________________
XIII
સિદ્ધરાજ અને હેમચન્દ્રાચાર્યને એક કરતું સિદ્ધહેમ એ વ્યાકરણ જ નથી એ તો ગુજરાતનું જીવનઝરણું નિઃસારતી કૃપાશ્રયી ગંગોત્રી છે.
- કનૈયાલાલ માણેકલાલ મુનશી શું પાણિની કે પતંજલિ, શું અક્ષપાદ કે શંકર, શું મમ્મટ કે ભટ્ટ, શું વ્યાસ કે કાલિદાસ આમ એકસામટી પ્રતિભા આ મહામાનવને સંક્રમણ કરી બેઠી છે. પ્રત્યેક વિષયની રચનામાંથી જ્ઞાનનો ધોધ વરસી રહ્યો છે.
- એક અજ્ઞાત વિદ્વાન હેમચન્દ્ર જેવી એક જ વ્યક્તિમાં રહેલા જુદા જુદા વિષયના પાંડિત્યનો સમગ્રપણે વિચાર કરીએ તો આપણને આચાર્યશ્રી એન્સાઇક્લોપીડિયા જ લાગે. હું તેમને સારસ્વતપુત્ર કહું છું.
– પંડિત સુખલાલજી આભ લગી જેનાં મસ્તક ઊંચા
પગ અડતા પાતાળ યુગ યુગના જેણે કાળ વલોવ્યા
ડોલાવી ડુંગરમાળ ફોડી જીવનરૂંધણ પાળ
- મેઘાણી લચ્છિ – વાણીમુહ - કાણિ સાપાઈ ભાત્રી મુહુ મુરઉ હેમ-સુરિ – અલ્યાણી – જે ઈસાર તે પંડિયા –
- એક દુહો લક્ષ્મી અને સરસ્વતી એકબીજાનું મુખ જોતાં લાજે છે, એ લજ્જા તે દૂર કરી તે તારી બલિહારી – કેમ કે હેમચન્દ્રાચાર્યની સભામાં જે ઐશ્વર્યશાળી છે – તેઓ પંડિત પણ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org