________________
કૃત્રિમ દીક્ષાને ઇતિહાસ. રમાં મુકવે છે. આ લેખમાં શ્રમણુપક્ષ–એ શબ્દ જ્યાં આવે ત્યાં જુના વિચાર ધરાવનાર પક્ષ સમજ અને નવો પક્ષ જ્યાં આવે ત્યાં સુધારક પક્ષ સમજો.
હરકેઈ મુદ્દાને વિચાર કરતી વખતે પહેલાં તે મુદાનું કારણ શધવું જોઈએ-તેના ઇતિહાસ તરફ લક્ષ દોડાવવું જોઈએ. તે પછી મુદ્દાઓ પર ચર્ચા કરવી ઘટે. માટે દીક્ષાને કલહ કેમ જાગે ? તે પહેલાં શું શું બનાવો બન્યા? એ વાતને વિચાર કરવો જોઈએ.
કૃત્રિમ દીક્ષાને ઇતિહાસ, દીક્ષા દેનારાઓએ અયોગ્ય વ્યકિતઓને દીક્ષા આપવાની પરં પરા ચાલુ કરી. તેથી આ બળ જાગી ઉઠે. કેટલાક દીક્ષા લેનારા દીક્ષા મુકી ભટકવા લાગ્યા, અપવાદ સેવવા લાગ્યા, અનાચારી બની દીક્ષાને વગેવવા લાગ્યા, કલહ કુસંપનાં બીજ વાવવા લાગ્યા, શ્રાવક સંઘમાં વિદેહ ફેલાવવા લાગ્યા, કેટલાક ગૃહસ્થવર્ગ કરતાં - પણુ ઉતરતી પાયરીએ પહોંચવા લાગ્યા. તેમજ દીક્ષા આપનારાઓ શિષ્યમેહમાં ફસાઈ સારા ગ્રહસ્થાના છોકરાઓને ભરમાવી દીક્ષા દેવા લાગ્યા. નવ પરિણિત વધુઓને મુકાવી દીક્ષા દેવા મંડયા. કેટલાક ગરીબ ગૃહસ્થને ધનની લાલચ આપી તેઓનાં સગાં વહાલાંએને પિતાના ભકત પાસેથી રૂપીઆ અપાવી દીક્ષા દેવા લાગ્યા. આ પ્રવૃત્તિ નવા વિચાર ધરાવનારાઓને ગમી નહિ. પણ કરે શું? શ્રાવકોમાં ધનવાને, અગ્રેસરો અને અજ્ઞાન વર્ગ જુની પરંપરારૂઢીમાં સપડાયેલો હોવાથી અને નવા પક્ષનું સંખ્યાબળ અલ્પ હોવાથી કૃત્રિમ દીક્ષાને ન વર્ગ અટકાવી શકશે નહીં. પણ ધીમે ધીમે સ્વરે અવાજ કાઢવા ચાલુ રાખી સંખ્યાબળ વધારવા લાગે. પઠિત વર્ગ આ પક્ષમાં જોડાવા લાગે. તેવામાં રામવિજયજી પર
અમદાવાદની કોર્ટમાં કેસ મંડાયો અને ગતવર્ષમાં મહાસુખભાઈ . પર મુંબઈની કોર્ટમાં કેસ મંડાય. તેથી નવા પક્ષને ઉત્તેજન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com