________________
પદ્મ અને પદ્મિનીની કથા
૯૫
નિધાન છે, તેા પછી ખીજા નિધાનને હું શું કરૂં ? રાજાએ પૂછ્યું કે તમારી પાસે એવું તે શું નિધાન છે ? શેઠે કહ્યું કે મારી પાસે સ તારૂપ અક્ષય નિધાન છે. આ સાંભળી રાજા ઘણા જ રાજી થયા, અને શેઠને નિૉંભી જાણી નગરશેઠની પદવી આપી.
એક વખતે ઉદ્યાનમાં શ્રુતકેવલી પધાર્યા. રાજા તથા પદ્મ શેઠ વંદન કરવા ગયા. ધર્મદેશના પૂર્ણ થયા પછી પદ્મ શેઠે પૂછ્યું કે હે મહારાજ !મને પરમ સંતાષ છે તેનું કારણ શું? અને મારી સ્ર મુખરાગવાળી અને કર્કશ સ્વરવાળી છે તેનું કારણ શું છે તે મને કહે.
ગુરુ મહારાજે કહ્યું કે ગયા ભવમાં આ જ નગરમાં નાગરશેઠ નામના એક અસત્યવાદી, અસંતાષી અને માયાવી શેઠ રહેતા હતા, તેને નાગિલા નામની સત્યવાદી અને માયા રહિત સ્ત્રી હતી. એક વખતે નાગશેઠને, નાગમિત્ર નામનો મિત્ર દેશાવર જતો હતો, તે વખતે પોતાના પુત્રને કહી નાગશેઠની સ્રી નાગિલાની સાક્ષીએ પોતાના દાગીના નાગશેઠને સાચવવા આપ્યા. દેશાવરથી ઘણું ધન ઉપાર્જન કરીને પાછા વળતાં રસ્તામાં નાગમિત્રને ચારેાએ લૂંટી લીધે અને મારી નાખ્યો. તે વાતની તેની સ્ત્રી તથા પુત્રને ખબર પડી. કેટલાક દિવસ પછી શેઠના પુત્ર પેાતાના પિતાએ મૂકેલા દાગીના લેવા માટે નાગશેઠ પાસે આવ્યેા. નાગશેઠે કહ્યું કે તારા પિતાએ મને કાંઇ આપ્યું નથી.
નાગમિત્રના પુત્રે રાજા આગળ આ વાતની ક્રીયાદ કરી. સાક્ષી તરીકે નાગિલાનું નામ દીધું. રાજાએ પૂછ્તાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org