________________
સાગર શેઠની કથા
આ વાત જાણીને હજામ વિચાર કરવા લાગ્યો કે આ વહૂઓ ક્યાં ગઈ હશે? એમ ચિંતવને પિતાના ઘેર ગયો. બીજા દિવસે પણ હજામ પૂર્વોક્ત રીતે મેડા સુધી ત્યાં જ રહ્યો અને શેઠને સુવાનો વખત થયે, ત્યારે તે પેલા લાકડાના પોલાણમાં પેસી ગયે. સાગરશેઠ હજામ ગયે જાણી બારણા વાસી સૂઈ ગયા. શેઠના ઉંઘી ગયા પછી ચારે વહૂએ લાકડા ઉપર બેસીને રત્નદ્વીપે ગઈ ત્યાં લાકડા પરથી ઉતરીને પોતાના મનોરથ પૂર્ણ કર્યા. લાકડાની પોલમાંથી નીકળીને હજામ રત્નાદ્વીપમાંથી કેટલાંક અમૂલ્ય રને લઈને પાછો લાકડાના પોલાણમાં આવીને રહ્યો; અને વહૂઓની સાથે પાછો ઘેર આવી પહોંચ્યો. વહુઓ લાકડા ઉપરથી ઉતરીને ઘરમાં ગઈ; અને ઘાંયજે પણ લાકડાના પોલાણમાંથી બહાર નીકળીને પોતાના ઘેર ગયે.
બીજા દિવસથી હજામે સાગર શેઠની પગ ચંપી કરવી છેડી દીધી. એક દિવસ તે શેઠ પાસે આવીને નમસ્કાર કરીને પોતાનું રત્નજડિત દર્પણ શેઠને બતાવવા લાગ્યો. શેઠે દર્પણમાં જડેલા અમૂલ્ય રત્ન જોઈને હજામને પૂછ્યું કે દેવેને પણ દુર્લભ આવાં અમૂલ્ય રતને તને ક્યાંથી પ્રાપ્ત થયાં તે મને કહે. ત્યારે તેણે કહ્યું કે તમારા ઘરમાંથી જ આ રને મને મળેલાં છે.
શેઠે કહ્યું કે –“અરે મૂર્ખ ! મારા ઘરમાં આવું રત્ન ક્યાંથી હોય? તું સાચું બાલ.” આ સાંભળીને હજામે બધી સત્ય હકીકત શેઠને વિગતવાર કહી. રાતની વખતે ઉંઘવાનો ઢંગ કરીને વહૂઓ ન જાણે તેવી રીતે શેઠ લાકડાના પોલાણમાં પેસી ગયા. વહૂઓ રત્નદ્વીપમાં લાકડા ઉપરથી ઉતરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org