Book Title: Katha Manjari Part 02
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 260
________________ બંગાળદેવની કથા ર૩૩ કપટ કરનારા અમે તમારા સેવકે છિએ.” આ જવાબ સાંભળીને મુકુંદદેવ પ્રસન્ન થયા, અને તેના મનવાંછિત પૂર્ણ કર્યા.” વળી હે પુત્ર! દેવ, સ્વામી તથા ગુરુની પાસે ડું ઉપયોગી અને સારભૂત હોય તેટલું જ કલેશ્વરીના સેવકની માફક બેલવું. તેની કથા નીચે પ્રમાણે છે કાલેશ્વરીના સેવકની કથા એક આંધળા માણસે આંખે પાછી પ્રાપ્ત કરવા માટે કાલેશ્વરીદેવીની તપ, જપ, ધ્યાન અને પુષ્પ વગેરેથી આરાધના કરી. તે દેવી તેના ઉપર સંતુષ્ટ થઈને બેલી કે – “વત્સ ! હું તારા ઊપર પ્રસન્ન થઈ છું, તારે જે માગવું હોય તે એક વાકય વડે માગ.” તે સાંભળીને તે બુદ્ધિવાન અંધ પુરુષે કહ્યું કે –“હે દેવી! જે તમે પ્રસન્ન થયા છે તે આ પ્રમાણે કરે, કે જેથી હું મારા પુત્રના પૌત્રને સેનાના અને રત્નના થાળમાં ભેજન કરતો જોઉં.” આ એક જ વાક્યમાં તે બુદ્ધિશાળીએ ધનાઢયતા, લાંબું આયુષ્ય, ચક્ષુઓ તથા સંતાનાદિ પરિવાર બધું માગી લીધું. દેવી તેના ઉપર પ્રસન્ન થઈ, અને તેણે જે માગ્યું તે બધું આપ્યું.” “હે વત્સ મારાં આ વચને કેઈપણ દિવસ ભૂલીશ નહિ અને વ્યવહાર માર્ગમાં સારી રીતે વર્તજે.” આ પ્રમાણે પિતાને આદેશ સાંભળીને, સારને ગ્રહણ કરી બંગાળદેવ કુટુબની સંભાળ રાખતો પિતાનું જીવન આનંદથી વીતાવવા લાગ્યો. થોડા વર્ષ પછી તેને પિતા મૃત્યુ પામ્ય; એટલે બંગાળદેવ ઘરનો અને સંપત્તિને માલિક થો. તે ત્રણે વર્ગની સાધના કરતો હતો અને કેઈની પાસે કઠેર વાક્ય બોલતો નહતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268