________________
શ્રીમાન હેમચંદ્રાચાર્યપ્રણિત શ્રી મહાદેવ તેત્રના સાંકળચંદે કરેલ અનુવાદના થોડાક કાવ્ય.
હરિગીત છંદ.
જેનું અતિશય શાન્તરસથી ભરેલું દર્શન યથા,
જગ જીવને જે અભયદાતા મંગળિક માનું તથા; દર્શન અમોઘ અપૂર્વ ઉત્તમ ભવ્ય ભયહર છે સદા,
તેથી જ તે શિવ શ્રેષ્ટ છે હું હર્ષભેર નમું મુદા. ૧ સો દેવના પણ દેવ જે અતિ સર્વ સમૃદ્ધિવાન છે,
તેથી મહેશ્વર માનીએ ઠકુરાઈ ને ચિજ્ઞાન છે; એવા સમર્થ સ્વરાગ-દ્વેષથી રહિત પરમાત્મા ખરા,
તે જિનેશ્વરને નમું જે સુખદાયકા પાવનકરા. ૨ પરકાશ કાલેકને કરનાર જસ મહા જ્ઞાન છે,
મહા દયાને મહા દમન તે જગનાથને મહા ધ્યાન છે, એ લક્ષણે મહાદેવ તે ત્રિભુવન વિષે કહેવાય છે,
બીજા અનેરા નામ માત્ર કુદેવ તેહ ગણાય છે. ૩ નિજ શરીરમાં રહેનાર વિષય કષાય આદિ તસ્કરે,
તે સર્વથા જીતી લીધા એ દેવ સેવા આદર તે મહાદેવ ગણાય બીજા રાગદ્વેષી દેવલાં,
નવ તર્યા તે કેમ તારશે જે ભગ્નનૌકા સમ બલા. ૪ દુર્જય મહા જે રાગદ્વેષરૂપી મહા સુભટો તણે,
ભવરણ વિષે જેણે કર્યો જય સર્વથા જિન તે ભણે; હેનેજ હું મહાદેવ માનું નામધારી અન્ય છે,
અહા ! મહાદયા જગ જીવ શાસનરસિક કરવા ધન્ય છે. ૫ લૌકિક મતમાં શબ્દ માત્ર જ મહાદેવ મનાય છે,
પણ જૈન શાસનમાં સદા ગુણયુક્ત દેવ ગણાય છે; એ શબ્દ ને વળી અર્થથી મહાદેવ જેને માનતા, વિપરીત અન્યમતિ સદા કલ્પિત દેવ પિછાણતા. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org