Book Title: Kutrim Diksha Pravrutti Kem Atkavi Shakay
Author(s): Balchandracharya
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 27
________________ સાધુ યતિ સંસ્થાની આવશ્યકતા છે? છે. આજે ક્રિશ્ચિયનનાં એરફનેજે, આર્યસમાજનાં ગુરૂકુલો, અનાથાલયમાં ધર્મના સિદ્ધાંતે બાળપણમાં દૃઢ કરાવી આપે છે કે તે આગળ જતાં ધર્મનું પરિવર્તન કરી શકતા નથી. ચિત્યવાસના કાળમાં ગરીબ છાત્રોને અન્ન વસ્ત્ર આપીને પોતાની પાસે રાખી ભણાવી દીક્ષા આપતા. અનાથાલયની કલ્પના જનોએ ચાલુ કરી, ચિત્યવાસ પછી યતિઓએ પણ આ પરંપરા ચાલુ રાખી. ત્યાં સુધી. યતિવર્ગ સંખ્યાબળમાં સારી સ્થિતિ ભાગવતે રહ્યા અને બાળપણથી વિદ્યાભ્યાસ કરાવી પ્રખર વિદ્વાને ઉત્પન્ન કરતો રહ્યો. પણ યતિ વર્ગો તે નીતિને ત્યાગ કર્યો કે પરિસ્થિતિએ કરાવ્યો, ગમે તે કહો, પણ તે પરંપરા મુકી ત્યારથી યતિ વર્ગ ઘટો અને વિદ્વાને પણ ઉત્પન્ન કરી શકશે નહીં. માટે દીક્ષા બાળવયમાં દેવી વધારે લાભકારક છે. અને બાળ દીક્ષાથી આવા ઝગડાઓ જે થાય છે તે અટકશે. એમાં એક અપવાદ એ રહે છે કે નાના છોકરાઓને ભરમાવી, લાલચો બતાવી કેટલાક ઘરેના દ્વાર બંધ કરવાનું બને છે. પણ આવાં કામેને તે જરૂર અટકાવા જોઈએ છે. અપવાદે તે દરેક કામમાં રહેલા હોય જ છે પણ તેથી કાર્યો બંધ કરી શકાય નહી. અપવાદોને ભલે અટકાવે. સાધુ યતિ સંસ્થાની આવશ્યકતા છે? મારા મતે તે સારા સાધુ યતિઓની ઘણું આવશ્યકતા છે. આને નાશ કરવા કરતાં સુધારવાના પ્રયત્ન કરવા જોઈએ. આજે જેનેને આખો સમાજ સંખ્યાબળમાં બહુજ નાનો બન્યો છે. દશ બાર લાખ જેટલા માણસો રહી ગયાં છે. તે વિનાશક કામે મુકી વિધાયક કામો કરવા ઘટે છે. માટે સાધુ યતિ સંસ્થાને સુધારી ક્રિયા માર્ગને થેડુ ગૌણ બનાવી જ્ઞાનમાર્ગને ઉત્તેજન આપી દેશકાળ અનુસરી સાધુસંસ્થા મારફત સંખ્યાબળ વધાસ્વાને પ્રયત્ન ચાલુ થાય તે લાખોની સંખ્યામાં જને વધવા મંડે. જેમ બીજા ધર્મવાળા આપણામાંથી ખેંચી ગયેલા છે તેમ આપણે પણ બીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32