Book Title: Kutrim Diksha Pravrutti Kem Atkavi Shakay
Author(s): Balchandracharya
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 5
________________ પ્રસ્તાવના વિચારના છે તે શું કરવા સ્વતંત્ર રહેવા ચાહે છે? એને ખુલાસે બહાર પાડવો ઘટે છે અને જેઓ ખુલાસે જાહેરમાં મુકતા નથી અને એમ છાનામાના કહે છે કે “અમારે માધ્યસ્થ ભાવ છે તેઓ બન્ને પક્ષને રાજી રાખવાની કાયરતા દર્શાવી રહ્યા છે, એમ કહેવામાં કાંઈ પણ હરકત નથી. અર્થાત તે ખરા સ્વતંત્ર વિચારવાળા નથી પણ પિતાનું ભલું મનાય તેમ “રામાય સ્વસ્તિ રાવણય સ્વસ્તિ’ દર્શાવવા માટે છે પણ “મનકી તે રામ જાને.” અસ્તુ. - ૬ “સાધુ વિ. સાધુસંસ્થા ના મથાળા હેઠળના અગ્ર લેખે જનપત્ર પુસ્તક ૨૭ ના ૪૭–૪૮ માના અંકમાં પ્રકટ થયા છે. તે લેખ તંત્રીજીએ ઘણુંજ સારા અને ઉપયોગી લખ્યા છે. અને મારા આ નિબંધમાં સાધુસંસ્થા સાથે અસહકાર કરવાના જે નિયમો દર્શાવ્યા છે તેને તંત્રીજીના બને અગ્રલેખે ખરેખર પુષ્ટિ આપનાર છે. તે લેખમાં મે. ગી. કાપડીયા માટે જે ઊહાપોહ કરે છે તે અયથાર્થ તે નથી જ, કારણ કે તંત્રીજી કહે છે કે-“સચ્ચરિત્ર સાધુ અને સામાન્ય સાધુસંસ્થા એ બને પૃથફ વસ્તુઓ છે. સચ્ચરિત્ર સાધુ પુરૂષો અને સાધુઓની આખી સંસ્થાને ભેળવી દેવામાંથી જ આજની ઘણુંખરી મુંઝવણ જન્મી છે.” “ભાઈશ્રી મોતીચંદ કાપડીયા જેવા વિચારકો પણ એ જુના સંસ્કારમાંથી છટકી શકયા નથી” “ગમે તે પ્રકારે પણ એ (સાધુ) સંસ્થા વીસમી સદીએ નભાવી લેવી જોઈએ.” એમ જે કાપડિયાજી માને છે તેનું કારણ એ છે કે સાધુ વગને સહવાસ અધિક રાખવાથી નવા વિચારના અને સજજન પ્રકૃતિના હોવા છતાં પણ તેને નભાવિ લેવા માંગે છે. પણ તંત્રીછના લેખમાં સચ્ચરિત્ર સાધુ પુરૂષ અને આખી સાધુ સંસ્થા માટે જે પૃથક્કરણ દર્શાવેલું છે તે વાંચી શ્રીયુત મોતીચંદભાઈ એ દૃષ્ટિ રાગમાંથી છટકી જાશે એમ હું માનું છું અને શ્રાવક છે કે સાધુ હે યતિ છે કે જનેતર હે ગુણઃ પૂજા સ્થાન”ને સ્વીકારી ચાલશે તે વધારે સારું છે. કારણ મોતીચંદભાઈને સાધુઓ માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32