Book Title: Kutrim Diksha Pravrutti Kem Atkavi Shakay
Author(s): Balchandracharya
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 19
________________ સત્તા કોની શ્રાવક સંધને પણ પિતાના હિતાર્થે ઠરાવો કરવાનો અધિકાર છે, શ્રાવિકા સંધને પણ હક્ક છે, અને શ્રમણું સંઘને પણ હકક છે. ચારે પ્રકારના સંઘોમાં પરસ્પર મતભિન્નતા જાગે તે પિતાનું બળ વધારવું સામુદાયિક શક્તિ પ્રગટાવવી એ અયોગ્ય તે નજ ગણાય. અને ચારે તેમાં એકવાક્યતા હોય ત્યારે પહેલે હક્ક સાધુઓ માટે છેજ. શ્રાવકે માટે સાધુઓ અને સાધુઓ માટે શ્રાવકે સદુહેતુથી દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે કરાવો કરી શકે છે. માટે હવે સંઘસત્તાના સંબંધમાં વિચાર કરવાની જરૂર છે. સત્તા કેની? યુવક પક્ષ એમ માને છે કે શ્રાવક સંધની સત્તાને અંકુશ સાધુઓ ઉપર બેસાડે ત્યારે જુને પક્ષ (શ્રમણ પક્ષ) એમ કહે છે કે સર્વોપરિ સતા સાધુવર્ગની છે. ખરું જોતાં તે આત્મસાધનમાં કોઈની સત્તા કેાઈ પર ચાલી શકતી જ નથી. અને આ સ્વતંત્રતાના જમાનામાં ગુરૂની શિષ્ય ઉપર અને બાપની સત્તા: બેટા ઉપર પણ ચાલતી નથી. સત્તા કહેવાથી કે માગવાથી મળી શકતી નથી. અને સત્તાને તે પ્રાપ્ત કરવી જોઈએ છે. ભારત આજે પિતાની સત્તા માટે જ પ્રયત્ન કરી રહ્યો છે. સત્તાને પ્રશ્ન જેવો તેવો નથી. સર્વોપરિ સત્તા પિતાની કહેનારાએ શત્રુંજય યાત્રા ત્યારના સમયમાં સત્તાને શું ઉપયોગ કરી બતાવ્યું ? ખરી રીતે જોતાં તે શ્રી પૂજ્યોની સત્તાને નાશ થયો ત્યારથી સત્તા શ્રાવકે પાસે પહોંચી ગયેલી છે. સાધુઓની સર્વોપરિ સત્તા ક્યા કામમાં રહેલી છે તેની સમજ પડતી નથી. સત્તા માટે ભંડારેને કબજો હોવો જોઈએ છે, મંદિર, ઉપાશ્રય, ધર્મશાળા, આદિ સ્થાવર જંગમ મિલ્કતનાં કાગળપ, સરકારી લેખ, વહીવટના હીસાબો પોતાના કબજામાં અને પોતાના નામે ચઢેલા હોવા જોઈએ છે. તેની સત્તા મનાય છે. અને તે સત્તા આવક વર્ગ પાસે છે. ફક્ત સાધુ સમુદાય પાસે એક સત્તા રહી છે કે શ્રાવકામાં બે ત્રણ તડાં કરાવી એકાદ તડને પિતાના પક્ષમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32