Book Title: Junagadh Ane Girnar
Author(s): Shambhuprasad Desai
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 435
________________ ૪૩૪ઃ જૂનાગઢ અને ગિરનાર નવઘણ કુવો અડીચડીવાવ ને નવઘણ કુ, ન જોયો તે જીવતે મો–એ પ્રસિદ્ધ લોકક્તિમાં જે નવઘણ કૂવાનો ઉલ્લેખ છે તે કુ રા'નવઘણે (ઈ. સ. ૧૦૨૫ ૧૪૪) અથવા તેના પુત્ર રાખેંગારે (૧૦૪૩-૧૦૬૭) માં બાંધ્યા હોવાનું કહેવાય છે. આ કૂવે ૩૧-૬” ઉત્તર-દક્ષિણ અને ૩ર- પૂર્વ-પશ્ચિમ છે. તે ૧૭૧ ફીટ ઊંડે છે. સપાટીથી પ૭ ફીટની ઊંડાઈયે દક્ષિણ દીવાલમાં એક વિવર છે. તેમાંથી આશરે ૨૬ ફીટના અંતરે ખાઈમાં જવાને માર્ગ છે. નવઘણ કૂવામાં કેરી કાઢેલા ૧૩૬ ગેખલાઓ છે. મુખ્ય કુપ ૨૦ ફીટ ઊંડે ૩૨–૬” લાંબે અને ૧૯-૦” પહેળે છે. તેમાં અષ્ટકેણાકારની આઠ ફિટના વ્યાસની એક કુંડી છે. તેમાં ઉતરવાને રસ્તે કાપીને કાઢવામાં આવ્યું છે. કૂવાના તળિયે પહે ચવા માટે ૧૯૧ પગથિયાં ઉતરવાં પડે છે. પાન માગ ૧૨ ફીટ પહેળે અને ૮ ફીટ ઊંચે છે. તેમાં વચ્ચે-વચ્ચે હવા-ઉજાસ માટે જાળિયાંઓ મૂકવામાં આવ્યાં છે. આવાં દશમાં જાળિયાં પાસે દક્ષિણ દિવાલમાં કૂવાના તળિયે પહેચવાનું દ્વાર છે. કુવા અને માર્ગ વચ્ચેની દીવાલ ર–૯ જાડી છે. અડીચડીવાવ આ વાવ પૂર્વ-પશ્ચિમ ૩૧૦ ફીટ લાંબી અને ઉત્તર-દક્ષિણ ૧૦–૬ ફીટ પહેલી છે. તેના કાંઠાનો વ્યાસ ૪૬ ફીટ અને ઊંડાઈ ૧૨૩૬ ફીટ છે. પાણીની સરેરાશ ઊંડાઈ ૧૫ ફીટ હેવાનું કહેવાય છે. વાવને સપન માર્ગ ૬૦ ફીટ લાખે છે અને તેમાં ૧૭ પગથિયાં ઉતરીને નીચે પહેચાય છે. પાન માર્ગની બંને બાજુએ બેઠકે, વિસામાઓ અને ગાળીઓ કેરી કાઢવામાં આવી છે. કિંવદંતી છે કે, આ વાવ રા'નવઘણની દાસીઓ અડી અને ચડીને નામે રાહે બંધાવી છે. બીજા મકાન અહિં એક જગ્યા કોઠારના નામથી ઓળખાય છે ત્યાં જમીનમાં બેદી કાઢેલી મોટી ખાણ છે. તેમાં બ્રાહ્મી લિપિમાં ૩૦-૧૦૦-૭૦-૭-૬ એવા કે કતરેલા છે. * અહિં એક વેરાન મસ્જિદ અને રાહને રાજમહેલ પણ છે. 1 આ વેરાન અને ન વપરાતી મરિજદ મહમૂદ બેગડાએ જના રાહના મહાલય અથવા મંદિરમાં બનાવી છે અથવા કર્નલ ટેડ ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઈન્ડિયામાં નેધે છે તે પ્રમાણે મંદિર પાડી તેના પથ્થરોમાંથી બનાવી છે, કલકત્તા રિવ્યુ ઈ. સ. ૧૮૭૭માં સી. એમ. નામને અંગ્રેજ લેખક તેને સમર્થન આપે છે.

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470