Book Title: Kalikal Sarvagna Author(s): Jashvant Mehta Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 8
________________ VII - હતો. બાર-બાર વર્ષના લોહિયાળ યુદ્ધ પછી માલવવિજય પ્રાપ્ત કરી પાટણમાં પ્રવેશતાં સિદ્ધરાજ જયસિંહના દિલને ચેન નહોતું. ભર્યા દરબારમાં સિદ્ધરાજ જયસિંહને જ્યારે હેમચન્દ્રાચાર્યજીએ રાજન શાતામાં તો છો ને ?”નો પ્રશ્ન કર્યો ત્યારે – વેદના ઠાલવતાં સિદ્ધરાજ બોલી ઊઠ્યો, ભોજ અને મુંજની નગરીની સંસ્કારિતા, જ્ઞાન, વિદ્વત્તા અને સાહિત્ય પર વિજય મેળવવો બાકી છે. ગુજરાત પાસે પોતાનું વ્યાકરણ નથી, ભાષા નથી.... પરાધીન દેશનું વ્યાકરણ ગુજરાતનાં બાળકો શીખે – એનાથી મોટી બીજી કઈ નાલેશી હોઈ શકે.' અને મા સરસ્વતીને ખોળે સદાય રમનારા જૈનસાધુ હેમચન્દ્રાચાર્યે મા ભોમના લલાટે લાગેલા અસંસ્કારિતા, અવિદ્યાના કલંકને દૂર કરવાનું બીડું ઝડપ્યું અને સમગ્ર ગુજરાતી પ્રજા ગૌરવ લઈ શકે તેવું પ્રાકૃત ગુજરાતી ભાષાનું પ્રથમ વ્યાકરણ અને પ્રાકૃત ગુજરાતી ભાષા – ગુર્જર પ્રજાને મહારાજ સિદ્ધરાજ જયસિંહની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક સહાય દ્વારા અર્પણ કરી, જે આજે પણ સિદ્ધહેમ’ વ્યાકરણ નામે પ્રખ્યાત છે. હેમચન્દ્રાચાર્યજીનો અપાસરો - એ એક વિદ્યાધામ હતું. એ જૈનમઠ નહીં પણ ગુજરાતનો મઠ હતો. ભારતભરના વૈયાકરણીઓ, વિદ્યાર્થીઓ, વિદ્યાસંગીઓ, વિદ્વાનો, સાહિત્યાચાર્યોથી ભર્યો ભર્યો રહેતો. મહારાજ સિદ્ધરાજ જ્યસિંહનો દરબાર પણ એક વિદ્વત્તસભા જ હતી અને શ્રી હેમચન્દ્રાચાર્યજીની નિશ્રા વચ્ચે કાવ્યશાસ્ત્ર વિનોદેન'ની જ્ઞાનચર્ચાઓથી મઘમઘતી હતી. હેમચન્દ્રાચાર્યજીના અપાસરામાં અને સિદ્ધરાજના રાજદરબારમાં સમગ્ર વિશ્વના જ્ઞાનઝરણાનાં વારિ ઉલેચાતાં રહેતાં – અને એનું શ્રેય ધર્મની વિશાળ ભાવનામાં રાચતા – જૈનમુનિ હેમચન્દ્રાચાર્યજીને જાય છે. સિદ્ધરાજ જયસિંહના નિધન પછી હેમચન્દ્રાચાર્યના સંસ્કારયજ્ઞમાં શબ્દ અને સંસ્કૃતિ - ધર્મ અને નીતિ વ્યવહાર ઔદાર્ય અને આહારવિહારના સંવર્ધનમાં સિંહફાળો અર્પતા મહારાજ કુમારપાળ હેમચન્દ્રાચાર્યજીના શિષ્ય હતા અને સંપૂર્ણ જૈનધર્મી હોવા છતાં સર્વધર્મ- સમભાવ'ની ભાવના રાખનારા રાજર્ષિ’ ગુર્જરેશ્વર હતા. એમના દરબારમાં શ્રી હેમચન્દ્રાચાર્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 210