________________
બાબી વંશન–અંત ઃ ૩પ૯
સર શાહનવાઝ ભુટોએ જૂનાગઢના દીવાનનું પદ તા. ૩૦-૫-૧૯૪૭ ના રોજ ગ્રહણ કર્યું અને તે સાથે રાજતંત્રમાં ધ્યાન આપવાને બદલે પાકીસ્તાન સાથે જૂનાગઢનું જોડાણ થાય તે અને તેણે તેની સમગ્ર શકિત કેન્દ્રિત કરી, પરિણામે તંત્રની ક્ષમતા નિમ્ન કક્ષાએ પહોંચી અને ખાતાંઓમાં શિથિલતા આવી ગઈ. પાકીસ્તાન સાથે જોડાણ
ઈ. સ. ૧૯૪૭ ને જૂન માસમાં ભારતના ભાગલા પાડવાનું નિશ્ચિત થઈ ગયું અને વાઈસરોય અને ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટને રાજાઓને બેમાંથી એક દેશમાં જવા અથવા સ્વતંત્ર થવા માટે ત્વરિત નિર્ણય લઈ લેવા આજ્ઞા કરી.
ગુજરાત-સૌરાષ્ટ્રનાં સર્વે રાજ્ય અને પાલનપુર, રાધનપુર, ખંભાત, વાડાસિનોર, સચિન, બજાણા, વણોદ, દમાડા જેવાં રાજ્યો કે જ્યાં રાજકર્તાઓ મુસ્લિમ હતા તેવાં નાનાં મેટાં રાજ્યોએ હિન્દી સંધ સાથે જોડાવા નિર્ણય લીધે. - સૌરાષ્ટ્રમાં માંગરોળનું સ્વતંત્ર રાજય ન હતું. તેની સ્થાપનાથી તે જૂનાગઢને આધીન હતું. છતાં તેના શેખ નાસરીયાએ, જે તેને જૂનાગઢથી સ્વતંત્ર ગણવામાં આવે તે હિન્દી સંધમાં સામેલ થવા અરજી કરી. માણાવદર પણ જૂનાગઢ નીચેનું અને સ્વતંત્ર નિર્ણય લેવાની કાયદેસરની શક્તિ ધરાવતું રાજય ન હતું તેમ છતાં તેમણે પાકીસ્તાનમાં ભળવા ઈચછા પ્રદર્શિત કરી. બાટવા અને સરદારગઢ પણ તેનાથી નિમ્ન કક્ષાનાં નાનાં રાજો હતાં, તેમણે પણ પાકીસ્તાનમાં ભળવા વિચાર્યું, તે ઉપરથી માંગરોળના શેખ પણ ફરી
બેઠા.
જૂનાગઢના દીવાન સર શાહનવાઝ ભુટોએ, દીવાન અબ્દુલકાદરે લીધેલ
સર શાહનવાઝ જુનાગઢના જ હતા, ત્યાં ઘણાં વર્ષોથી દીવાન હતા, તેના પુત્ર ઝુલિકારઅલી જુનાગઢમાં ભણેલા એવી વાહિયાત વાતો બહુ પ્રચલિત થઈ છે. સર શાહનવાઝ સિંધના લારખાના ગામના રહીશ હતા અને જૂનાગઢમાં દીવાન થઈને આવ્યા ત્યાં સુધી તેને ત્યાં કોઈ ઓળખતું પણ નહિ. ભારતનું અછત સૈન્ય તા. ૯-૧૧-૧૯૪૭ ના રોજ જુનાગઢમાં પ્રવેશ્ય તે પૂર્વે તે કેશોદ એરોડોમ પહોંચી ત્યાંથી નાસી ગયેલા. આમ તેઓ માત્ર ૧૮૨ દિવસ જૂનાગઢમાં રહયા. તેઓ બહુધા તેમના નિવાસસ્થાન અમન મંઝિલ (વર્તમાન અધ્યાપન મંદિર) માં જ ઓફિસ ચલાવતા.