબ્દો શું સૂચવી રહ્યા છે ? પણ યુવાને શાસ્ત્ર વિષેની શ્રદ્ધા ખળભળાવવાનું તે કંઈ કારણ દેખાતું નથી. યુવાને જે જોઈ એ તે જન શાસ્ત્રામાં મળી આવે તેમ છે. શાસ્ત્રા તા કહી રહ્યા છે કેઃ “આજ પછી સંજમ દુરારાધ્ય થઈ જશે” એટલે ખરા સાધુઓ ઓછા મળશે. વેશધારી વધશે. કેટલાક આચાર્યાં મુનિએ સાધ્વીએ નકે જાશે.” આ શાસ્ત્રના પાઠ શું સૂચવે છે ? નરકગામી સાધુ સાધ્વી અને આચાયૅના આદેશેા તાડી પાડવા યુવકા કંઈ કરતા હાય તા તેઓને શાસ્ત્ર ક્યાં નડે છે ? માટે શાસ્ત્ર વિષેની શ્રદ્ધા ખલભલાવવા પહેલાં શાસ્ત્રાના આશયા યુવાએ જાણી લેવા જોઇએ. શાસ્ત્રાના અર્થો અતિ ગંભીર આશયવાળા હાય છે. સાચા અર્થાં નિષ્પક્ષ પ્રાણીજ મેળવી શકે છે.
ત્યાગ મા કાંઈ સહેલા માર્ગ છે ?
ત્યાગ માગ કાંઈ સહેલા માર્ગ નથી કે જેથી ગમે તે મેળવી શકે. ત્યાગી બનવા પહેલાં પરિગ્રહણ અને ત્યાગના વિષય સારી પેઠે જાણી લેવા જોઈ એ. કારણ ગ્રહણ વગર ત્યાગ શાને ? ગ્રહણ અને ત્યાગની મીમાંસા જાણ્યા પછીજ ત્યાગ મા` આદરી શકાય તેમ છે. કાઈ દરીદ્રી માણસ એમ કહે કે-લક્ષ્મી અને સંપત્તિના મેં ત્યાગ કર્યાં છે, તે કાઈ મુલ કરશે? માટે પરિગ્રહ વાળેાજ પ્રાપ્ત વસ્તુના ત્યાગ કરી શકે છે. ઈચ્છિત વસ્તુ નહી મળવાથી જે ત્યાગી બને છે તે ખસ ત્યાગી નથી. સ્ત્રીઓમાં પણ વિધવા સાધ્વીજી થાય છે ત્યારે નવપરિણિતા વધુ સંમ લીધેલી કેટલી મળે ? ખરા ત્યાગી કાષ્ઠના આશ્રય લેતા નથી. ત્યાગી વગÖમાં પાર્ટી સ્પીરીટ' મા નથી. ખરા સાધુ પેાલીસમેન કે બીજા કાઈના પાસેથી પેાતાની રક્ષા માટે અપેક્ષા રાખતા નથી. દ્રવ્યલિંગના સ્વીકાર કરવાથી ભાવલિંગી
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
દીક્ષા લેવાનાં કારણે.
૧૫ બને છે, એ કંઈ નિયમ નથી. માટે કલેક્ષકારક દીક્ષા લેવાદેવા કરતાં તે ગૃહસ્થી રહેવું સારું.
દીક્ષા લેવાનાં કારણે, જન શાસ્ત્રોમાં દીક્ષા લેવાનાં ૧૮ કારણે મળી આવે છે. (૧) લાજના લીધે અર્ધમંડિત, નાગીલા, ભૂદેવશ્વાત ભાવેદેવે દીક્ષા લીધી. (૨) હાંસી તથા ઉપહાસ્ય કરવાથી ચંડરૂદ્રાચાર્યે બલજબરીથી નવ પરિણિત યુવકને દીક્ષા આપી અને તેજ રાત્રીએ ગુરૂ શિષ્ય બને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શક્યા, તથા પિતાની સ્ત્રી સુભદ્રાએ ધન્ના શેઠની મશ્કરી કરી તેથી શેઠે દીક્ષા લીધી તેમજ નંદીષેણને વેશ્યાએ કહ્યું કે હવે દશમા તમેજ તેથી સંજમ લી. (૩) દેવતાના ભયથી મેતાર્યા અને સોનાર મુનિ થયા. (૪) સ્થૂલભદ્રપર દ્વેષ કરનાર સિંહની ગુફામાં રહેનાર ખરા સાધુ થયા. (૫) સ્નેહના લીધે અરણિક મુનિની માતાએ દીક્ષા લીધી. (૬) લાભના લીધે કપિલ મુનિ મુંડયા. (૭) હઠપૂર્વક બાહુબળીએ સંજય લીધે. (૮) અભિમાનના લીધે દશાર્ણભદ્ર તથા વીરના ૧૧ ગણધરેએ દીક્ષા લીધી. (૯) વિનયના લીધે નમી વિનમી સાધુ થયા. (૧૦) સંગારથી ચિત્ર અને સંભૂતિ બને દીક્ષિત થયા. (૧૧) કીર્તિ માટે આભીરીને વર સાધુ થયો. (૧૨) પરાભવના લીધે કાતિક શેઠે સંજય લીધો. (૧૩) કૌતુકના લીધે ઈદ્રભૂતિથી પ્રતિબંધ પામેલા પરસે તાપસે સાધુ થયા. (૧૪) વિસ્મયથી ઈલાપુત્ર. (૧૫) વ્યવસાયથી આદ્રકુમાર. (૧૬) ભાવથી ભરત ચક્રી. (૧૭) કુલાચારના લીધે ભરતની પરંપરાના સૂર્યવંશી રાજાઓ. (૧૮) વૈરાગ્યથી જંબુ સ્વામી. એમ દીક્ષા લેનારાઓ માટે દષ્ટાંતે જણવ્યાં છે પણ દીક્ષા દેનાર જયંત્ર રચી ગમે તે પ્રયાસે ચેલા વધારવાનું દૃષ્ટાંત જન શામાં કઈ ઠેકાણે જોવામાં આવતું નથી. માટે યુવકોને શ્રદ્ધામાં ખલભલવાનું કોઈ પણ કારણ નથી. યુવકે તો નકલી દીક્ષાના વિરેાધી લેવા જોઈએ. સાચી દીક્ષાના વિરેાધી હોય તે જુદી રીતે વિચાર કરવો પડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૧
દીક્ષાના ભેદો.
દીક્ષા માટે જૈન શાસ્ત્ર અને હિન્દુ શાસ્રા શુ કહે છે ?
જૈન શાસ્ત્ર આઠ વર્ષના ક્ષુલ્લક અને ક્ષુલ્લિકાઓને દીક્ષા દેવા સમતિ આપે છે. તેમજ હિન્દુ શાસ્ત્ર આઠ વર્ષીના બટુક માટે પણ સંમતિ દર્શાવે છે પરંતુ સ્ત્રીએ માટે સંન્યાસ લેવાની મના કરે છે, અને કલિકાલમાં આતુર સંન્યાસ સીવાય બીજા પ્રકારના સન્યાસ લેવાની પણ મના કરે છે. આતુર સંન્યાસ એટલે મૃત્યુશય્યામાં પડેલાને, જેના બચાવની આશા નથી તેવા બ્રાહ્મણને સંન્યાસ આપવા. તેમાંથી કદાચ કોઇ ખચી જાય તે ભલે માગી ખાય પણ ધણા અંશે એવા ખચતા નથી. છતાં લાખાની સંખ્યામાં બાવા ભાવીએ જોવામાં આવે છે. ખાલ દીક્ષિતે પણ એછા દેખાતા નથી. દીક્ષાના ભેદા.
હિન્દુ શાસ્ત્રામાં પાંચ પ્રકારની દીક્ષા કહી છે. (૧) સંક્ષેપ દીક્ષા. (ર) પંચાયતની દીક્ષા. (૩) યજ્ઞ દીક્ષા. (૪) મંત્ર દીક્ષા. (૫) મહા દીક્ષા. તંત્ર શાસ્ત્રોમાં અગત્ય સંહિતા, યેાગિની તંત્ર, ગૌતમી સ્મૃતિ, યેાગિની હૃદ્ય, કલાણ્વ, વિષ્ણુયામલ, સમયાચાર તંત્ર, ત ંત્રસાર, કાશીખંડ, દુગાઁદાસ, સિદ્ધિયામલ, શારદાતિલક, માલિનીવિજય આદિ ગ્રંથામાં દીક્ષાના વિષય અને ભેદો દર્શાવેલા છે. હેમચંદ્રાચાય પણ દીક્ષાના અથ વ્રતસંગ્રહ કરે છે. માટે જૈનદીક્ષા સંબંધમાં પણ ઉપર પ્રમાણે પાંચ ભેદો કલ્પી શકાય અને શાસ્ત્રાનુકૂલ ગણી શકાય તેમ છે. (૧) ભાગવતી દીક્ષા. (૨) વ્રતસંગ્રહ દીક્ષા. (૩) મહાવ્રત સંગ્રહ દીક્ષા, (૪) મંત્ર દીક્ષા. (૫) જ્ઞાન દીક્ષા.
ભગવાનના ધમ આદરવે એજ ખરી ભાગવતી દીક્ષા કહી શકાય. ગાર્હસ્થના નિયમેા પાળવા એ વ્રતસંગ્રહ દીક્ષા ગણાય. સંપૂર્ણ રીતે ત્યાગમાગ આદરવા એ મહાવ્રત દીક્ષા અને પછી ગુરૂ ચેાઞ શિષ્ય જાણી કેટલીક ચમત્કારીક સિદ્ધિઓ આપી પ્રાભાવિકતા અપે એ મંત્રદીક્ષા. અને લબ્ધિ વડે (સાયન્સમાં) ગુરૂ શિષ્યને સર્વ પ્રકાર પારંગત કરે એ જ્ઞાનદીક્ષા. તથા બીજી રીતે જોવામાં આવે તે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
દિક્ષાના ભેદે.
૧૭
પાંચ ભેદ જ થાય છે. સમકત સ્વીકાર થાય તે ભાગવતી દીક્ષા. બીજી અણુવ્રત દીક્ષા, ત્રીજી મહાવ્રત લેતી વખતે લઘુ દીક્ષા, ચેથી માંડલીયા યોગ વહન કર્યા પછી જે વડી દીક્ષા દેવાય છે તે, અને પાંચમી આચાર્ય આદિ પદવી પ્રદાન કરતી વખતે જે જે ક્રિયાઓ કરીને પદવી લેવાય છે તે દીક્ષા. એમ પણ પાંચ દીક્ષાઓ શાસ્ત્રાનુકૂલ ગણી શકાય તેમ છે. આ પાંચ ભેદોમાંથી ખરી દીક્ષા તે પહેલી જ દીક્ષા છે. જન્માંતરે સાથે ચાલનારી છે. “સવ્વ સાવજજ”ને પાઠ તો આ ભવ માટેજ છે, પણ “ઈહિ સમ્મત”ને પાઠ ભાવ સાથે ચાલનારે છે. અર્ધ પુદગલ પરાવર્ત કરનાર છે. મેક્ષની ઈમારતને પાયો છે. તેને વેશ કે લિંગની પરવા નથી. વેશવાળા તે કેટલાક અટકી શકે પણ આ દીક્ષા લેનારની પ્રગતિને કઈ રોકનાર નથી. બીજી દીક્ષાઓમાં તે વખતે દંભ પણ ચાલી શકે પણ એમાં દંભ રહી શકતું નથી. દીક્ષાનો અર્થ છે દિવ્યતા આપનાર. આ અર્થ જૈન અને જનેતર સર્વને માન્ય છે. ખરી દીક્ષા લેનારને અપવાદને આશ્રય લે પડતા નથી. વેશ કે લિંગ એને કનડગત કરી શકતા નથી. એ દૃષ્ટિએ ગૃહસ્થ પણ દીક્ષિત ગણી શકાય. મારા મત પ્રમાણે તે ગૃહસ્થ દાન, શીલ, તપ અને ભાવ એમ ધર્મના ચારે અંગની ઉપાસના કરી શકે છે, જ્યારે ભિક્ષુક બન્યા પછી દાન દેવાને માર્ગ અટકી જાય છે, માટે સાત ક્ષેત્રને પોષનાર શ્રાવક ક્ષેત્રજ છે. પિતાના બળે ઉભા રહી કુટુંબનુ પાલણપોષણ કરી યથાશકિત ધર્મનું આરાધન કરનાર અને નીતિમય જીંદગી ગુજારનાર શ્રાવક પણ મેક્ષને અધિકારી છે. સાધુ વેશ પહેરી વનમાં રહેનાર રાગી પુરૂષને તે ત્યાં પણ દોષ લાગવાને સંભવ રહે છે, અને નિરાગ ચિત્તવાળા પુરૂષને ઘર પણ તપોવન સમાન છે. માટે ભર્તુહરી
જેવા નીતિકાર ગૃહસ્થાશ્રમને ધન્ય માને છે. શ્વેતાંબર શાસે મેક્ષમાર્ગ માટે ૧૫ ભેદ કબુલ કરે છે તે પૈકી ગૃહસ્થલિંગે સિદ્ધ થાય એમ સ્પષ્ટ છે. મેહ રાજાના ઘરમાં રહી મેહને હઠાવ્યો તે માટે તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
સંધ એટલે શું? સ્થૂલિભદ્રની વિશેષતા ગણાય છે. ૮૪ ચોવીસી સુધી તેમનું નામ ચાલવાનું કહેવાય છે. એ અપેક્ષાએ વિચાર કરવાથી તે ગૃહસ્થ ધર્મનીજ ઉત્કૃષ્ટતા સિદ્ધ થાય છે. ગૃહસ્થપણાના બેજાથી ગભરાઈ બાવા થવું એ કાયરતા છે. ખરા દીક્ષિતેને તે સ્વાભાવિક રીતે ઈક્રિયાને નિગ્રહ થઈ જાય છે, વિકારે નાશી છુટે છે, એમ ક્રમે ક્રમે ત્યાગમાર્ગ પોતાની મેળે ઉદયમાં આવી જાય છે એટલે દીક્ષા માટે ધમાલની જરૂર નથી. શાસન પક્ષ ઉભું કરવાની આવશ્યકતા. નથી. ખરી દીક્ષાને કોઈ અટકાવી શકતા નથી. કૃત્રિમ દીક્ષા માટે: પ્રતિબંધ થાય છે, થયા છે અને થવાના છે. વર્તમાનમાં દીક્ષાને ઝગડે પણ નકલી દીક્ષાને જ છે. અસલી દીક્ષાને નથી. અસલી દીક્ષા માટે સંધ આડો આવી શકતા નથી.
સંઘ એટલે શું? સામુદાયિક શક્તિના અર્થમાં સંધ શબ્દને ઉપયોગ કરવામાં આવે છે, પછી તે શક્તિ સાધુ સમુદાયની હોય કે સાધ્વી સમુદાયની હોય, શ્રાવક સમુદાયની હોય કે શ્રાવિકા સમુદાયની હેય. પણ સમુદાયની શક્તિઓનું એકીકરણ થયેલું હોવું જોઈએ. બે અઢી હજાર વર્ષથી આ શબ્દ માં અને જેમાં વિશેષ રૂપે વાપરવામાં આવેલ છે. અને ગાંધીજીની ચળવળ પછી રાષ્ટ્રીય ભાવનામાં પણ આ શબ્દને વિશેષ ઉપયોગ થવા લાગે છે. તેથી સર્વ સાધારણના પ્રચારમાં આવી ગયેલ છે. છતાં બે અઢી હજાર વર્ષ પહેલાં આ શબ્દ સાધુ સમુદાયની એકત્રિત શક્તિ માટે જ ઉપયોગમાં આવતું હતું. સંઘના નામે કરાવો કરેલા તે સાધુ સંઘેજ કરેલા એમ ઈતિહાસ કહે છે, જ્યારે શ્રાવક સંઘે મળીને ઠરાવો કરેલા હોય એમ ઈતિહાસ દર્શાવતું નથી. ભદ્રબાહુને દક્ષિણથી બોલાવવામાં આવ્યા હતા તેમાં પણ સાધુઓની સંમતિ હતી, સિહસેનને ગરછમાં પાછા લેવા માટે ગુરૂને વીનવ્યા છે, ફરજ કે પાડી નથી. છતાં વિધિવાદમાં સંધના ચાર ભેદો દર્શાવેલા હોવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
સત્તા કોની શ્રાવક સંધને પણ પિતાના હિતાર્થે ઠરાવો કરવાનો અધિકાર છે, શ્રાવિકા સંધને પણ હક્ક છે, અને શ્રમણું સંઘને પણ હકક છે. ચારે પ્રકારના સંઘોમાં પરસ્પર મતભિન્નતા જાગે તે પિતાનું બળ વધારવું સામુદાયિક શક્તિ પ્રગટાવવી એ અયોગ્ય તે નજ ગણાય. અને ચારે તેમાં એકવાક્યતા હોય ત્યારે પહેલે હક્ક સાધુઓ માટે છેજ. શ્રાવકે માટે સાધુઓ અને સાધુઓ માટે શ્રાવકે સદુહેતુથી દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે કરાવો કરી શકે છે. માટે હવે સંઘસત્તાના સંબંધમાં વિચાર કરવાની જરૂર છે.
સત્તા કેની? યુવક પક્ષ એમ માને છે કે શ્રાવક સંધની સત્તાને અંકુશ સાધુઓ ઉપર બેસાડે ત્યારે જુને પક્ષ (શ્રમણ પક્ષ) એમ કહે છે કે સર્વોપરિ સતા સાધુવર્ગની છે. ખરું જોતાં તે આત્મસાધનમાં કોઈની સત્તા કેાઈ પર ચાલી શકતી જ નથી. અને આ સ્વતંત્રતાના જમાનામાં ગુરૂની શિષ્ય ઉપર અને બાપની સત્તા: બેટા ઉપર પણ ચાલતી નથી. સત્તા કહેવાથી કે માગવાથી મળી શકતી નથી. અને સત્તાને તે પ્રાપ્ત કરવી જોઈએ છે. ભારત આજે પિતાની સત્તા માટે જ પ્રયત્ન કરી રહ્યો છે. સત્તાને પ્રશ્ન જેવો તેવો નથી. સર્વોપરિ સત્તા પિતાની કહેનારાએ શત્રુંજય યાત્રા ત્યારના સમયમાં સત્તાને શું ઉપયોગ કરી બતાવ્યું ? ખરી રીતે જોતાં તે શ્રી પૂજ્યોની સત્તાને નાશ થયો ત્યારથી સત્તા શ્રાવકે પાસે પહોંચી ગયેલી છે. સાધુઓની સર્વોપરિ સત્તા ક્યા કામમાં રહેલી છે તેની સમજ પડતી નથી. સત્તા માટે ભંડારેને કબજો હોવો જોઈએ છે, મંદિર, ઉપાશ્રય, ધર્મશાળા, આદિ સ્થાવર જંગમ મિલ્કતનાં કાગળપ, સરકારી લેખ, વહીવટના હીસાબો પોતાના કબજામાં અને પોતાના નામે ચઢેલા હોવા જોઈએ છે. તેની સત્તા મનાય છે. અને તે સત્તા આવક વર્ગ પાસે છે. ફક્ત સાધુ સમુદાય પાસે એક સત્તા રહી છે કે શ્રાવકામાં બે ત્રણ તડાં કરાવી એકાદ તડને પિતાના પક્ષમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૦
યતિ વર્ગની સત્તાને ઈતિહાસ. લઈ આપસમાં લડાવવા. એ સિવાય બીજી કોઈ પણ પ્રકારની સત્તા નામ માત્રની પણ તેમની પાસે જોવામાં આવતી નથી. છતાં પિતાની સર્વોપરિ સત્તા કહેનારા કાલ્પનિક સત્તાના ભક્ત હોય તે કહી શકાય નહી.
યતિ વર્ગની સત્તાને ઈતિહાસ સત્તાને પ્રશ્ન બલ, બુદ્ધિ અને વ્યવહારજ્ઞતા પર અવલંબિત રહેલો છે. જેની પાસે એ ત્રિપુટિનાં સાધને હોય તેની પાસે સત્તા ટકી રહેલી હોય છે. જૈન સમાજ પર સત્તા હતી પતિ શ્રીપૂજ્યોની. બાદશાહો પાસેથી તીર્થોના–ધર્મસ્થાનના પટ્ટા પરવાના હીરવિજય સૂરિ આદિ શ્રીપૂજ્યોએ પિતાના નામના કરાવ્યા હતા. એટલે તે વખતે સરકારી કાગળપત્રો શ્રીપૂજ્યોના નામે ચઢેલાં હતાં. કઈ કમીટી કે સંઘના નામ પર નહતાં. છતાં જે ગામોમાં સંપત્તિ રહેતી તે ઠેકાણને વહીવટ શ્રીપૂજ્યજીના મોકલેલા આદેશી યતિ કરતા અને દેખરેખ સ્થાનિક શ્રાવકર્સધ સખતે. ઉપાશ્રયોનાં, ગરાસેનાં રજીસ્ટરી કાગળો શ્રીપૂજ્યની સત્તામાં રહેતાં. જે ગ૭ને શ્રાવક મંદિર વિગેરે કાંઈ કરાવતા તો પ્રતિષ્ઠા પિતાના ગચ્છના શ્રીપૂજ્ય પાસેથી જ કરાવી શકતો. અને તે મંદિર સંઘને સુપ્રત કરાતું ત્યારે તે પર માલિકી શ્રીપૂજ્યની થઈ જતી. શ્રીપૂજ્ય કેઈ અગ્ય શ્રાવક કે શ્રાવક સમુદાયને ગરછ બહાર મુકી દેતા તે તેને મેળવી દેવાની બીજા કોઈની સત્તા ચાલતી નહી. ખાનદેશ પ્રાંતમાં ધુલીયા જીલ્લામાં નેર ગામ છે ત્યાંના આખા શ્રાવક સંધને બસ એક વર્ષ પહેલાં તપગ
છના શ્રીપૂજ્યજીએ ગચ્છ બહાર મુક્યા હતા. તે દિવસથી બીજા કોઈ પણ ગામવાળાઓ તેઓના સાથે કે પ્રકારને પણ સંબંધ રાખી શક્યા નહી. ભોજન વ્યવહાર અને કન્યા વ્યવહાર બંધ થઈ જવાથી બીચારા ૨૦૦-૨૫૦ ઘરે રખડી પડ્યાં અને ઘણાંખરાં નિવેશ ગયાં. સાંભળવા પ્રમાણે ૨૦-૨૫ વર્ષ પહેલાં મેળવી લેવામાં આવ્યા છે.
આનું નામ સત્તા. બીકાનેર (રાજપુતાનામાં) શ્રીપૂજ્ય કે યતિ સિવાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
યતિ વર્ગની સત્તાને ઇતિહાસ.
૨૧ બીજા કેઈ પણ જૈનધર્મના ગુરૂનું સામૈયું થતું નથી. વાજા બેન્ડ વગાડી શકાતા નથી. રાજ્ય તરફથી યતિઓએ એ પ્રબંધ કરાવી મુક્યો છે. આત્મારામજી મહારાજ જેવા ભાગ્યશાળી મહાપુરૂષને પણ વગર વાજે શ્રાવકે વધાવી લઈ આવ્યા પણ આડંબર કરી શક્યા નહી. બીકાનેરમાં મંદીરેને વહીવટ યતિ શ્રાવકો મળીને કરે છે. યતિઓ પાસે કેટલાક પ્રકારને મંદીરેને વહીવટ હજુ પણ છે. કોઈ પણ ગચ્છને યતિ ભાગી જતા તો રાજ્ય તરફથી પકડી બોલાવી શિક્ષા કરવામાં આવતી. આનું નામ સત્તા. આજ પણ વહીવટની સનંદ ઉપરથી શ્રીપૂજ્યની સત્તા સાબીત થઈ રહી છે. અને વર્તમાનમાં શ્રી પૂજ્યમાં ઐક્ય અને બુદ્ધિબલની ઓછાસને લીધે તેઓ સત્તા ચલાવવાને સમર્થ નથી રહ્યા. નહીતે આજે પણ સમાજ પર કેટલાક અંશેમાં સત્તા ચલાવી શકે એવાં સાધનો હયાત છે. મુંબઈના ગેડીજીનાં દેરાસર, ઉપાશ્રય અને આખો સ્ટાફ દેવસૂર તપગચ્છને છેજ અને મનાય છે. તેમાં દેવસૂર ગ૭ના શ્રી પૂજ્યોના મોકલેલા આદેશી યતિ પાયખાના પાસેની એક નાનકડી ઓરડીમાં રહે અને સંવેગીએને શ્રાવકે મેટા હેલ વાપરવા આપે, હજારના ખર્ચ કરે અને ચોમાસાં કરાવે. એ કેમ બને? જે દેવસૂરગછના શ્રીપૂજ્યમાં બુદ્ધિબળ અને ડહાપણ હોત તે ગોડીજીના દેરાસરના ઉપાશ્રયમાં સંવેગીઓ તેમની રજા વગર જે રીતે આવે છે તે રીતે આવી ન શકે, કારણ કે ટ્રસ્ટીઓ જુની પરંપરાનુસાર વ્યવસ્થા કરવા નીમેલા છે પણ મનમાની સત્તા માટે નથી. પણ તે શ્રીપૂજ્યોને પોતાની સત્તા માટે ભાન જ્યાં ન હોય ત્યાં એમ બને છે. અને આદેશીઓ પણ એવા જ આવે છે કે તેમાં પાણું હેતું નથી. મુંબઈના ચિંતામણુજીના દેરાસરમાં કેમ સંવેગીઓ રહેતા નથી ?
ગુજરાત, કાઠીઆવાડ સીવાય બીજા પ્રાંતમાં ઉપાશ્રયો યતિવર્ગ માટે જ છે. ત્યાં ઉપાશ્રયમાં સંવેગી વર્ગને ઘુસવા દેતા નથી, સવેગીઓના ભકતોએ સંવેગીઓ માટે પોષહશાળા, ધર્મશાળાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૨ શું યુવકને આદર્શ યતિ-સાધુઓની અપેક્ષા છે? બનાવેલી છે ત્યાં તે ભલે ઉતરે. પણ ગુજરાત કાઠીયાવાડમાં તે યતિવર્ગનું અનુકરણ કરી સંવેગીઓ પિતે મઠાધિપતિ બની બેઠેલા છે. અમદાવાદમાં અમુક ઉપાશ્રયમાં વિમલ વાલાજ ઉતરી શકે છે. તેમજ બીજા બધા ઉપાશ્રયની એજ હાલત છે. માટે શ્રીપૂજ્ય એક થાય, રીતસર ચાલે પ્રચાર કરે તે શ્રી પૂજ્યની સત્તાને આજ પણ સ્વીકાર થઈ શકે તેમ છે. કેશવજી પક્ષના કાગચ્છની અને બીકાનેરના ખરતર ગચ્છની સત્તા આજે પણ કેટલાક અંશમાં શ્રાવકે પર ચાલે છે. અને શ્રાવકે પણ ખુશીથી સ્વીકારે છે. એ વાત પર શ્રી પૂજ્યોએ લક્ષ્ય પહોંચાડવું ઘટે છે.
આજે ચેલાઓ ભાગી જાય છે, બીજા સંઘાડા વાળા રાખી લે છે, વેષ મુકી દે છે તે પર તે સત્તા ચાલતી નથી અને કહે છે કે સર્વોપરી સત્તા અમારી છે. સત્તા છે કયાં? કોન્ફરન્સમાં, સભા સેસાયટીઓમાં પ્રતિનિધિ તરીકે પણ હકક ગુમાવી બેઠા છે. લાલન શિવજીને સંઘ બહાર મુકી શું સારું કર્યું? માટે ધાર્મિક અરાજકતાને લીધે કોઈની પણ સત્તા કેઈ પર રહી નથી. સ્વચ્છંદાચરણ વધી પડ્યું છે. તે હવે અટકાવવું અશકય છે.
શું યુવકને આદર્શ યતિ-સાધુઓની અપેક્ષા છે?
આખા શ્વેતાંબર સમાજમાં પ્રસિદ્ધ પામેલા, ઉગ્ર ત્યાગવૃત્તિ વાળા એક બે યતિ સાધુ મળી આવે તેમ છે. સિદ્ધગીરીની છત્રછાયામાં યતિશ્રી મોતીચંદજી મહારાજ ત્રણેક વર્ષથી રહે છે. બે પાત્ર, એક પાણીનું નાનું કુંડું બે ત્રણ નાનાં વસ્ત્રો અને મુખ વસ્ત્રિકા, રજોહરણ સિવાય બીજો કંઈ પણ પરિગ્રહ રાખતા નથી, વિહારમાં કોઈને સાથે લેતા નથી. માર્ગમાં કોઈને રસ્તે પુછતા નથી. ગોચરી મધ્યાહુકાળમાં એક વખત જાય છે. પાણું પણ તેજ વખતે લઈ આવે છે. અને કઈ વૃક્ષ નીચે કે ખંડિયેરમાં બેસી
આહાર કરી લે છે. રાત્રિમાં પણ ગમે ત્યાં સુઈ જાય છે. ઉપાશ્રય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
શું યુવકને આદર્શ યતિ-સાધુઓની અપેક્ષા છે?
૨૩
કે ધર્મશાળાને પણ પ્રતિબંધ રાખતા નથી. ગૃહસ્થ સાથે કઈ પણ પ્રકારને પરિચય રાખતા નથી. કેઈને કાગળ પત્ર પણ લખતા નથી. ગચ્છ કે મતને આગ્રહ નથી. માંદગીમાં કેઈથી પિતાની સેવા શુશ્રષા કરાવતા નથી. સદા આત્મધ્યાનમાં મગ્ન રહે છે. સાંભળવા પ્રમાણે પાલીતાણાના ઠાકોર સાહેબ અને રાણી સાહેબા માણસેથી તપાસ કઢાવી જંગલમાં જ્યાં મોતીચંદજી બેઠા હતા ત્યાં વાંદવા ગયેલા અને વાંદીને ઠાકોર સાહેબે ફરમાવ્યું કે જે સગવડ જોઈએ તે આજ્ઞા કરે, ત્યારે ઉત્તર મળ્યો કે બધી સગવડ છે. કલકત્તાના બાબુ રાયકુમારસિંહજી તથા વરાડ અને સી. પી. પ્રાંતના ઘણા શ્રાવકે બે ચાર દિવસ હેરાન થયા ત્યારે તેમને પતો મળ્યો. ભક્ત શ્રાવકો ફેટે ખેંચવા લાગ્યા તે મોઢું ઢાંકી બેસી રહ્યા. જેવો ત્યાગ વૈરાગ્ય છે તેવું જ શાસ્ત્રનું જાણપણું પણ સારું છે. છતાં નમ્રગુણ ઘણો છે. પાલીતાણાના માળી કળી આદિ જૈનેતર વર્ગ કહે છે કે એ ખરા સાધુ છે. અમે પણ એમના ભક્ત છીએ. બીજા સાધુઓ વાણીઆઓના ગુરૂ છે. યાત્રા ત્યાગના ટાઇમમાં ચહા રોટલા ન મળવાની બીકથી બીજા બધા સાધુઓ પાલીતાણુથી વિહાર કરી ગયા પણ યોગીશ્વરે તે વખતે ત્યાં પહોંચી તપશ્ચર્યા કરવા માંડી. કેઈ અજ્ઞાત પુછે છે કે તમે કોણ છે તે ઉત્તર મળે છે કે ભિક્ષુક છું યતિ છું. ઉપદેશ સાંભળ હેય તો સંભળાવે છે પણ આત્મસાધનમાં વિશેષ લક્ષ આપે છે. માટે આદર્શ ત્યાગી આપણુમાં હજી છે ખરા. કપૂરવિજયજી પણ ત્યાગમૂર્તિ સંભળાય છે. ત્યારે બીજો પક્ષ એવે છે કે વિહારમાં સાથે ગાડીઓ રાખે છે, જ્ઞાનખાતાના પૈસા પર પિતાની સત્તા રાખે છે, અને પિતાનાં રાગી શ્રાવકે પાસે નાણું જમા કરાવે છે. જ્ઞાન ભંડાર પર સતા રાખે છે, માલારોપણ, ઉપધાન આદિના ચઢાવવાનું દ્રવ્ય વિગેરે પિતાના જ્ઞાનખાતામાં મોકલે છે. કાગળ પત્રો લખે છે, રજીસ્ટરો મંગાવે છે. અને એમ કહે છે કે શ્રાવકે ભલે દુઃખી થાય, દરીદી થાય, ગમે તે થાય તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૪ શું સાધુઓ ભારતને વર્તમાનમાં ઉપયોગી છે? અમારે શું કરવાનું છે ? આ તેઓની કરૂણભાવના છે. અને શ્રાવકે તેઓની આજ્ઞાથી લાખ રૂપીઆ ખર્ચે છે, સખાવત કરે છે, એ શું આશ્ચર્ય નથી ? અસ્તુ ત્યારે
શું સાધુએ ભારતને વર્તમાનમાં ઉપયોગી છે ?
ભારતમાં સાઠલાખ ભિક્ષુક ગણાય છે. તેમાં ઘણે ખરે ભાગ નિર્માલ્ય છે, અપઠિત છે, વ્યસની છે અને પ્રમાદી છે. ભિક્ષુક બ્રાહ્મણ, તિર્થોના પંડાએ, મંદીરના મહંત જે દેશના અન્નજલથી પિષાય છે, સુખી બનેલા છે તે દેશ માટે યથાશક્તિ કંઈ પણ કરતા નથી, એવા આક્ષેપ દેશસેવકો તરફથી થાય છે, અને તેના લીધે શિક્ષિતવર્ગને ભાવ સાધુ વર્ગ માટે એ છે થતું જાય છે. ઘણું અંશે આ વાત સાચી પણ છે. છતાં હિંદુસમાજ તેમને સુધારવા માટે કંઈ કરતો નથી. દીગંબરી ભાઈઓ તેરા પંથીઓના ઉદ્યોગથી ધર્મગુરૂઓના ત્રાસથી બચ્યા છે. સંગઠન શક્તિ પ્રાપ્ત કરી છે. પિતાને મેક્ષ પોતે જ કરવા કેશીષ કરી રહ્યા છે. સ્થાનકવાસીઓને ધર્મગુરૂઓ છે ખરા પણ અભણ વધારે છે, તેથી સમાજમાં ઉપદ્રવ વધારી શકતા નથી. અને તે સમાજ એવી કુરતીએમાં સપડાએલો છે કે આગળ વધી શકતો નથી. તે જ્યાં જુવે કે કંઈ કરે તેમાં તેઓને પાપ, પાપ અને પાપજ દેખાય છે. છતાં હવે કંઈ સુધરવા લાગ્યા છે ખરા. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોમાં યતિઓ શિથિલાચારના લીધે પતન અવસ્થામાં જઈ પહોંચ્યા છે ખરા પણ યતિવર્ગમાં સમાજધાતક કામ કેઈએ કંઈ કર્યું હોય એમ જાણવામાં નથી. અને તેથીજ આ અવસ્થામાં પણ યત્રતત્ર ટકી રહેલા છે. જે યતિવર્ગને સમાજ ટેકે આપે-સાક્ષર ઉત્પન્ન કરી બંધારણમાં લે અને સમાજહિતનાં કામમાં તેઓને જોડી મુકે તે તેમાંથી પ્રચાર કાર્ય માટે એક મેટી સંસ્થા ઉભી કરવાનું શ્રેય મળી શકે છે. યતિસમાજ મધ્યમ કલાસને વર્ગ હોવાથી શ્રાવક અને સાધુ બન્નેને ઉપયોગી થઈ પડે તેમ છે. માટે શ્રાવકસંઘે આ તરફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૫
સંવેગી મુનિઓની કથા. લક્ષ પહોંચાડવું એગ્ય છે અને મારી સૂચના ગ્ય જણાય છે તેમ કરવું ઘટે છે.
- હવે રહી સંવેગી મુનિઓની કથા.
આ કથા પણ ઘણું મટી છે. પણ હું સંક્ષેપમાં એટલું જ કહેવા ઈચ્છા રાખું છું કે સત્યવિજયજી પંન્યાસથી માંડી આત્મારામજી પર્યત ઉગ્ર ત્યાગ વૈરાગ્યના લીધે સંવેગી સમાજ શ્રાવકસંઘને પ્રિય હતે. પણ તે પછી એટલે દશ વિશ વર્ષોમાં તેઓમાં અહં. મન્યતા પ્રસરી. પરસ્પર લડવા લાગ્યા, અભણને મુડવા લાગ્યા, ધર્મના બહાને અપવ્યય કરાવવા લાગ્યા અને સત્યવિજયજી આદિ પહેલાંના સાધુઓ કરતાં આચારમાં પણ શિથિલ બન્યા. કેટલાક રેલવે વિહારી થયા. કેટલાક આશ્રમે બાંધી બેઠા. અને કેટલાક
જ્ઞાનદ્રવ્યના મોટાં મોટાં ફંડે કરાવી પિતાના ભક્ત શ્રાવકે પાસે : રાખવા લાગ્યા, અને છેવટે કૃત્રિમ દીક્ષા આપી પિતાના શિષ્યો
વધારવાની તેમનામાં કુલાલચ વધી. એવાં બીજા પણ કેટલાંક કારણોના લીધે શ્રાવક સંઘે ત્રાસ પામી હમણાં થોડા વખતથી નિર્ભયપણે વિરોધ ચાલુ કર્યો. પણ એવા સાધારણ ઉપાયથી કૃત્રિમ દીક્ષાનું પડ્યુંત્ર રોકી શકાય તેમ મને તે લાગતું નથી. અસાધ્ય રોગ માટે તીવ્ર માત્રાની જરૂર પડે છે, તેમ આ વખતે જન થાય તેજ સમાજ રોગમુક્ત થાય તેમ છે.
હવે સાધુઓએ શું કરવું જોઈએ? ભારતને આખો સાધુ સમાજ વિદ્યામાં ગૃહસ્થો કરતાં ઘણું પાછળ પડી ગયું છે. માટે આ તરફ વળવું જોઈએ. રાષ્ટ્રભાવના, રાજ્યબંધારણ, સાયન્સ આદિ જેટલા વિષયોનું જ્ઞાન ગૃહસ્થાને છે તે કરતાં વધારે જ્ઞાન મેળવી પિતાના આચાર વિચારમાં તે ઉત્કૃષ્ટતા બતાવે તે ભારતનાં કષ્ટો પણ દુર થાય અને પોતે પણ પૂજાય. અને પિતાની મેળે પિતે મુખ્ય આધારસ્તંભ ગણાય. માટે જૈનેતર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
યુવકે પર સાધુ સંસ્થાને આક્ષેપ. સાધુઓએ અને વિશેષતઃ જૈન સાધુ યતિઓએ પિતાના ભલા માટે આ તરફ વળવું જોઈએ.
યુવકે પર સાધુ સંસ્થાને આક્ષેપ. યુવકે સાધુ સંસ્થાને તોડી પાડવાનો પ્રયત્ન કરે છે એવો તેના પર આક્ષેપ છે; કારણ એ છે કે પંચમ કાળમાં રાજા મહારાજાઓ દીક્ષા લેતા નથી. ઘણા અંશે શ્રીમંતે પણ લેતા નથી. બુદ્દાઓ ચાર પાંચ સ્ત્રીઓ પરણ્યા પછી પણ દીક્ષા લેતા નથી અને એમ કહી છૂટવા ચાહે છે કે વૃદ્ધપણને લીધે અમારાથી કશી ક્રિયા થતી નથી માટે ઘેર બેસીને કાંઈપણ બને તેટલું ધર્મ કરતાં રહેવું સારું. અને યુવકોને યુવાવસ્થાને લીધે મોજશેખ કરવાની પ્રવૃત્તિ કુદરત બક્ષે છે. અને નાનાં બાળકે અજ્ઞાની છે માટે તેમને દીક્ષા દઈ શકાય નહી. વિધવા સ્ત્રીઓ તથા દુઃખી પુરૂષો દુઃખથી હારીને દીક્ષા લે છે તેથી તેઓમાં સાચે જ્ઞાન વૈરાગ્ય રહેતો નથી. એમ ત્રણે અવસ્થા માટે દીક્ષાને અટકાવ થયો તે પછી સાધુયતિએની પરંપરા કેમ ચાલે? મારા મતે એક દષ્ટિથી આ આક્ષેપ સાચે છે. એને યુવકોએ મધ્યસ્થ ભાવ રાખી વિચાર કરવો જોઈએ છે. અને વૃધવય વાળાઓ માટે એક કાયદો ઘડવે જોઈએ કે “અમુક વયના વૃદ્ધને સંસારમાં નહી રહેવું, વિશ્વને કુટુંબ માનીને સાધુ સંસ્થાને ચલાવવી.” ગૃહસ્થના કામમાં અનુભવી વૃધે જે એમ કરે તે સાધુસંસ્થામાં પણ સુધારે થાય અને રીટાયર લાઈફમાં પરલોક સાધન પણ સારી પેઠે થાય. પરંતુ આ ઠરાવ શ્રાવક સંસ્થા કરી શકે એમ મને તે લાગતું નથી. અને અસંસ્કારિત યુવકને મુંડવામાં મેટે ભય રહેલો છે. માટે વૃધ્ધ કરતાં બીજા નંબરે બાલદીક્ષા સમાજઘાતક હોય તેમ મને લાગતું નથી. કારણ નાનપણથી ગૃહસ્થના સંસર્ગથી જુદા રાખી ભણાવવાથી તેઓના હૃદયમાં ધર્મની ઉંડી છાપ પડે છે અને એવા દઢ સંસ્કાર અંતરમાં ઉતરી જાય છે કે યુવાવસ્થામાં પ્રાયઃ સાધુતાથી ભ્રષ્ટ થતા નથી, અને કદાચ પડે તે પણ તરત પાછા પિતાના પદ પર પહોંચી જાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
સાધુ યતિ સંસ્થાની આવશ્યકતા છે? છે. આજે ક્રિશ્ચિયનનાં એરફનેજે, આર્યસમાજનાં ગુરૂકુલો, અનાથાલયમાં ધર્મના સિદ્ધાંતે બાળપણમાં દૃઢ કરાવી આપે છે કે તે આગળ જતાં ધર્મનું પરિવર્તન કરી શકતા નથી. ચિત્યવાસના કાળમાં ગરીબ છાત્રોને અન્ન વસ્ત્ર આપીને પોતાની પાસે રાખી ભણાવી દીક્ષા આપતા. અનાથાલયની કલ્પના જનોએ ચાલુ કરી, ચિત્યવાસ પછી યતિઓએ પણ આ પરંપરા ચાલુ રાખી. ત્યાં સુધી. યતિવર્ગ સંખ્યાબળમાં સારી સ્થિતિ ભાગવતે રહ્યા અને બાળપણથી વિદ્યાભ્યાસ કરાવી પ્રખર વિદ્વાને ઉત્પન્ન કરતો રહ્યો. પણ યતિ વર્ગો તે નીતિને ત્યાગ કર્યો કે પરિસ્થિતિએ કરાવ્યો, ગમે તે કહો, પણ તે પરંપરા મુકી ત્યારથી યતિ વર્ગ ઘટો અને વિદ્વાને પણ ઉત્પન્ન કરી શકશે નહીં. માટે દીક્ષા બાળવયમાં દેવી વધારે લાભકારક છે. અને બાળ દીક્ષાથી આવા ઝગડાઓ જે થાય છે તે અટકશે. એમાં એક અપવાદ એ રહે છે કે નાના છોકરાઓને ભરમાવી, લાલચો બતાવી કેટલાક ઘરેના દ્વાર બંધ કરવાનું બને છે. પણ આવાં કામેને તે જરૂર અટકાવા જોઈએ છે. અપવાદે તે દરેક કામમાં રહેલા હોય જ છે પણ તેથી કાર્યો બંધ કરી શકાય નહી. અપવાદોને ભલે અટકાવે.
સાધુ યતિ સંસ્થાની આવશ્યકતા છે? મારા મતે તે સારા સાધુ યતિઓની ઘણું આવશ્યકતા છે. આને નાશ કરવા કરતાં સુધારવાના પ્રયત્ન કરવા જોઈએ. આજે જેનેને આખો સમાજ સંખ્યાબળમાં બહુજ નાનો બન્યો છે. દશ બાર લાખ જેટલા માણસો રહી ગયાં છે. તે વિનાશક કામે મુકી વિધાયક કામો કરવા ઘટે છે. માટે સાધુ યતિ સંસ્થાને સુધારી ક્રિયા માર્ગને થેડુ ગૌણ બનાવી જ્ઞાનમાર્ગને ઉત્તેજન આપી દેશકાળ અનુસરી સાધુસંસ્થા મારફત સંખ્યાબળ વધાસ્વાને પ્રયત્ન ચાલુ થાય તે લાખોની સંખ્યામાં જને વધવા મંડે. જેમ બીજા ધર્મવાળા આપણામાંથી ખેંચી ગયેલા છે તેમ આપણે પણ બીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૮
જૈનધર્મનું જઠરત્વ. ધર્મમાંથી પાછા ખેંચી લાવવા સમર્થ બનવું જોઈએ. અને આ કામ સાધુ અને યતિ વર્ગનું છે. આ તરફ લક્ષ પહેંચાડી યુવકે એ કાંઈ કરવું ઘટે છે. નહીતે એક કાઢવા જતાં બે પેસે તેવું ન બને તે સારું. દીક્ષા માટેની ચળવળ કાલાંતરથી પિતાની મેળે શાંત થઈ જશે. તેથી યુવકોએ કાંઈ કર્યું તે ગણું શકાય નહી. આજ લગી કેટલીક ચળવળ ચાલી અને શાંત થઈ ગઈ. કેઈને પણ અંત આવ્યો નથી આ વાતને બધા જાણે છે.
જેનધર્મનું જઠરત્વ,
જનધર્મ અતિ પ્રાચીન હોવાને લીધે વૃદ્ધ અને જર્જરીત બનેલો છે–પાદરીઓ, સમાજના પ્રમાણમાં વેગથી કામ કરી શકતો નથી. અને તેથીજ કેન્ફરન્સ કે બીજા કેઈ મંડળ, સભા, સેસાયટીઓના ઠરાવો અમલમાં યોગ્ય રીતે મુકાતા નથી. હમણાં થોડા વખતથી યુવકે જાગ્યા છે. વિયેનાના એક ડાકટરે એક એવો અવિષ્કાર કર્યો છે કે જેથી બુટ્ટા પણ યુવક બની જાય છે. યુરોપના ઘણા બુદ્દાઓ ડાકટર પાસે ઈનજેકશન લઈ યુવક બનવા લાગ્યા છે. તેને પ્રચાર વધવાથી ભારતને પણ કોઈ વખત તેને લાભ મળશે એવી આશા અહીંના મુદ્દાઓ રાખે છે. તેમ અમારા યુવકે સમાજ સુધારાનું કોઈ ઇજેકશન શોધી સમાજનું જઠરત્વ અને વૃદ્ધપણું કાઢી મુકે તે કહી શકાય નહી. યુવકે ઉછાંછળાપણું મુકી, સત્યનિષ્ઠાથી પૈર્ય અને ક્ષમાગુણ આદરી, દીર્ધદશ બની કામ કરવા તત્પર રહેશે તે મને વિશ્વાસ છે કે ભવિષ્યની પ્રજા જરૂર સુધરશે. હવે દીક્ષાની ચાલુ ચર્ચા માટે યુવકેએ શું શું ઉપાય જવા એ દર્શાવી લેખ સમાપ્ત કરે છે.
(૧) યુવક મોટા શહેરમાં તથા યોગ્ય વસ્તીવાળાં ગામમાં યુવકની સ્થાપના કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
આ પરિસ્થિતિના અંગે યુવક સંઘના ઠરા.
૨૯
(૨) યુવકસંઘમાં જાગૃતિ અને કર્તવ્યનિષ્ઠા વધે એવા નિયમે ઘડી સર્વત્ર મોકલાવવા. | (૩) જ્યારે યુવક સંઘનું પ્રચાર કાર્ય યોગ્ય પ્રમાણમાં થતું દેખાય ત્યારે મુંબઈ જેવા મોટા શહેરમાં ચાર પ્રાંતની સભા ભરી ઠરાવો કરવા અને અમલમાં મુકવા. આ પરિસ્થિતિના ગે યુવક સંઘના ઠરાવ કેવા કડક
હેવા જોઈએ તેનું દિગદર્શન – (૧) દીક્ષાની અયોગ્ય પ્રવૃત્તિ ન અટકે ત્યાં સુધી આખી સાધુ સંસ્થા સાથે અસહકાર કર. પણ અન્ને વચ્ચે દેવાં, મધ્યાન્હ ગોચરી દેવી, સવારે ચાહ દુધ બંધ કરવું (નટ–કોઈ એમ પુછે કે આખા સમુદાય સાથે કેમ? આને ઉત્તર એ છે કે આ ઠરાવ જ્યાં સુધી અમલમાં નહી મુકાય ત્યાં સુધી તેમાં યુવકને ખરી રીતે કોણ મદદમાં છે અને કોણ વિરૂદ્ધ છે તેનું તારણ કાઢવું કઠણ છે. વળી કેટલાક મધ્યસ્થ ભાવ દર્શાવી રહ્યા છે. તેઓની પણ ખબર, પડી આવશે).
(૨) કેઈનું સામૈયું ન કરવું અને દ્રવ્યને વ્યર્થ વ્યય ન કર(૩) સાધુઓ માટે છરી પાળનાર સંઘ ન કાઢવા.
(૪) સાધુ પાસે ઉપધાન આદિ ક્રિયા ન કરવી અને માલા પહેરાવવાના જ્ઞાનદ્રવ્યના પૈસા તેઓના કેઈપણ ફંડમાં ન દેવા.
(૫) સાહિત્યવૃદ્ધિ મંડળોના હસ્તે કરવી. કેઈ સાધુ પુસ્તક લખાવે કે છપાવે તેમાં પૈસા ન દેવા.
(૬) અયોગ્ય દીક્ષા રોકવાનો પ્રબંધ ન થાય ત્યાંસુધી સાધુએનાં વ્યાખ્યામાં નહી જવું.
(૭) યોગ વહન કરાવવાનાં ખર્ચે ન આપવાં. (૮) બોગસ ડીગ્રીએ ન આપવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૩૦ આ પરિસ્થિતિના અંગે યુવક સંઘના ઠરા.
(૯) સાધુઓના સ્વચ્છંદાચરણોને છાપાઓ મારફતે બહાર મુકવાં.
(૧૦) પુસ્તકભંડાર તેઓની સત્તામાંથી કાઢી સ્થાનિક સંધને સોંપવા.
(૧૧) દીક્ષામાં એક પિસે પણ ન ખર્ચ, અને સામેલ પણ ન થવું.
(૧૨) વિહાર માટે ગાડી કે માણસે સાથે મોકલવાં નહી. તેમ પિતે પણ નહી જવું.
અસહકારના જેટલાં અંગે છે તે સર્વને પાળવાં. તે પછી જ સર્વોપરી સત્તાની ખબર પિતાની મેળે પડી આવે તેમ છે. પણ એ ઠરાવ કરવા જતાં પહેલાં શ્રાવક સંઘે પણ પિતાના હિત માટે કડક કાયદા અમલમાં લાવવા ઘટે છે. તે વિના “પપદેશે પાંડિત્યં ” ચાલે તેમ નથી.
(૧) કચ્છી, ગુજરાતી, મારવાડી આદિ સર્વ દેશના શ્રાવક વર્ગ મતભેદ મુકી શક્તિનું એકીકરણ કરવું. ત્યારેજ શ્રાવક સંઘનું નામ શેભશે. જ્યાં સુધી શક્તિનું એકીકરણ ન થાય ત્યાં સુધી હાડકાને માલ કહેનારા કેટલેક અંશે સાચા કરે છે.
(૨) વિદેશીઓની વ્યાપાર નીતિના લીધે સમાજ દ્રવ્યહીન થત અટકાવવાના ઉપાયો જવા.
(૩) કન્યાવિક્રય આદિ કુરીવાજે યુવકેએ બંડખેર બનીને રોકવા (૪) શ્રાવક સંધમાં દુરાચાર અને વ્યસન ઘટે એવા ઉપાય કરવા. (૫) ધર્માતર કેઈ કરી ન શકે એવા પ્રયત્ન ચાલુ રાખવા. (૬) અભક્ષ્ય અને અપેય અટકે એવા કડક ઠરાવો અમલમાં મુકવા. (૭) શારદા એકટને મદદ કરવી. (૮) દેવદ્રવ્યનું એકીકરણ કરી બેંકે બલવી, દેવદ્રવ્ય વધારવું.
(૯) વિવાનાં ખાતાંઓ ખીલવવાં અને વધારવાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
આ પરિસ્થિતિના અંગે યુવક સંઘના ઠરા. ૩૧ આ ઉપરાંત જીવન નીતિમય બને એવા ઠરાવ કરવા. પક્ષ અને તાત્વિક વિચારોને ગૌણ બનાવી આચરણમાં ઉતરે એવા વિચારને ફેલા કર. ગૃહસ્થ ધર્મની ખીલવણું થાય એવા નિયમે બાંધવા.
મને પિતાને એમ લાગે છે કે આ એક દિવસનું કામ નથી પણ કાલાંતરે પણ શ્રાવક અને સાધુ બન્ને સુધરશે ત્યારેજ કલ્યાણ થશે. સવર્તન સિવાય સુખી જીવન સ્વપ્નમાં પણ થતું નથી.
સમાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________ શોવિજ ભાવનગ૨ ) Rabia Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com