Book Title: Kalikal Sarvagna
Author(s): Jashvant Mehta
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 7
________________ VI તરફ દોરી જાય છે અને “ચાંગમાંથી “સોમચન્દ્ર અને સોમચન્દ્રામાંથી હેમચન્દ્રાચાર્યના આચાર્યપદ સુધી દોરી જાય છે. શ્રી હેમચન્દ્રાચાર્યજી એક એવું વિશાળહૃદયી પ્રતિભાશાળી વ્યક્તિત્વ એ જમાનામાં હતું કે એમના જમાનાથી આજપર્યત અનેક વામણા – વેંતિયાઓ દ્વારા એમના વિશેની અનેક કિંવદંતીઓ દંતકથાઓના રૂપે ચાલતી રહી છે. સમગ્ર વિશ્વની ચેતના જગાડવા નીકળેલા જીવમાત્ર પ્રત્યે પ્રેમની ગંગા વહેવડાવવાના આદર્શ સાથે નીકળેલા - જીવહિંસાના નિષેધ દ્વારા જગતને “અહિંસા એ જ પરમો ધર્મ છે -- નો ચિદ્દઘોષ સુણાવતા, નિર્વશ થઈ જતા – દુઃખી પરિવારનું ધન રાજાઓ કબજે કરી, પોતાની પ્રજાને જ રસ્તે રઝળતી કરી દેતા – એવા રાજવીઓ પાસે મહારાજા કુમારપાળના નેજા નીચે આ કાયદો – આ પ્રથા દૂર કરાવ્યાં – શરાબનું સેવન અને પશુહત્યા – પર પ્રતિબંધ – ગુજરેશ્વર કુમારપાળ દ્વારા મુકાવી, એણે માનવીને બરબાદીના પંથે તો અટકાવ્યો અને અનેક કિંવદંતીઓ વહેતી કરનારા, વામણા લોકોની અનેક કિંવદંતીઓમાંની એક કિવદંતી એવી હતી કે ક્ષત્રિયવંશી - મહારાજા સિદ્ધરાજ અને રાજર્ષિ કુમારપાળને હેમચન્દ્રાચાર્યજીએ જૈન રાજા બનાવી દીધા હતા અને જૈનમ્ જયતિ શાસનનું સામ્રાજ્ય સ્થાપી દીધું હતું. ચૌલુક્યવંશી રાજાઓ જૈનધર્મી હતા. ભવ્ય મંદિરો બંધાવવામાં રચ્યાપચ્યા રહેતા. ટૂંકમાં સિદ્ધરાજ અને કુમારપાળ આ જૈનમુનિના સંપૂર્ણ પ્રભાવ નીચે આવી ગયા હતા. . પરંતુ આ એક હળાહળ જૂઠાણું, ભ્રમ હતો. વેદતણા ઘોષે ક્યાંક મંગળ ગીતથી બંદિશ શબ્દોથી જે નિત્ય પૂરી ગાજતી.” એવા દેવતાઓને પણ પ્રિય એવા સૌંદર્ય, રૂપ, લાવણ્ય અને લક્ષ્મીથી. બાવન બજાર અને ચોર્યાસી ચૌટાથી શોભતા મહાન ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહના મહાન નગર અણહિલવાડ પાટણમાં માલવવિજય કરી. મહારાજા નગરપ્રવેશ કરી રહ્યા હતા, હેમચન્દ્રાચાર્યજીનો પણ એ પ્રથમ પાટણપ્રવેશ Jain Educationa International For Personal and Private Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 210