Book Title: Katha Manjari Part 02
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 256
________________ ૨૨૯ બંગાળદેવની સ્થા વાદળની ઘટામાં ઝબકતી વીજળીની રેખા ઈ. તેણે બીજા બંનેને જગાડી બહાર લાવીને કહ્યું કે “અરે ભાઈ! જૂઓ ! સ્વર્ગમાં આગ લાગી છે, તેની જવાળાના ધૂમાડાને આ સમૂહ દેખાય છે.” બીજાએ કહ્યું કે-“આ તે સૂર્ય છે, તે ઠંડીથી બી ગ છે, તેથી કાળાં વસ્ત્રની કંથા ઓઢીને વારંવાર પોતાની જાતને દેખાડે છે. અને “હજુ પ્રભાત કાળ થયો છે કે નથી થયે?” તેની તપાસ કરે છે. ત્રીજો બોલ્યો કે “મને તે લાગે છે કે દેશના ઉત્પાતથી ત્રાસ પામેલા દેવલોકમાં મહેંદ્ર અગ્નિને ઉદ્દેશીને શાંતિકર્મ કરાવે છે.” આ પ્રમાણે વિચારતા તત્વને નહિ જાણુનારા તેઓએ એક પંડિતને પૂછ્યું કે–“અરે આ શું હશે?” તેણે કહ્યું કે “વિજળીના ઝબકારાઓ સાથે આ વરસાદનાં વાદળાં છે.” આવી રીતે બહુ પંડિતાઈ હોય પણ વ્યવહારનું જ્ઞાન ન હોય ત્યારે પણ પરાભવ થાય છે. તે ઉપર એક મૂર્ખ પંડિતની કથા છે તે આ પ્રમાણે ૨. પંડિત મૂર્ખની કથા એક નગરમાં માત્ર અભ્યાસના અને વિદ્યાશાળાના જ પરિચયવાળો એક પંડિત રહેતો હતો. એક વખત દેવપૂજા માટે વાડીમાંથી પુષ્પ તથા પત્રાદિ લાવવા માટે તે જ હતા. તે વખતે કેટવાળે તેને પૂછ્યું કે –“ભાઈ તમે ક્યાં જાઓ છો?” તેણે કહ્યું કે –“પરસ્ત્રીને ગ્રહણ કરવા માટે હું જાઉં છું.” “પત્રી શબ્દ તો રૂઢ થઈ ગયો છે, તેથી તેવું બેલવાથી શું? માટે અઘરે શબ્દ વાપરું.’ તેવા આશયથી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268