________________
૧૨
ગુણસ્થાનકને વિષે યોગાદિ ભાંગા વર્ણન જોગોવઓગ લેસા ઈએહિં ગુણિયા હવંતિ કાયવ્વા | જે જત્થ ગુણઠાણે હવંતિ તે તત્વ ગુણકારા ॥૫॥ અટ્ટી બત્તીસં બત્તીસં સટ્વીમેવ બાવન્ના 1 ચોઆલં દોસુ વીસા વિઅ મિચ્છમાઈસુ સામનેં પી તિન્દ્રેગે એગેગં તિગમીસે પંચ ચઉંસુ તિગ પુર્વે । ઈક્કાર બાયરંમિઉ સુહુમે ચઉ તિન્નિ ઉવસંતે પા
:
ભાવાર્થ : ગુણસ્થાનકને વિષે યોગ-ઉપયોગ-લેશ્યાદિએ કરીને ઉદયભાંગાની સાથે ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તે યોગાદિ ભાંગા કહેવાય છે. ૫૫॥ ક્રમસર ગુણસ્થાનકને આશ્રયીને ૬૮,૩૨,૩૨,૬૦,૫૨,૪૪,૪૪,૨૦ આ રીતે ઉપર ઉદયપદ હોય છે. પદા
૬૧.
ઉ
કર્મગ્રંથ-૬
૬૨.
ઉ.
મિથ્યાત્વાદિ ગુણસ્થાનકે ક્રમસર સત્તાસ્થાનો ૩, ૧, ૩, ૫, ૫, ૫, ૫,૩,૧૧,૪,૩ આ રીતે સત્તાસ્થાનો જાણવા ૫૭ ગુણસ્થાનકને વિષે યોગ ગુણિત ઉદય ભાંગાદિનું વર્ણન પહેલા ગુણસ્થાનકે યોગ ગુણિત ઉદય ચોવીશી કેટલી થાય ? ૧૩ યોગ હોય. ૪ મનના, ૪ વચનના, ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રીય, વૈકિયા મિશ્ર અને કાર્પણ કાયયોગ. આઠ ચોવીશી હોય છે તેમાં, અનંતાનુંબંધિના ઉદયવિનાની ૪ ચોવીશી, સન્ની પર્યાપ્તા જીવોને હોય છે. તેના કારણે અપર્યાપ્તાવસ્થાના ૩ યોગ ઔદારિક મિશ્ર, વૈક્રીય મિશ્ર, અને કાર્પણ કાયયોગ સિવાય ૧૦ યોગ હોય છે. તેથી ૧૦ યોગ X ૪ ચોવીશી = ૪૦ યોગ ઉદય ચોવીશી થાય. તથા અનંતાનુંબંધિ ઉદય સહિત ૪ ચોવીશીમાં ૧૩ યોગ હોવાથી ૧૩ યોગ X ૪ ચોવીશી = પર, ઉદય ચોવીશી થાય. આથી ૪૦ + પર = ૯૨ યોગ ઉદય ચોવીશી થાય છે.
પહેલા ગુણસ્થાનકે યોગ ઉદય ભાંગા કેટલા થાય ? કયા ? યોગ ચોવીશી ૯૨ X ૨૪ ભાંગા એ ગુણતાં ૨૨૦૮ યોગ ઉદયભાંગા થાય છે.