________________
પ્રસ્તાવના.
કારણ કે યુક્તાયુક્તને પ્રશ્ન જ જુદો છે. પણ સત્તા કેણુ ચલાવી શકે છે? તેના દષ્ટાંત રૂપે યતિશ્રી પૂજ્યોની સત્તાના ઈતિહાસનો નમુને આપવામાં આવે છે આ વાત પાઠકેએ લક્ષમાં લેવી ઘટે છે.
૮ મારા નિબંધમાં કોઈને મતભિન્નતા રહેલી દેખાય તે એમાં આશ્ચર્ય જેવું કાંઈ પણ નથી પરંતુ સમાજહિતને આદર્શ સામે રાખીને જ આ નિબંધ લખવામાં આવેલો છે. મારે કોઈ વાતને આગ્રહ નથી. સાધુસંસ્થાથી અસહકાર કરવા માટે તથા યુવકે માટે મેં જે વિચારે આ નિબંધમાં દર્શાવ્યા છે તેવા વિચારે બીજા કેટલાક સુલેખક તરફથી પ્રગટ થવા લાગ્યા છે અને કેટલાક ગામના સંઘોના ઠરાવો પણ થયા છે એ જોઈ મને ખાત્રી થાય છે કે વર્તન માન યુગને અનુસરીને જ આ નિબંધ છે. પરંતુ દીક્ષાને વિષય વર્તમાનના કદાગ્રહમાં સપડાએલો હોવાથી, મતભિન્નતાને લીધે કોઈ બેટું ખરું પણ મારા માટે કહેશે પણ તે માટે મારા હૃદયમાં સદા 'ઉપેક્ષા છે. સર્વે સુખી થાઓ એ ભાવના છે. અસ્તુ.
બાલચંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com