________________
યુવકો માટે જૈન પતમાં તંત્રીજી શું કહે છે? ૧૩ પ્રાતમાં સાધુવેષ મુકી દીધેલને વ્યવહાર પોતાની ન્યાતજાતમાં પહેલાં જેવોજ કાયમ રહે છે. પાછો શ્રાવક થઈ સમુદાયમાં ભળી જાય છે. તેથી દીક્ષા મુકનાર પર જાતિને અંકુશ રહેતો નથી. જ્યારે બીજ પ્રદેશમાં દીક્ષા મુકનારને જાતમાં લેતા નથી તેથી દીક્ષા મુકનારને બને બાજુથી ભ્રષ્ટ થવાનો ભય હોવાથી દીક્ષા મુકી પાછા ઘેર ચાલ્યા જવાનો માર્ગ અટકી પડેલે છે. બીજી વાત એ છે કેસાધુઓને અયોગ્ય દીક્ષા પ્રવૃત્તિની ટેવ ગુજરાત આદિ પ્રદેશેએ જ લગાડી છે. તેનાં ફળો આજે તેને ભોગવવા પડે છે. બીજા પ્રદેશમાં એવા જયંત્ર રચે તો રોટલા મળવા પણ મુશ્કેલ થઈ પડે તેમ હોવાથી આ પ્રશ્ન જેટલો આખા ભારતના જનેને ત્રાસદાયક નથી તેટલો ગુજરાત આદિ પ્રદેશને વધુ ત્રાસદાયક છે. અને તે માટે જ આ સમયમાં ગુજરાત દેશ ખલભલી ઉઠયો છે. છતાં બીજા પ્રદેશના ડાહ્યા માણસો પણ ટેકો આપવા લાગ્યા છે.
યુવકે શું કરી રહ્યા છે? યુવકે નકલી દીક્ષા પ્રવૃત્તિના પયંત્રને તોડવા યત્રતત્ર યુવક સંઘની સ્થાપના કરી રહ્યા છે. તેઓની માન્યતા એ છે કે-નવ સૃષ્ટિને સરજણહાર યુવક છે. માટે આ યંત્રને યુવક તેડી શકે છે. પણ યુવક એટલે સૈનિક (મિલીટરી મેન) છે. તેને મુસદ્દી વર્ગના ટેકાની જરૂર છે. ત્યારેજ યુવક ક્રાંતિ કરી શકે છે. નિદાન કરનાર ચિકિ સકજ રોગ દુર કરી શકે છે. મુસદ્દી વર્ગ વગરને યુવક સંધ “અવ્યાપારેવું વ્યાપાર પણ કરી શકે છે. આ તરફ યુવકોએ લક્ષ્ય આપવું જોઈએ છે.
યુવકો માટે “જૈન” પત્રમાં તંત્રી શું કહે છે?
એક પત્રિકાના આધાર પરથી “જન પત્રમાં “શાસે વિષેની શ્રદ્ધા આખું બંધારણ પુનર્વિધાન માગે છે ” આ મથાળા હેઠળ અગ્ર લેખમાં તંત્રીજી લખે છે કે “શાસ્ત્ર વિષેની શ્રદ્ધા પણ ખલભળી ઉઠી છે” તથા “મનુ કે યાજ્ઞવલય કંઈ મૂર્ખ સ્મૃતિકારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com