Book Title: Kalikal Sarvagna
Author(s): Jashvant Mehta
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 11
________________ કરવાની સલાહ માગી હતી. ભગવાન સોમનાથ એનું મંદિર એ યુગયુગાંતર સુધી પ્રજાનો, ધર્મનો ઇતિહાસ આપવા માટેનું છે. રામચન્દ્ર, તમે એક જૈનસૂરિ છો - તમારા સવાલનો ગર્ભિત સૂર હું પામી ગયો છું.” સામાને હણતા – હું મને જ હણતો નથી – નો મનમાં ઉદ્દભવતો વિચાર એ જ મેં અગાઉ કહ્યું તે પ્રમાણે જૈનત્વ છે. આ જૈનત્વ સર્વ કોઈમાં પ્રગટે એ જ મારી ભાવના છે. મહારાજ કુમારપાળમાં એ જન્મી છે. ત્યારે અનન્ય ઉત્સાહિત બાલચન્દ્રસૂરિ એક બાલિશ પ્રશ્ર કરી બેસે છે, કેવી રીતે – એ જન્મ કે ધર્મે ક્યાં જૈન છે ?” અને હેમચન્દ્રાચાર્યજી જવાબ આપે છે જે સર્વ માટે મનનીય છે. બાલચન્દ્ર, આપણે જૈન બનતાં પહેલાં અજૈન થવાનું છે. આપણા પંથ કે મતનું અભિમાન હોવા કરતાં કેવળ સત્યને ધર્મ ગણે છે તે જ સાચો જૈન છે. મનિષેધ. અમાવ્રિત અને અહિંસા પરમો ધર્મ જે સર્વ ધર્મોના પર્યાયો છે અને જીવનમાં, રાજકારણમાં, વ્યવહારમાં અમલમાં મૂકી આપણે સાચા જૈન બનવાનું છે. અને કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય અને મહારાજ કુમારપાળ એ રીતે સાચા જૈન જ નહીં, સાચા સંસ્કારપુરુષ – ધર્મ પુરુષ હતા. – જશવંત મહેતા નંદાભુવન” , બ્લોક નં. ૧૫. બજાજ રોડ, વિલે પાર્લે, પશ્ચિમ) મુંબઈ - ૪૦૦ ૦૫૬. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 210