Book Title: Katha Manjari Part 02
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 267
________________ ૨૪૦ કથામંજરી-૨ લોકેએ પૂછ્યું કે “ત્યારે જે વિદ્વતાને પતિ છે તે ક્યાં ગયે ?” આ પ્રમાણે પૂછવાથી તરત જ બંગાળદેવ હાજર થયા. તેણે પણ લોકેના સાંભળતાં કહ્યું કે “જે છીંકના અપશુકન ન ગણકારતાં મેં જે કરંબકનું ભોજન કર્યું હતું, તે બાવાજીની જે દશા થઈ; તે જ દશા મારી થાત.” આ પ્રમાણે બેસીને તેણે વિસ્તારથી પોતાની બધી કથા કહી બતાવી. પછી તે બધાને છેડી દઈને તે મુનિ મહારાજની પાસે ગ. મુનિએ ઉપદેશ આપે કે-“કામગ દુઃખથી જ મેળવાય છે, અને જોગવતાં પણ તે દુઃખ જ આપે છે, તેથી દુઃખ સહન કરવાની તારી ઈચ્છા ન હોય, તે કામભેગને વહાલા ગણીશ નહિ.” આ પ્રમાણેને ઉપદેશ સાંભળીને તેણે વૈરાગ્ય ઉત્પન્ન થયે, કામગ છેડી દીધા અને દીક્ષા લઈને તીવ્ર તપસ્યા કરીને, મરણ પામીને દેવલાકમાં ઉત્પન્ન થયે. સ્ત્રીઓને બહુ વિશ્વાસ કરવો નહિ, કારણ કે જ્યાં સુધી વાર્થ હોય ત્યાં સુધી તે અનુકૂળ રીતે વર્તન રાખે છે; પરંતુ જ્યારે સ્વાર્થ પતી જાય છે, ત્યારે અદેખાઈને લીધે તે ગમે તેવું કષ્ટ ઉપજાવતાં વિચાર કરતી નથી. સ્ત્રી અથવા પુરુષ બંને સ્વાર્થભ્રષ્ટ થતાં, એક બીજાને પ્રતિકૂળ થતાં કોઈ પણ જાતને વિચાર કરતાં નથી; તેથી બહુ જ વિચાર કરીને સંસાર વ્યવહાર ચલાવવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268