Book Title: Kalikal Sarvagna
Author(s): Jashvant Mehta
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 9
________________ VIII ઉપરાંત કેટેશ્વરના મહંત ભવાનિરાશિ, “સોમનાથ મંદિરના ભાવ બૃહસ્પતિ પૂજારી - એનો વિદ્વાન યુવાશિષ્ય કવિ વિશ્વેશ્વર, કાન્યકુજથી ખાસ પધારી પાટણમાં જ સ્થિર થયેલા સદાય નિજાનંદની મસ્તીમાં મહાલતા આચાર્ય દેવબોધ, ઉપરાંત રાજ્યકવિ શ્રી પાલ, મહાઅમાત્ય મુંજાલ તેમ જ મંત્રીશ્વર ઉદયન, કાન્હડદેવ, વામ્ભટ્ટ ઈત્યાદિ સુભટો બિરાજમાન હતા. એક દિવસ વહેલી સવારે મહારાજા કુમારપાળ ગુરુદેવ શ્રી હેમચન્દ્રાચાર્યના વિદ્યાવ્યાસંગ અને અનેક લહિયાઓની મદદથી તૈયાર થતા ધર્મગ્રંથોના પવિત્ર માહોલથી ધમધમતા અપાસરામાં આવી ચઢ્યાં. અને હર્ષાન્વિત સ્વરે ગુરુદેવને સમાચાર આપ્યા કે વિશાળ ગુજરાત રાજ્યની દૂર દૂર સુધી પાંગરેલી સીમાના રાજ્યમાં એણે નિર્વશ જતાં પરિવારોનાં ધનદોલત અને મિલકતને રાજ્યના ભંડારમાં ક્યારેય જમા નહીં થાય તેવી ઘોષણા કરાવી – સમાચાર સાંભળતાં જ ભાવવિભોર બની ગયેલા શ્રી હેમચન્દ્રાચાર્યએ રાજાને છાતીએ વળગાડી, ભાવભીના સ્વરે કહ્યું કે ધર્મના પંથે સાચા પુણ્યશાળી કર્તવ્ય દ્વારા આપે “રૂદરિવિત્તનો ત્યાગ કર્યો અને માટે આપને મારા અભિનંદન અને આશીર્વાદ છે. અને આ દ્વારા સમગ્ર ધર્મદર્શનનાં મૂળ તત્ત્વોનો સમન્વય સાધ્યો છે જે આગળ જતાં સત્ય અને અહિંસા એ બે જીવનાધારનાં મૂળ બની રહેશે. પ્રાણીમાત્ર પ્રત્યેની અનુકંપા એ જૈનધર્મ જ નહીં વિશ્વના સમગ્ર ધર્મોનો મૂળીધાર છે એ કલિકાલસર્વશે. પ્રતિપાદિત કર્યું હતું. એ રીતે જીવદયા - જીવરક્ષા કાજે “અહિંસા એ જ માનવસમાજ માટેની આખરી શરત છે અને અહિંસાનું સ્વરૂપ સમજાવતા મન, વચન અને કર્મ દ્વારા ક્ષણે ક્ષણે હિંસા આચરતા – કર્મનાં પોટલાં બંધાવતા માણસ માટે “અહિંસા એ એનો જીવનધર્મ છે અને મૂંગા જીવોની હત્યા કરનારા સમાજ પર “અમારિનો અમલ – મહારાજ કુમારપાળ પાસે મહારાજ હેમચન્દ્રાચાર્યજીએ કરાવી અસંખ્ય મૂંગાં પ્રાણીઓને યાતનામુક્ત કરી ગુર્જરભાષીઓનું ખમીર અને ખુમારી પ્રગટ કર્યો. અને એ દ્વારા જૈનધર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 210