________________
રિહિણીની કથા
૧૪૯ કીર્તિ રાજાને ઘેર અર્કકીર્તિ નામના ચક્રવર્તી પણે ઉત્પન્ન થયે. ત્યાં રાજ્યપાલી જિતશત્રુ મુનિ પાસે દીક્ષા લઈ બારમાં દેવ કે અમ્યુર્વેદ્ર થયા. ત્યાંથી ચ્યવીને અહીં તું અશક નામનો રાજા થયો છું. તારી રાણીએ અને તે પૂર્વભવમાં એક મનથી રેહિણી તપની આરાધના કરી હતી, તેથી તારો સ્નેહ એની ઊપર ઘણો છે.
વળી રાજાએ પૂછયું કે “હે સ્વામી! મારી સ્ત્રીને આઠ પુત્ર અને ચાર પુત્રીઓ થઈ, તે તેમના ક્યા પુણ્યોદયથી થઈ?” તે વખતે ગુરુ બોલ્યા કે “હે ભાગ્યશાળી ! આઠમાંથી સાત પુત્રે તે પૂર્વભવમાં મથુરા નગરીમાં અગ્નિશર્મા નામને બ્રાહ્મણ રહેતો હતો, જે ભિક્ષા માગીને પિતાનું ગુજરાન ચલાવતા હતા; તેને ત્યાં જનમ્યા હતા. તે દરિદ્રી કુલમાં ઉત્પન્ન થએલા હતા, તેથી સાતે જણા ભિક્ષા માગવા જતા હતા, પરંતુ તેમને કઈ એટલા ઉપર બેસવા પણ દેતા ન હતા. જ્યાં જાય ત્યાં ધક્કો મારી બહાર કહાડી મૂકતા હતા. એમ તે સાતે જણા ગામેગામ ફરતાં પાટલિપુત્ર નગરે પહોંચ્યા.
ત્યાં તેમણે એક વાડીમાં રાજાના પુત્રને તથા પ્રધાનના પુત્ર વગેરેને હીરા, મોતીના અમૂલ્ય આભરણે પહેરીને રમતા જોયા તેથી મનમાં આશ્ચર્ય પામ્યા. પછી મેટાભાઈએ કહ્યું કે વિધાતાએ કેવો ભેદભાવ રાખ્યો છે. આ લોકો મનવાંછિત સુખ ભેગવે છે, અને આપણે ઘેર ઘેર ભિક્ષા માટે ભટકીએ છીએ તો પણ આપણે ઉદરપૂર્તિ થતી નથી.
તે સાંભળી ના ભાઈ છે કે એમાં કોઈને દોષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org