________________
શું યુવકને આદર્શ યતિ-સાધુઓની અપેક્ષા છે?
૨૩
કે ધર્મશાળાને પણ પ્રતિબંધ રાખતા નથી. ગૃહસ્થ સાથે કઈ પણ પ્રકારને પરિચય રાખતા નથી. કેઈને કાગળ પત્ર પણ લખતા નથી. ગચ્છ કે મતને આગ્રહ નથી. માંદગીમાં કેઈથી પિતાની સેવા શુશ્રષા કરાવતા નથી. સદા આત્મધ્યાનમાં મગ્ન રહે છે. સાંભળવા પ્રમાણે પાલીતાણાના ઠાકોર સાહેબ અને રાણી સાહેબા માણસેથી તપાસ કઢાવી જંગલમાં જ્યાં મોતીચંદજી બેઠા હતા ત્યાં વાંદવા ગયેલા અને વાંદીને ઠાકોર સાહેબે ફરમાવ્યું કે જે સગવડ જોઈએ તે આજ્ઞા કરે, ત્યારે ઉત્તર મળ્યો કે બધી સગવડ છે. કલકત્તાના બાબુ રાયકુમારસિંહજી તથા વરાડ અને સી. પી. પ્રાંતના ઘણા શ્રાવકે બે ચાર દિવસ હેરાન થયા ત્યારે તેમને પતો મળ્યો. ભક્ત શ્રાવકો ફેટે ખેંચવા લાગ્યા તે મોઢું ઢાંકી બેસી રહ્યા. જેવો ત્યાગ વૈરાગ્ય છે તેવું જ શાસ્ત્રનું જાણપણું પણ સારું છે. છતાં નમ્રગુણ ઘણો છે. પાલીતાણાના માળી કળી આદિ જૈનેતર વર્ગ કહે છે કે એ ખરા સાધુ છે. અમે પણ એમના ભક્ત છીએ. બીજા સાધુઓ વાણીઆઓના ગુરૂ છે. યાત્રા ત્યાગના ટાઇમમાં ચહા રોટલા ન મળવાની બીકથી બીજા બધા સાધુઓ પાલીતાણુથી વિહાર કરી ગયા પણ યોગીશ્વરે તે વખતે ત્યાં પહોંચી તપશ્ચર્યા કરવા માંડી. કેઈ અજ્ઞાત પુછે છે કે તમે કોણ છે તે ઉત્તર મળે છે કે ભિક્ષુક છું યતિ છું. ઉપદેશ સાંભળ હેય તો સંભળાવે છે પણ આત્મસાધનમાં વિશેષ લક્ષ આપે છે. માટે આદર્શ ત્યાગી આપણુમાં હજી છે ખરા. કપૂરવિજયજી પણ ત્યાગમૂર્તિ સંભળાય છે. ત્યારે બીજો પક્ષ એવે છે કે વિહારમાં સાથે ગાડીઓ રાખે છે, જ્ઞાનખાતાના પૈસા પર પિતાની સત્તા રાખે છે, અને પિતાનાં રાગી શ્રાવકે પાસે નાણું જમા કરાવે છે. જ્ઞાન ભંડાર પર સતા રાખે છે, માલારોપણ, ઉપધાન આદિના ચઢાવવાનું દ્રવ્ય વિગેરે પિતાના જ્ઞાનખાતામાં મોકલે છે. કાગળ પત્રો લખે છે, રજીસ્ટરો મંગાવે છે. અને એમ કહે છે કે શ્રાવકે ભલે દુઃખી થાય, દરીદી થાય, ગમે તે થાય તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com