________________
બાબી વંશ-પૂર્વાધ : ૧૯
રાધનપુર તેડાવી લીધા. નવાબે રણખાન તથા ચાઈનાબુને પકડી પ્રભાસપાટણ માં દેદ રાખ્યાં.1 રજન્સી
હામદખાન સગીર વયના હતા તેથી એજન્સીની આજ્ઞાથી રાણપુર ભાયત સામતખાન બાબી, વૃજદાસ રંગીલદાસ મજમુદાર તથા દીવાન સદાશિવરાવ દેવાજીની એક રીજન્સી કાઉન્સિલ નીમવામાં આવી. આ વ્યવસ્થા એક વર્ષ ચાલી ત્યાં નવાબે કાઉન્સિલ બરખાસ્ત કરી કુતિયાણાના સરવાણી હબીબખાન કમાલખાન તથા જમ્બર લીલાધર ભાટિયાને સંયુકત દીવાને નીમા રાજ્યવહીવટ પોતાના હાથમાં લીધો. નથુ ખાન સરવાણી
દરમ્યાનમાં હબીબખાનના ભાઈ નથુખાને રાજમાતાની કૃપા પ્રાપ્ત કરી નવાબ અને દીવાનના અધિકારની અવગણના કરી સ્વતંત્ર અને મનસ્વી વર્તન કરી વહીવટમાં દખલ કરવાનું શરૂ કર્યું. તે પિતાને રૂવાબ જમાવવા છેડા ઉપર હોદો મુકાવી તેમાં બેસી શહેરમાં ફરતા અને આબરૂદાર માણસોને જાહેરમાં ગાળો દઈ ધમકાવતા. એક વાર મુસલમાને એક ગાયને શણગારી વાજતેગાજતે સરઘસના સ્વરૂપમાં તેની દાતાર ઉપર કુરબાની આપવા લઈ ગયા. તે કૃત્યમાં નથખાને સરવાણીનું ઉત્તેજન હતું તેમ, જાહેર થયું અને હવેલીના ગોસ્વામી મહારાજશ્રીના નેતૃત્વ નીચે હિન્દુઓનું એક પ્રતિનિધિમંડળ નવાબ પાસે ગયું અને જયાં સુધી આ કૃત્ય માટે જવાબદારોને યોગ્ય શિક્ષા નહિ થાય અને આ પ્રસંગ ભવિષ્યમાં નહિ બને તેવી ખાત્રી નહિ મળે ત્યાં સુધી હડતાલ રહેશે તેમ કહી ન્યાયની માગણી કરી. નવાબ હામદખાન કાંઈ કહી શકે તેમ હતા નહિ તેથી તે મૌન રહ્યા પણ પોલિટિકલ એજન્ટ કર્નલ માકેટે જમાદાર સુભાનસિંહ તથા જમાદાર શેરખાનને સૈન્ય સાથે મોકલતાં નેટિવ એજન્ટ ભગવાનલાલ જોશીપુરા, જમાદાર સાલેહ હિન્દી તથા નજરમહમદ બીજરની સલાહથી નથખાને માફી માગતાં સમાધાન થયું. માંગળ ઉપર ચડાઈ
ઈ. સ. ૧૮૪માં માંગરોળના શેખે નવાબના ગનીમ વેરે લેવાના, નજરાણે લેવાના અને સંયુકત ગામોને વહીવટ કરવાના અધિકારને પડકાર
1 જુઓ સૌરાષ્ટ્રના ઈતિહાસની વાર્તાઓ, ભા. ૭, શં. હ. દેશાઈ.