________________
૨૨ શું યુવકને આદર્શ યતિ-સાધુઓની અપેક્ષા છે? બનાવેલી છે ત્યાં તે ભલે ઉતરે. પણ ગુજરાત કાઠીયાવાડમાં તે યતિવર્ગનું અનુકરણ કરી સંવેગીઓ પિતે મઠાધિપતિ બની બેઠેલા છે. અમદાવાદમાં અમુક ઉપાશ્રયમાં વિમલ વાલાજ ઉતરી શકે છે. તેમજ બીજા બધા ઉપાશ્રયની એજ હાલત છે. માટે શ્રીપૂજ્ય એક થાય, રીતસર ચાલે પ્રચાર કરે તે શ્રી પૂજ્યની સત્તાને આજ પણ સ્વીકાર થઈ શકે તેમ છે. કેશવજી પક્ષના કાગચ્છની અને બીકાનેરના ખરતર ગચ્છની સત્તા આજે પણ કેટલાક અંશમાં શ્રાવકે પર ચાલે છે. અને શ્રાવકે પણ ખુશીથી સ્વીકારે છે. એ વાત પર શ્રી પૂજ્યોએ લક્ષ્ય પહોંચાડવું ઘટે છે.
આજે ચેલાઓ ભાગી જાય છે, બીજા સંઘાડા વાળા રાખી લે છે, વેષ મુકી દે છે તે પર તે સત્તા ચાલતી નથી અને કહે છે કે સર્વોપરી સત્તા અમારી છે. સત્તા છે કયાં? કોન્ફરન્સમાં, સભા સેસાયટીઓમાં પ્રતિનિધિ તરીકે પણ હકક ગુમાવી બેઠા છે. લાલન શિવજીને સંઘ બહાર મુકી શું સારું કર્યું? માટે ધાર્મિક અરાજકતાને લીધે કોઈની પણ સત્તા કેઈ પર રહી નથી. સ્વચ્છંદાચરણ વધી પડ્યું છે. તે હવે અટકાવવું અશકય છે.
શું યુવકને આદર્શ યતિ-સાધુઓની અપેક્ષા છે?
આખા શ્વેતાંબર સમાજમાં પ્રસિદ્ધ પામેલા, ઉગ્ર ત્યાગવૃત્તિ વાળા એક બે યતિ સાધુ મળી આવે તેમ છે. સિદ્ધગીરીની છત્રછાયામાં યતિશ્રી મોતીચંદજી મહારાજ ત્રણેક વર્ષથી રહે છે. બે પાત્ર, એક પાણીનું નાનું કુંડું બે ત્રણ નાનાં વસ્ત્રો અને મુખ વસ્ત્રિકા, રજોહરણ સિવાય બીજો કંઈ પણ પરિગ્રહ રાખતા નથી, વિહારમાં કોઈને સાથે લેતા નથી. માર્ગમાં કોઈને રસ્તે પુછતા નથી. ગોચરી મધ્યાહુકાળમાં એક વખત જાય છે. પાણું પણ તેજ વખતે લઈ આવે છે. અને કઈ વૃક્ષ નીચે કે ખંડિયેરમાં બેસી
આહાર કરી લે છે. રાત્રિમાં પણ ગમે ત્યાં સુઈ જાય છે. ઉપાશ્રય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com