________________
કથામંજરી–૨ બિંબને વંદન કર્યું, ત્યાંથી નીકળીને અમે આજે તમને અહીં મળીએ છીએ.”
આ પ્રમાણે સઘળો વૃત્તાંત મહેન્દ્ર આગળ કહીને, કુમાર તથા તેની સાથેના પરિવાર સહિત બધાંએ હસ્તિનાપુર પહોંચી ગયા. પુત્રના કુશલક્ષમ પાછા આવવાના સમાચાર સાંભળીને અશ્વસેન રાજા ખૂબ આનંદ પામ્યા. પછી પુત્રનો રાજ્યાભિષેક કરીને પિતાએ શ્રીધર્મનાથ પ્રભુના શિષ્યની પાસે દીક્ષા લીધી.
પછી સનતકુમાર છ ખંડ પૃથ્વી જીતીને રાજ્યસુખ ભોગવવા લાગ્યો. ઈંદ્ર કુબેર ભંડારીની સાથે બે ચામર, બે પાવડી, બે કુંડલ, નક્ષત્રમાલા, હાર, સિંહાસન, દેવતાનાં નાટક તથા અપ્સરા વગેરે મેકલાવી દીધાં. બત્રીસ હજાર રાજાઓએ મળીને સનસ્કુમારના ચકવર્તી પણાને રાજ્યાભિષેક કર્યો. એક વખતે સૌધર્મેન્દ્ર ઈકસભામાં બેઠાં બેઠાં સનકુમાર ચકવર્તીના રૂપની બહુ જ પ્રશંસા કરી. દેએ તે વાત કબુલ રાખી. પરન્તુ તેમાંથી બે દેવતાઓ ઇંદ્રના વચનની સત્યતાની પરીક્ષા કરવા માટે બ્રાહ્મણને વેશ ધારણ કરીને ચકવર્તીને રાજમહેલના દરવાજા આગળ આવીને દ્વારપાલને કહેવા લાગ્યા કે અમે દૂર દેશાંતરથી ચક્રવર્તીનું રૂપ જોવા આવ્યા છીએ.
તે વખતે ચક્રવત્તી શરીરે મર્દન કરાવતા હતા, તેથી દ્વારપાલની આજ્ઞા લઈ દેવાએ બ્રાહ્મણના રૂપે આવીને સનકુમારનું રૂપ જોયું. તેથી હર્ષ પામીને કહેવા લાગ્યા કે અમારે જનમ સફલ થયે. ચકવર્તીએ કહ્યું કે હું સ્નાન કરી જમીને રાજસભામાં બેસું, ત્યારે મારું રૂપ જેવું હોય તે આવજે. રાજાના કહેવા પ્રમાણે દેવે રાજસભામાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org