________________
વડેદરાની સેન્ટ્રલ લાઈબ્રેરીના જૈન પતિવર્ય ઈતિહાસન શ્રીયુત લાલચન્દ્ર ભગવાનદાસ ગાંધીનો
અભિપ્રાય
ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહને દ્વિતીય વિભાગ. સંશોધન, ભાષાંતર તથા વિવેચન કરનાર છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. પ્રસિદ્ધકર્તા આગમેદયસમિતિ તરફથી શ્રીયુત જીવણચંદ સાકરચંદ ઝવેરી, મુંબાઈ.
જૈન કવિ માનતંગરિનું “ભક્તામર' નામથી પ્રખ્યાત સ્તોત્રકાવ્ય, કવિ કાલિદાસના મેધતની જેમ વિદ્વાનમાં અતિપ્રિય થયેલું જોવાય છે. મંત્રગર્ભિત એ ચમત્કારિક સ્તોત્રને “બ્રહતિષાર્ણવ જેવા જૈનેતર વિદ્વાનના ગ્રંથમાં પણ આમ્નાય તથા યંત્રમંડલ સાથે સ્થાન મળ્યું છે. અનેક વિદ્વાનોએ આ તેઝ પર ટીકા, અવચૂરિ, બાલાવબોધ, ટબા અને અનુવાદે રચ્યા છે. અનેક કવિઓએ એ કાવ્યપર મુગ્ધ થઈ એનાં ચરણે સ્વીકારી એની અનુકૃતિરૂપે અભીષ્ટ વિષજેમાં સમસ્યાપૂર્તિ–પાદપૂર્તિરૂપ કાવ્યો રચ્યાં છે, જેમાંના વીરભક્તામર અને નેમિભક્તામર, આજ સંસ્થા તરફથી પ્રકાશિત થયેલા કાવ્યસંગ્રહના પ્રથમ વિભાગમાં પ્રસિદ્ધ થઈ ગયેલ છે.
આ દ્રિતીય વિભાગમાં ધર્મસિંહરિનું પજ્ઞ ટીકા સાથે સરરવતી-ભક્તામર, લક્ષ્મીવિમલમુનિનું શાંતિભક્તામર અને વિનયલાભણિનું પાર્વભક્તામર પ્રો. હીરાલાલ કાપડિયાના કુશલતાભર્યા સંશોધન, ભાષાંતર તથા વિવેચન સાથે દૃિષ્ટિગોચર થાય છે.
અભ્યાસીઓને સરલતાથી ઉપયેગી થઈ શકે તે દૃષ્ટિએ અન્વય, શબ્દાર્થ, પધાર્થ અને સ્પષ્ટીકરણાદિ પ્રશંસનીય પદ્ધતિથી ભાષાંતરનું કાર્ય થયું છે. પ્રસ્તાવના, પરિશિષ્ટ, કિચિવક્તવ્ય, આમુખ દ્વારા આ ગ્રંથને આકર્ષક બનાવવા બહુ પરિશ્રમ લીધે છે એમ સહજ ખ્યાલમાં આવી શકે તેમ છે.
રપષ્ટીકરણમાં ગ્રહવિચાર, નક્ષત્રવિચાર, કંદવિચાર, નિવિચાર, પ્રલયવિચાર, નિગદવિચાર, વ્યારણ-પ્રગવિચાર, અઢાર લિપિઓ, bઢના અઢાર પ્રકાર, ધર્મના દશ પ્રકાર, અનંગદુર્જયાષ્ટક, દેવદિગ્ગદર્શન, મહાદેવની મુખ્યતા, લોકાંતિક દેવ, ઈશ્વરના ગુણની ગણના, સરરવતીનાં નામે, મૂઈના, કેપકદર્શન, રાગ-દ્વેષની સત્તા, પ્રાતિહાર્ય-પર્યાલોચન, પારણકપરામ, કવિસમય, કવીશ્વર એ વિગેરે વિષને અચાન્ય સાધનેથી પુષ્ટ કરી ભાષાંતરકારે અમુક અંશે ભાષ્ય જેવું કાર્ય બજાવી ગ્રંથનું ગૌરવ વધાર્યું છે.
રસ્પષ્ટીકરણમાં ક્વચિત્ ખલના નજરે ચડે છે. જેમકે–પૃ. ૧૫માં “ક્વીશ્વર" સંબંધી જણાવતાં “શ્રીપદ્મસાગરગણિકૃત હીરસૈભાગ્ય, શ્રીવલભગણિકૃત વિજ્યપ્રશરિત” એવો ઉલ્લેખ કર્યો છે તે, જૈનગ્રંથાવલી (જેન જે. કો. ઓ. મુંબઈથી પ્રકાશિત)માં થયેલી ભૂલની નસ્લરૂપે ઉતરી આવેલ જણાય છે. વાસ્તવિક રીતે તપાસ કરતાં જાણી શકાય તેમ છે કે શ્રીહર્ષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org