________________
(૨૧)
( 6) પ્રસ્તાવના
૧ કૃત્રિમદીક્ષાને કલહ જ્યારથી જાગે છે ત્યારથી આજ લગી જે જે ઘટનાઓ બની છે, સામેસામા જે જે આક્ષેપો થયા છે, તે સર્વને વિચાર કરીને મધ્યસ્થ ભાવ રાખી આ નિબંધ લખવામાં આવેલ છે; માટે પાઠકએ સંપૂર્ણ વાંચી પછીજ પિતાને નિર્ણય આપ ઘટે છે. આ નિબંધમાં જે જે વિષયો ચર્ચવામાં આવ્યા છે તે વર્તમાન યુગને વિચાર કરીને અને સાથે સાથે શાસ્ત્ર અને ઈતિહાસનો આશ્રય લઇને જ ચર્ચા છે. ઉછાંછલાપણું કે મતાગ્રહ કે અપશબ્દોને આશ્રય લેવામાં આવ્યો નથી. પણ દીક્ષા માટે ખરે વિચારવિનિમય કરવામાં આવે છે. આટલા માટે સ્વાતંત્ર્યપ્રિય પાઠકએ આ નિબંધને વાંચી જ જોઈએ.
૨ બાલદીક્ષા માટે જે વિચારે જણાવવામાં આવ્યા છે તે ભાગવતી દીક્ષા માટે જણાવેલા છે. આ નિબંધમાં ભાગવતી દીક્ષાને અર્થ પણ સ્પષ્ટ રીતે જણાવેલો છે. તેને લક્ષમાં રાખીને જ વિચાર કર ઘટે છે. દીક્ષાના પાંચ ભેદે દર્શાવ્યા છે તેમાં પહેલી ભગવતી દીક્ષા છે કે જેને હિન્દુઓ “ઉપનયન કહે છે માટે સાધુષ પહેરાવવાથીજ ખરે દીક્ષિત બની જાય છે એમ કોઈએ સમજવું નહી. ખરો દીક્ષિત તે સંસ્કારથી બને છે આ વાત લક્ષમાં રાખીને બાલદીક્ષા માટે લખવામાં આવેલું છે. ઓગસદીક્ષાને હું પક્ષપાતી નથી.
૩ બોગસ બાલદીક્ષા અટકાવવા માટે ગાયકવાડ સ્ટેટના કૌન્સીલર શા. લલ્લુભાઈ કિશદાસ. તરફથી વડોદરા રાજ્યની ધારાસભામાં આગામી બેઠકમાં દીક્ષા નિયમના અંગે એક ઠરાવ આવનાર છે અને તે ઠરાવને જન યુવકને ટકે છે. એ સ્તુતિપાત્ર છે. પણ
જ્યાં સુધી ભારત સરકારની એસેન્લી તરફથી આ ઠરાવ પાસ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com