Book Title: Junagadh Ane Girnar
Author(s): Shambhuprasad Desai
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 438
________________ પરિશિષ્ટ : ૪૩૭ એક સાધી નવસ્ત્ર ફરતી તેને બંધ આપી વસ્ત્ર ધારણ કરાવેલાં. બીજી વાર્તા પ્રમાણે બાદશાહી સમયમાં મારા બાવા થઈ ગયા. તેણે ગંગારામ ભૂતને સાથે કરેલ અને તેની સહાયથી શાહી કચેરીમાં વગર ખભે ચડાવે તેની કાવઠ ઘેર ઘેર ફરી ભિક્ષા લઈ આવી. આ ચમત્કાર જોઈ માતાજી હિરાગિરિજીને ભૂતવિદ્યાના આશ્રયે મારા બાવા ચમત્કાર કરે છે તે અયોગ્ય જણાતાં તેણે કડવઠને આંતરી ભૂમિશાયી કરી અને પિતાની લાકડીમાં એ જ કાવડ યોગ વિલાના બળે નગરમાં ફેરવી, રામ રેટી મેળવી. મારા બાવાએ ગંગારામને તે પછી મુક્ત કર્યા. ખાપરા-કેઢિયાની ગુફાઓ ઉપરકેટની-ઉત્તરે ખડકમાં કરી કાઢેલી આ ગુફાઓ ખાપરા કેઢિયાની ગુફાના નામે ઓળખાય છે. આ ગુફાઓ ર૫૦ ફૂટ લાંબી છે અને તેની વધુમાં વધુ પહોળાઈ, ૮૦ ફીટની છે. આ ગુફાના પશ્ચિમ તરફની કક્ષની મધ્યમાં કુંડ છે, તેના ચારે તરફ ખૂણે ખૂણે સંભ છે. પૂર્વ તરફની ગુફાની મધ્યમાં પણ ચાર ચોરસ કુડે છે અને દરેક ખૂણે સ્તંભ છે. આમ કુલ ૧૬ સ્તંભે છતને આધાર બની રહે છે. આ કુંડો ફરતી એક ઓસરી છે અને તેમાં ભીંતને અડીને ફરતો એટલો છે. આ કુંડવાળા કક્ષની બાજુમાં બીજે વિશાળ ખંડ છે પણ તેને ઘણે ભાગ નાશ પામ્યો છે. 'આ ગુફાઓ સાવ સાદી છે. તેમાં કેતરણી કે શિલ્પ નથી. તેને રચના કાળ ઈસુની પહેલી સદીથી બીજી સદીને હેવાનું મનાય છે. કર્નલ ટોડે આ સ્થાનની ઈ. સ૧૮૨૨ માં મુલાકાત લીધી ત્યારે તેને કેઈએ કહેલું કે તે ખેંગાર મહેલ કહેવાય છે પરંતુ સામાન્ય રીતે તે ખાપરા કઢિયાની ગુફાઓ તરીકે જાણીતી છે. ખાપર કેઢિયે પ્રસિધ્ધ ચોર હતા, તેની લેક સાહિત્યમાં વાર્તાઓ કહેવાય છે તેઓ કયારે થયા તે કઈ જાણતું નથી. તેઓ કદાચ આ ગુફાઓ તેમના ઉપયોગમાં લેતા હશે, માઈ ગઢેચી જૂનાગઢ શહેરના ઉત્તર ભાગમાં ધારાગઢ દરવાજા પાસે માઈ ગઢેચીનું 1 જેમને પીપળી ગામ મળ્યું તે માતાજી. 2 સૌરાષ્ટ્રના સંત મહત અને ઇસ્લામી ઓલિયાઓ- શ્રી ઈચ્છાશંકર દવે. 3 કચ્છમાં પણ લખપત તાલુકાના પારગઢ ગામે ગુફાઓ છે તે પણ ખાપરા કેઢિયાતી ગુફાઓ કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470