Book Title: Kalashamrut Part 5
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 5
________________ ઉપરના પ્રવચનો પ્રકાશિત કરવામાં આવ્યા છે. તે દરેક અધિકારમાં તે તે તત્ત્વોનું સ્વરૂપ સારી રીતે સ્પષ્ટ કરી, તે દરેક સ્વાંગથી રહિત પોતાનો ત્રિકાળી શુદ્ધાત્મા બતાવવાનો જ આચાર્ય ભગવંતોથી લઈ પૂજ્ય “ગુરુદેવશ્રી' સુધીના દરેક ધર્માત્માનો આશય હોય છે. તે આશયને સમજી આપણે પણ શુદ્ધાત્મદ્રવ્યની દૃષ્ટિ પ્રગટ કરીએ એ જ ભાવના. પૂજ્ય ગુરુદેવશ્રીની સ્વાનુભવમયી વાણી જીવોને પંચમકાળના છેડા સુધી સ્વાનુભવમાં નિમિત્ત થવાની છે. તે પરંપરામાં જ આ પ્રકાશન એક કડી છે. આ પ્રવચનોના અર્થોનો મર્મ જીવો જ્યારે તેનું અધ્યયન કરશે ત્યારે જ ખ્યાલ આવશે. તેથી તે સંબંધી વિશેષ વિસ્તાર ન કરતાં, મુમુક્ષુઓ આનો ઊંડાણથી અભ્યાસ કરે એવી અપેક્ષા રાખીએ છીએ. આ પ્રવચનોને અક્ષરશઃ ઉતારી તથા તેનું મુફરિડીંગ કરવામાં જે જે સાધર્મી આત્માર્થી ભાઈઓનો સહકાર મળેલ છે તેનો સંસ્થા અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આ “કલશામૃત ભાગ - ૫ પેટે આવેલ દાનરાશિની યાદી પાછળના Page પર આપવામાં આવેલ છે. “કલશામૃત ભાગ-પ' સ્વ. બકુલભાઈ વિનયકાંત લાખાણી – રાજકોટ ના સ્મરણાર્થે પ્રકાશિત કરવામાં આવેલ છે. આ પુસ્તક http://www.AtmaDharma.com પર મૂકેલ છે. શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ રાજકોટ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 609