________________
૧૧૯
અભયસિંહ અને ધનસિંહની કથા
વળી એક વખત નજીકના સીમાડાને કોઈ એક રાજા, રાજા પૃથ્વીતિલકની આજ્ઞાને અનાદર કરીને વટેમાર્ગુઓને તથા ગામડાઓને લૂંટવા લાગ્યું. તેને નિગ્રહ કરવાનું બીડું પણ અભયસિહે જ ઝડપ્યું. અભયસિંહે લશ્કર લઈને સામંતના ગામ બહાર પડાવ નાખે. રાતને વખતે છુપાવેશે સામંત રાજાના રાજમહેલને ગઢ ઓળંગીને અભયસિંહ રાજમહેલમાં પેઠે ત્યાં સૂતેલા સામંત રાજાને જગાડો અને કહ્યું કે ઊઠ, ઊઠ, સિંહ આવ્યો છે, તેની સામે આવ. તે સાંભળી સામંત પણ ઊઠીને સામે થયો. બંને જણાએ મલ્લયુદ્ધ કર્યું. અભયસિંહે સામંતને જમીન પર પાડી નાખીને બાંધી લીધે. સામંતની રાણીએ હાથ જોડીને પિતાના પતિની ભિક્ષા માગી સામંતને છેડા. સામંત રાજા અહંકાર છોડી દઈને અભયસિંહને સેવક થશે.
સવાર થયું, ત્યારે અભયસિંહ લશ્કરમાં નહિ જણાયાથી બધા ચિંતા કરવા લાગ્યા. તેટલામાં એક જણે આવીને કહ્યું કે અભયસિંહે સામતને જીતી લીધું છે અને તમને બધાને ગામમાં લાવ્યા છે. આખું લશ્કર ગામમાં આવ્યું, તેને સામતે ભજન કરાવ્યું અને વસ્ત્રો વગેરેનો સરપાવ આપી ખુશી કર્યા.
અભયસિંહ સામંતને પિતાની સાથે તેડી લઈ પૃથ્વીતિલક નગરે ગયે. ત્યાં જઈને સામત સહિત પૃથ્વીતિલક રાજાને પ્રણામ કર્યા. રાજા વિચારવા લાગ્યા કે આ મનુષ્ય છે, પણ દેવી શક્તિ ધરાવે છે. એમ ચિંતવી અભયસિંહને એક દેશ બક્ષીસ આપે. અને સામતને ભેજન કરાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org