________________
દિક્ષાના ભેદે.
૧૭
પાંચ ભેદ જ થાય છે. સમકત સ્વીકાર થાય તે ભાગવતી દીક્ષા. બીજી અણુવ્રત દીક્ષા, ત્રીજી મહાવ્રત લેતી વખતે લઘુ દીક્ષા, ચેથી માંડલીયા યોગ વહન કર્યા પછી જે વડી દીક્ષા દેવાય છે તે, અને પાંચમી આચાર્ય આદિ પદવી પ્રદાન કરતી વખતે જે જે ક્રિયાઓ કરીને પદવી લેવાય છે તે દીક્ષા. એમ પણ પાંચ દીક્ષાઓ શાસ્ત્રાનુકૂલ ગણી શકાય તેમ છે. આ પાંચ ભેદોમાંથી ખરી દીક્ષા તે પહેલી જ દીક્ષા છે. જન્માંતરે સાથે ચાલનારી છે. “સવ્વ સાવજજ”ને પાઠ તો આ ભવ માટેજ છે, પણ “ઈહિ સમ્મત”ને પાઠ ભાવ સાથે ચાલનારે છે. અર્ધ પુદગલ પરાવર્ત કરનાર છે. મેક્ષની ઈમારતને પાયો છે. તેને વેશ કે લિંગની પરવા નથી. વેશવાળા તે કેટલાક અટકી શકે પણ આ દીક્ષા લેનારની પ્રગતિને કઈ રોકનાર નથી. બીજી દીક્ષાઓમાં તે વખતે દંભ પણ ચાલી શકે પણ એમાં દંભ રહી શકતું નથી. દીક્ષાનો અર્થ છે દિવ્યતા આપનાર. આ અર્થ જૈન અને જનેતર સર્વને માન્ય છે. ખરી દીક્ષા લેનારને અપવાદને આશ્રય લે પડતા નથી. વેશ કે લિંગ એને કનડગત કરી શકતા નથી. એ દૃષ્ટિએ ગૃહસ્થ પણ દીક્ષિત ગણી શકાય. મારા મત પ્રમાણે તે ગૃહસ્થ દાન, શીલ, તપ અને ભાવ એમ ધર્મના ચારે અંગની ઉપાસના કરી શકે છે, જ્યારે ભિક્ષુક બન્યા પછી દાન દેવાને માર્ગ અટકી જાય છે, માટે સાત ક્ષેત્રને પોષનાર શ્રાવક ક્ષેત્રજ છે. પિતાના બળે ઉભા રહી કુટુંબનુ પાલણપોષણ કરી યથાશકિત ધર્મનું આરાધન કરનાર અને નીતિમય જીંદગી ગુજારનાર શ્રાવક પણ મેક્ષને અધિકારી છે. સાધુ વેશ પહેરી વનમાં રહેનાર રાગી પુરૂષને તે ત્યાં પણ દોષ લાગવાને સંભવ રહે છે, અને નિરાગ ચિત્તવાળા પુરૂષને ઘર પણ તપોવન સમાન છે. માટે ભર્તુહરી
જેવા નીતિકાર ગૃહસ્થાશ્રમને ધન્ય માને છે. શ્વેતાંબર શાસે મેક્ષમાર્ગ માટે ૧૫ ભેદ કબુલ કરે છે તે પૈકી ગૃહસ્થલિંગે સિદ્ધ થાય એમ સ્પષ્ટ છે. મેહ રાજાના ઘરમાં રહી મેહને હઠાવ્યો તે માટે તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com