________________
વિક્રમ રાજાની કથા
૪૭
દુનિયામાં લેાકેાના મરણ પછી પુત્ર, મિત્ર, સ્ત્રી વગેરે
જનમમાં જ પુત્ર વગેરે
પારકાં થાય છે, પરંતુ મારે તે આ પારકાં થયાં.
આ પ્રમાણેનો વિચાર કરીને આલાનસ્તંભને ઉખેડી નાખીને તે હાથી વનમાં ચાલ્યા ગયા. તેને પાછા લાવવા ઘણા ઉપાય કરવામાં આવ્યા, તે પણ તે વનમાં જતા રહ્યો, લાકે પાછાં ફરી ઘેર આવ્યા. હાથી થાકયો એટલે એક વડના ઝાડની નીચે જઇને ઊભા રહ્યો. તે વખતે એક પુરુષ ગેાળીથી સૂડાને મારતા હતા, તે દેખીને પેાતાનો જીવ સૂડામાં ઘાલીને તે ખેલ્યુાઃ હે ભાઇ ! આ બિચારા રાંક જીવને મારવાથી તને શું લાભ થવાનો છે? માટે તું મને ઉજ્જયણીમાં લઈ જા. ત્યાંના બજારમાં જઈને મને એક હજાર સે।નામહારમાં વેચજે.”
આ સાંભળી શિકારી આનંદિત થઈ ગયા, અને તે સૂડાને લઈ ને ઉજ્જયણીમાં આવ્યો. રાજમાર્ગમાં જઈ ઊભે રહ્યા. જે કોઈ તેની કિંમત પૂછે તેને એક હજાર સેાનામહોર કહે. તે વખતે રાણી કમલાવતીની દાસી ત્યાં આવી, તેણે તે સૂડા જોયા. તે સૂડાને તેણીએ કેટલાક શ્લાકા પૂછ્યા, તે વખતે તે સૂડા પણ બધા ક્ષેાકા ખેાલી ગયા. દાસીએ જઇ રાણીનો આગળ આ સૂડાના સમાચાર કહ્યા. રાણીએ દાસીને કહ્યું કે તું તરત જ જા અને તે સૂડા ખરીદીને લાવ. દાસીએ આવી મૂલ્ય આપીને સૂડા ખરીદ્યો. શિકારી પૈસા લઈ પેાતાના ઘેર ગયા. દાસી સૂડાને રાણી
પાસે લઈ આવી. રાણી તે સૂડાને દેખી અત્યંત હર્ષ પામી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org