Book Title: Kutrim Diksha Pravrutti Kem Atkavi Shakay
Author(s): Balchandracharya
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 24
________________ ૨૪ શું સાધુઓ ભારતને વર્તમાનમાં ઉપયોગી છે? અમારે શું કરવાનું છે ? આ તેઓની કરૂણભાવના છે. અને શ્રાવકે તેઓની આજ્ઞાથી લાખ રૂપીઆ ખર્ચે છે, સખાવત કરે છે, એ શું આશ્ચર્ય નથી ? અસ્તુ ત્યારે શું સાધુએ ભારતને વર્તમાનમાં ઉપયોગી છે ? ભારતમાં સાઠલાખ ભિક્ષુક ગણાય છે. તેમાં ઘણે ખરે ભાગ નિર્માલ્ય છે, અપઠિત છે, વ્યસની છે અને પ્રમાદી છે. ભિક્ષુક બ્રાહ્મણ, તિર્થોના પંડાએ, મંદીરના મહંત જે દેશના અન્નજલથી પિષાય છે, સુખી બનેલા છે તે દેશ માટે યથાશક્તિ કંઈ પણ કરતા નથી, એવા આક્ષેપ દેશસેવકો તરફથી થાય છે, અને તેના લીધે શિક્ષિતવર્ગને ભાવ સાધુ વર્ગ માટે એ છે થતું જાય છે. ઘણું અંશે આ વાત સાચી પણ છે. છતાં હિંદુસમાજ તેમને સુધારવા માટે કંઈ કરતો નથી. દીગંબરી ભાઈઓ તેરા પંથીઓના ઉદ્યોગથી ધર્મગુરૂઓના ત્રાસથી બચ્યા છે. સંગઠન શક્તિ પ્રાપ્ત કરી છે. પિતાને મેક્ષ પોતે જ કરવા કેશીષ કરી રહ્યા છે. સ્થાનકવાસીઓને ધર્મગુરૂઓ છે ખરા પણ અભણ વધારે છે, તેથી સમાજમાં ઉપદ્રવ વધારી શકતા નથી. અને તે સમાજ એવી કુરતીએમાં સપડાએલો છે કે આગળ વધી શકતો નથી. તે જ્યાં જુવે કે કંઈ કરે તેમાં તેઓને પાપ, પાપ અને પાપજ દેખાય છે. છતાં હવે કંઈ સુધરવા લાગ્યા છે ખરા. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોમાં યતિઓ શિથિલાચારના લીધે પતન અવસ્થામાં જઈ પહોંચ્યા છે ખરા પણ યતિવર્ગમાં સમાજધાતક કામ કેઈએ કંઈ કર્યું હોય એમ જાણવામાં નથી. અને તેથીજ આ અવસ્થામાં પણ યત્રતત્ર ટકી રહેલા છે. જે યતિવર્ગને સમાજ ટેકે આપે-સાક્ષર ઉત્પન્ન કરી બંધારણમાં લે અને સમાજહિતનાં કામમાં તેઓને જોડી મુકે તે તેમાંથી પ્રચાર કાર્ય માટે એક મેટી સંસ્થા ઉભી કરવાનું શ્રેય મળી શકે છે. યતિસમાજ મધ્યમ કલાસને વર્ગ હોવાથી શ્રાવક અને સાધુ બન્નેને ઉપયોગી થઈ પડે તેમ છે. માટે શ્રાવકસંઘે આ તરફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32