Book Title: Junagadh Ane Girnar
Author(s): Shambhuprasad Desai
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 436
________________ પરિશિષ્ટઃ ૪૩૫ જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડવા માટે બંધાયેલા વોટર વર્કસની ટાંકીઓ પણ અહિં છે. પૂર્વ દીવાલમાં ધક્કાબારી નામે ઓળખાતી જગ્યા છે. કહેવાય છે તે પ્રમાણે ગુનેગારોને અહિંથી ધક્કો મારી દેહાંત દંડ આપવામાં આવતા. તે ઉપરકોટમાં બે તે છેઆ તપ દીવના પર્ટુગીઝ ઉપર નૌકાસૈન્ય લઈ ચડાઈ કરવા આવેલે ઈજિપ્તને સુલેમાન પાશા દીવમાં મૂકી ગયેલો. ત્યાંથી જૂનાગઢના થાણદાર મુજાહિદખાન બહેલીમે લઈ આવી અહિં રાખી છે. આ તે પૈકીની એક તપ નીલમ કહેવાય છે. તેના ઉપર કતરેલા અરબી લેખ પ્રમાણે “આજમ (ઈરાન) અને અરબના શાહ સલીમખાનના પુત્ર સુલતાન સુલેમાને આ તપ ખુદાના કામ માટે હીજરી સન ૯૭૭માં બનાવવા ફરમાન કર્યું હતું. રાજ્યના અને દીનના દુશ્મને કાફીર પોર્ટુગીઝે કે જેઓ હિન્દમાં આવવા માગે છે તેને તાબે કરવામાં તે વિજયી નિવડે. આ હમજાના પુત્ર મહમદે બનાવી છે.' આ તોપ ૧૭ ફીટ લાંબી છે અને તેને પરિધ '-” છે. મુખ આગળ ૯૭ ઈચ છે. બીજી તપને કડાનાળ અથવા ચૂડાનાળ કહે છે. તેના ઉપર અરબી અક્ષરોમાં માત્ર “અલીબીન હમઝા લખ્યું છે. આ તપ ૩ ફીટ લાંબી છે અને તેના મુખનો વ્યાસ -ર” છે. બાવા પારાની ગુફા - ઉપરકોટની પાછળ ત્રણ હારમાળામાં આ ગુફાઓ ખડકમાંથી કતરી કાઢવામાં આવી છે. પ્રથમ હારમાળો ઉત્તરમાં છે. બીજી હારમાળા પ્રથમ હારમાળાની પૂર્વ છેડે દક્ષિણ તરફ જાય છે અને ત્રીજી હારમાળા આ ગુફાની પાછળ પશ્ચિમ અને વાયવ્ય દિશામાં છે. આ ગુફાના મુખ્ય દ્વાર ઉપર લત્તા કે વેલની આકૃતિઓ કોતરેલી છે. આ ગુફાઓમાં ચિત્ય નથી છતાં તેના આકાર ઉપરથી એમ સ્પષ્ટ પણે જણાય છે કે આ ગુફામાં પ્રદક્ષિણ કરી શકાય તે સ્તૂપ હશે. એ યુગમાં પધતિ હતી તેવું તેના ઉપર સપાટ છાપરૂં છે. આ ગુફાનો છેડો અર્ધ ગોળાકાર છે. બીજી ગુફાઓ ચોરસ અથવા લંબચોરસ છે, તેમાં એક ચૈત્વ ગવાક્ષ સિવાય અલંકરણ નથી. આ ગુફાઓ બૌદ્ધ સાધુઓને રહેવાની હશે તેમ પુરાતત્ત્વવિદે માને છે. આ સિવાયના ગવાક્ષે સાદા છે. તેના સ્તંભો પણ બહુ પુરાણ

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470