________________
સંધ એટલે શું? સ્થૂલિભદ્રની વિશેષતા ગણાય છે. ૮૪ ચોવીસી સુધી તેમનું નામ ચાલવાનું કહેવાય છે. એ અપેક્ષાએ વિચાર કરવાથી તે ગૃહસ્થ ધર્મનીજ ઉત્કૃષ્ટતા સિદ્ધ થાય છે. ગૃહસ્થપણાના બેજાથી ગભરાઈ બાવા થવું એ કાયરતા છે. ખરા દીક્ષિતેને તે સ્વાભાવિક રીતે ઈક્રિયાને નિગ્રહ થઈ જાય છે, વિકારે નાશી છુટે છે, એમ ક્રમે ક્રમે ત્યાગમાર્ગ પોતાની મેળે ઉદયમાં આવી જાય છે એટલે દીક્ષા માટે ધમાલની જરૂર નથી. શાસન પક્ષ ઉભું કરવાની આવશ્યકતા. નથી. ખરી દીક્ષાને કોઈ અટકાવી શકતા નથી. કૃત્રિમ દીક્ષા માટે: પ્રતિબંધ થાય છે, થયા છે અને થવાના છે. વર્તમાનમાં દીક્ષાને ઝગડે પણ નકલી દીક્ષાને જ છે. અસલી દીક્ષાને નથી. અસલી દીક્ષા માટે સંધ આડો આવી શકતા નથી.
સંઘ એટલે શું? સામુદાયિક શક્તિના અર્થમાં સંધ શબ્દને ઉપયોગ કરવામાં આવે છે, પછી તે શક્તિ સાધુ સમુદાયની હોય કે સાધ્વી સમુદાયની હોય, શ્રાવક સમુદાયની હોય કે શ્રાવિકા સમુદાયની હેય. પણ સમુદાયની શક્તિઓનું એકીકરણ થયેલું હોવું જોઈએ. બે અઢી હજાર વર્ષથી આ શબ્દ માં અને જેમાં વિશેષ રૂપે વાપરવામાં આવેલ છે. અને ગાંધીજીની ચળવળ પછી રાષ્ટ્રીય ભાવનામાં પણ આ શબ્દને વિશેષ ઉપયોગ થવા લાગે છે. તેથી સર્વ સાધારણના પ્રચારમાં આવી ગયેલ છે. છતાં બે અઢી હજાર વર્ષ પહેલાં આ શબ્દ સાધુ સમુદાયની એકત્રિત શક્તિ માટે જ ઉપયોગમાં આવતું હતું. સંઘના નામે કરાવો કરેલા તે સાધુ સંઘેજ કરેલા એમ ઈતિહાસ કહે છે, જ્યારે શ્રાવક સંઘે મળીને ઠરાવો કરેલા હોય એમ ઈતિહાસ દર્શાવતું નથી. ભદ્રબાહુને દક્ષિણથી બોલાવવામાં આવ્યા હતા તેમાં પણ સાધુઓની સંમતિ હતી, સિહસેનને ગરછમાં પાછા લેવા માટે ગુરૂને વીનવ્યા છે, ફરજ કે પાડી નથી. છતાં વિધિવાદમાં સંધના ચાર ભેદો દર્શાવેલા હોવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com