________________
વિક્રમ રાજાની કથા રીને આવે છે. માટે જ્યાં સુધી મારું મન સાક્ષી પૂરે નહિ, ત્યાં સુધી એની સાથે હું વાત પણ નહિ કરું.” રાણીનું મન નિશ્ચલ જાણી સૂડે આનંદિત થયો.
એક વખતે કઈ ઘોલીને મૂકેલી દેખીને સૂડાએ તેના શરીરમાં પિતાને જીવ ઘા, તે વખતે સૂડો મરણ પાપે. તે દેખી રાણી બેભાન થઈ ગઈ. તેણીને દાસીએ પવન નાખી સાવધાન કરી. તે વખતે રાણી કહેવા લાગી કે એ સૂડાની સાથે હું પણ ચિતામાં બળી મરીશ.
બનાવટી રાજાએ તે વાત સાંભળીને રાણીની પાસે આવી પૂછ્યું કે તું સૂડાની સાથે કેમ બળી મરવા માગે છે? રાણીએ કહ્યું કે મારા જીવનનો એની સાથે સંબંધ છે, તે માટે જે એની ગતિ તે મારી ગતિ. તે વખતે બનાવટી રાજા બોલ્યો કે તું મળીશ નહિ. હું સૂડાને સચેતન કરૂં છું. એમ કહી પિતે પલંગમાં સૂઈ ગયે. રાણીનું મન મનાવવા માટે પિતાને જીવ કાઢી સૂડાના શરીરમાં ઘાલ્યો, અને પિતે સૂડે થયો. તે જ વખતે વિકમે ઘરેલીના શરીરમાંથી પિતાને જીવ કાઢી પોતાના મૂળ શરીરમાં ઘાલ્યો. ઊઠીને રાણી પાસે ગયો. રાણી પણ રાજાનું મૂળ શરીર દેખી હર્ષ પામી.
પછી રાણીએ રાજાને સર્વ વૃત્તાંત પૂછ્યું. રાજાએ કહ્યું કે એ વૃત્તાંત આ સૂડો (પોપટ) કહેશે. તે વખતે સૂડાએ મૂળ વૃત્તાંત સંભળાવીને કહ્યું કે “જે મિત્રદ્રોહ કરશે તે મારી પેઠે દુઃખી થશે, અને જે પરોપકાર કરશે તે રાજાની માફક સુખી થશે.” આ વૃત્તાંત સાંભળી રાણી આનંદિત થઈ. એ વખતે એક વ્યાપારી મરણ પામેલે રાજાએ દીઠે, તેના કલેવરમાં બ્રાહ્મણને જીવ રાજાએ ઘાલ્યા અને તેને સુખી કર્યો. આ પ્રમાણે સજજન અને દુર્જનનાં લક્ષણ જાણુ સજજનતા આદરવી જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org