Book Title: Kalikal Sarvagna
Author(s): Jashvant Mehta
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 10
________________ IX - વિશ્વધર્મ છે એ સાબિત કરી આપ્યું – એટલું જ નહીં પણ “અહિંસા - એ જૈનધર્મનું જ નહીં, પણ માનવજાતનું – માનવધર્મોનું બુદ્ધ મહાવીરે સેવેલું, બાપુ મહાત્મા ગાંધીએ “વહાલું કરેલું સાંસ્કૃતિક ઇતિહાસનું અણમોલ નજરાણું છે. એક વખત મહારાજ કુમારપાળ – ગુરુદેવ હેમચન્દ્રાચાર્ય પાસે વહેલી સવારે આવી પહોંચ્યા અને વંદન કરતાં બોલી ઊઠ્યા, ‘ગુરુદેવ, તમે પસંદ કરીને મને ધર્મનું કોઈક એવું કામ બતાવો કે જેમાં હું મારું ધન વાપરી સાર્થક થાઉં.” આજના મુનિઓ, સંતો, આચાર્યો કે સૂરીશ્વરો હોત તો પોતાના ધર્મોનાં મંદિરો બાંધવાની આજ્ઞા કરતા પણ સંપૂર્ણપણે જૈનધર્મી બની ચૂકેલા કુમારપાળને હેમચન્દ્રાચાર્યજીએ સલાહ – આજ્ઞારૂપે આપી – એ અનોખી હતી – ધર્મના વાડાના કોચલામાં સબડતા સીમિત દૃષ્ટિએ વિશાળ જગતને માપવાનો પ્રયત્ન કરતાં સંકુચિત ધર્માનુરાગીઓ, જૈનો, વૈષ્ણવો. સ્વામિનારાયણીઓ, ખ્રિસ્તીઓ, મુસ્લિમો, સૌ કોઈએ હેમચન્દ્રાચાર્યજીના હૃદયની વિશાળતા માપવા એમની આ સલાહ લક્ષમાં લેવી જોઈશે. એક જૈન મુનિ કહે છે... મહારાજ, ભગવાન સોમનાથના મંદિરનો જીર્ણોધ્ધાર કરાવો... દરિયાનાં તોફાની મોજાંઓએ મંદિરને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે.” બાજુમાં જ બેઠેલા હેમચન્દ્રાચાર્યજીના પટ્ટશિષ્ય રામચન્દ્રસૂરિ ચમકીને પ્રશ્ન કરી બેઠા : મહારાજના કુમારવિહારના સંપન્ન કાર્યને... ગુરુદેવે પ્રાધાન્ય આપવું જરૂરી નથી લાગતું ? હેમચન્દ્રાચાર્યજીનો જવાબ પણ જોવા જેવો છે. યુગયુગાંતર સુધી અમર રહેવા સર્જાયેલો એ જવાબ છે : રામચન્દ્ર, કુમારવિહાર' એ એક વ્યક્તિના જીવનપરિવર્તનના ઇતિહાસદર્શન માટેનું સર્જન છે. મહારાજ કુમારપાળે ધનનો વ્યય ધર્મ કાજે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 210