________________
अहम्
કૃત્રિમ દીક્ષા-પ્રવૃત્તિ કેમ અટકાવી શકાય?
લેખક શ્રી બાલચંદ્રાચાર્યજી. ઠે. શ્રી લંકા ગચ્છ જૈન ઉપાશ્રય-કેટ, મુંબઈ
આમુખ,
જૈન દીક્ષાના સંબંધમાં પરસ્પર ઘણુંજ ઝેર ફેલાઈ રહ્યું છે. શ્રાવક વર્ગમાં દીક્ષા માટે બે પક્ષ-વર્ગ પડયા છે. જુના વિચારના શ્રાવકે એમ માને છે કે મુનિવર્ગ ગમે તેને ગમે ત્યારે દીક્ષા આપી શકે છે. શ્રાવકેએ તેઓને તેમાં સહાયક થવું જ જોઈએ-પ્રતિબંધ કરવાને શ્રાવકોને અધિકાર નથી. ત્યારે બીજો પક્ષ કે જે નવા વિચારે ધરાવનાર છે તે એમ કહે છે કે શ્રાવકેની સમ્મતિ મેળવી જેને દીક્ષા માટે યોગ્ય સમજી શકાય તેને જ સાધુ વર્ગ દીક્ષા આપી શકે. ત્યારેજ નકલી દીક્ષા રોકી શકાશે. એ મતના સૂત્રધાર શ્રીયુત મહાસુખભાઈ ચુનીલાલ છે. અને જુના પક્ષના સૂત્રધાર મુનિશ્રી રામવિજયજી અને આનંદસાગરજી છે. સંવેગી મુનિવર્ગ પ્રાયઃ
આ જુના વિચાર વાળાઓના પક્ષમાં છે. કેટલાક મૌન સેવી રહ્યા છે ખરા, પણ જે વાતને નિષેધ ન કરે તેને પણ તે પક્ષમાં સમજ એ ન્યાય મૌન સેવનારાઓને પણ લાગુ પડે. મુનિ વર્ગમાં જે પક્ષભેદ છે તે દીક્ષા માટે નથી પણ અહંમન્યતાને લીધે છે. છતાં ગણ્યા ગાંઠયા અપવાદ રૂપે મળી આવે તેથી સાધુ સંપ્રદાયમાં દીક્ષાના પ્રશ્ન માટે પડેલા બે પક્ષ કહી શકાય નહી. આ પ્રમાણે સામે સામા બે પક્ષે શાસ્ત્રોને શસ્ત્ર બનાવી લડી રહ્યા છે.
મારે આ લેખમાં કોઈને પક્ષ લઈ લખવાનું પ્રયોજન નથી. મારે કોઈને ખરા ખોટા ઠરાવવા નથી. મારે મારો સ્વતંત્ર મત જાહેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com