________________
૨૫
સંવેગી મુનિઓની કથા. લક્ષ પહોંચાડવું એગ્ય છે અને મારી સૂચના ગ્ય જણાય છે તેમ કરવું ઘટે છે.
- હવે રહી સંવેગી મુનિઓની કથા.
આ કથા પણ ઘણું મટી છે. પણ હું સંક્ષેપમાં એટલું જ કહેવા ઈચ્છા રાખું છું કે સત્યવિજયજી પંન્યાસથી માંડી આત્મારામજી પર્યત ઉગ્ર ત્યાગ વૈરાગ્યના લીધે સંવેગી સમાજ શ્રાવકસંઘને પ્રિય હતે. પણ તે પછી એટલે દશ વિશ વર્ષોમાં તેઓમાં અહં. મન્યતા પ્રસરી. પરસ્પર લડવા લાગ્યા, અભણને મુડવા લાગ્યા, ધર્મના બહાને અપવ્યય કરાવવા લાગ્યા અને સત્યવિજયજી આદિ પહેલાંના સાધુઓ કરતાં આચારમાં પણ શિથિલ બન્યા. કેટલાક રેલવે વિહારી થયા. કેટલાક આશ્રમે બાંધી બેઠા. અને કેટલાક
જ્ઞાનદ્રવ્યના મોટાં મોટાં ફંડે કરાવી પિતાના ભક્ત શ્રાવકે પાસે : રાખવા લાગ્યા, અને છેવટે કૃત્રિમ દીક્ષા આપી પિતાના શિષ્યો
વધારવાની તેમનામાં કુલાલચ વધી. એવાં બીજા પણ કેટલાંક કારણોના લીધે શ્રાવક સંઘે ત્રાસ પામી હમણાં થોડા વખતથી નિર્ભયપણે વિરોધ ચાલુ કર્યો. પણ એવા સાધારણ ઉપાયથી કૃત્રિમ દીક્ષાનું પડ્યુંત્ર રોકી શકાય તેમ મને તે લાગતું નથી. અસાધ્ય રોગ માટે તીવ્ર માત્રાની જરૂર પડે છે, તેમ આ વખતે જન થાય તેજ સમાજ રોગમુક્ત થાય તેમ છે.
હવે સાધુઓએ શું કરવું જોઈએ? ભારતને આખો સાધુ સમાજ વિદ્યામાં ગૃહસ્થો કરતાં ઘણું પાછળ પડી ગયું છે. માટે આ તરફ વળવું જોઈએ. રાષ્ટ્રભાવના, રાજ્યબંધારણ, સાયન્સ આદિ જેટલા વિષયોનું જ્ઞાન ગૃહસ્થાને છે તે કરતાં વધારે જ્ઞાન મેળવી પિતાના આચાર વિચારમાં તે ઉત્કૃષ્ટતા બતાવે તે ભારતનાં કષ્ટો પણ દુર થાય અને પોતે પણ પૂજાય. અને પિતાની મેળે પિતે મુખ્ય આધારસ્તંભ ગણાય. માટે જૈનેતર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com