________________
૯૬
કથામંજરી-૨ નાગિલાએ કોઈપણ જાતના ભેદભાવ વગર સત્ય હકીકત કહી. તેણીના સત્યવાદીપણુથી રાજા આનંદિત થયો, અને નાગશેઠની પાસેથી દાગીના અપાવી દીધા. રાજાએ નાગિલાનું બહુમાન કર્યું, અને તેણીની સત્યવકતા તરીકે આખા નગરમાં પ્રસિદ્ધિ થઈ
નાગશેઠના ઘેર એક વખત માસખમણુના પારણે કઈ મુનિ પધાર્યા, તેમને ભાવ સહિત નાગિલાએ આહાર, પાણી વહરાવ્યા. તેથી બંને જણાએ શુભ કર્મ ઉપાર્જન કર્યું. ત્યાં આયુષ્ય પૂર્ણ કરીને, નાગિલાને જીવ મરણ પામીને તું અહીં પદ્મશેઠ તરીકે ઉત્પન્ન થયો છું, અને નાગશેઠને જીવ મરણ પામીને કપટના ગે તારી પદ્મિની સ્ત્રી થઈ છે. જીભથી જ હું બેલવાથી, તેણીને મુખરેગ અને કર્કશ સ્વર પ્રાપ્ત થયું છે. આ પ્રમાણે સાંભળીને બંને જણે દીક્ષા લઈ, ચારિત્રપાળી મેક્ષે પહોંચ્યા. સત્યને હમેશાં જય થાય છે. સંતોષ જેવું બીજું નિધાન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org