________________
દીક્ષા લેવાનાં કારણે.
૧૫ બને છે, એ કંઈ નિયમ નથી. માટે કલેક્ષકારક દીક્ષા લેવાદેવા કરતાં તે ગૃહસ્થી રહેવું સારું.
દીક્ષા લેવાનાં કારણે, જન શાસ્ત્રોમાં દીક્ષા લેવાનાં ૧૮ કારણે મળી આવે છે. (૧) લાજના લીધે અર્ધમંડિત, નાગીલા, ભૂદેવશ્વાત ભાવેદેવે દીક્ષા લીધી. (૨) હાંસી તથા ઉપહાસ્ય કરવાથી ચંડરૂદ્રાચાર્યે બલજબરીથી નવ પરિણિત યુવકને દીક્ષા આપી અને તેજ રાત્રીએ ગુરૂ શિષ્ય બને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શક્યા, તથા પિતાની સ્ત્રી સુભદ્રાએ ધન્ના શેઠની મશ્કરી કરી તેથી શેઠે દીક્ષા લીધી તેમજ નંદીષેણને વેશ્યાએ કહ્યું કે હવે દશમા તમેજ તેથી સંજમ લી. (૩) દેવતાના ભયથી મેતાર્યા અને સોનાર મુનિ થયા. (૪) સ્થૂલભદ્રપર દ્વેષ કરનાર સિંહની ગુફામાં રહેનાર ખરા સાધુ થયા. (૫) સ્નેહના લીધે અરણિક મુનિની માતાએ દીક્ષા લીધી. (૬) લાભના લીધે કપિલ મુનિ મુંડયા. (૭) હઠપૂર્વક બાહુબળીએ સંજય લીધે. (૮) અભિમાનના લીધે દશાર્ણભદ્ર તથા વીરના ૧૧ ગણધરેએ દીક્ષા લીધી. (૯) વિનયના લીધે નમી વિનમી સાધુ થયા. (૧૦) સંગારથી ચિત્ર અને સંભૂતિ બને દીક્ષિત થયા. (૧૧) કીર્તિ માટે આભીરીને વર સાધુ થયો. (૧૨) પરાભવના લીધે કાતિક શેઠે સંજય લીધો. (૧૩) કૌતુકના લીધે ઈદ્રભૂતિથી પ્રતિબંધ પામેલા પરસે તાપસે સાધુ થયા. (૧૪) વિસ્મયથી ઈલાપુત્ર. (૧૫) વ્યવસાયથી આદ્રકુમાર. (૧૬) ભાવથી ભરત ચક્રી. (૧૭) કુલાચારના લીધે ભરતની પરંપરાના સૂર્યવંશી રાજાઓ. (૧૮) વૈરાગ્યથી જંબુ સ્વામી. એમ દીક્ષા લેનારાઓ માટે દષ્ટાંતે જણવ્યાં છે પણ દીક્ષા દેનાર જયંત્ર રચી ગમે તે પ્રયાસે ચેલા વધારવાનું દૃષ્ટાંત જન શામાં કઈ ઠેકાણે જોવામાં આવતું નથી. માટે યુવકોને શ્રદ્ધામાં ખલભલવાનું કોઈ પણ કારણ નથી. યુવકે તો નકલી દીક્ષાના વિરેાધી લેવા જોઈએ. સાચી દીક્ષાના વિરેાધી હોય તે જુદી રીતે વિચાર કરવો પડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com