Book Title: Junagadh Ane Girnar
Author(s): Shambhuprasad Desai
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 445
________________ જે૪૪ઃ જૂનાગઢ અને ગિરનાર કચેરી-દરબારહોલ મ્યુઝિયમ જ નવાબના જૂના રાજમહેલમાં જ્યાં તેની કચેરી ભરાતી ત્યાં જ છે. ચાંદીની ખુરશીઓ, કટગ્લાસનાં ઝુમ્મરે, આયનાઓ આદિ ત્યાં જોવા મળે છે. તેનું સ્વતંત્ર મ્યુઝિયમાં રૂપાંતર કરી પુનરચના થતાં તેનું ઉદ્ધાટન તા. ૨૧-૧૧૯૭૭ ના રોજ શિક્ષણ મંત્રી નવલભાઈ શાહને હાથે થયું. જૂનાગઢનું ઝૂ અર્થાત પ્રાણી સંગ્રહસ્થાન પણ સક્કરબાગમાં છે. તેની સ્થાપના ઈ. સ. ૧૮૬૦માં જૂનાગઢના નવાબ મહાબતખાન બીજાએ કરી હતી અને તેથી તે ગુજરાત રાજયનું જૂનામાં જૂનું ઝૂ છે. આ ઝૂમાં પ્રાણીઓ અને પક્ષીઓ રાખવામાં આવે છે અને ઉછેરવામાં પણ આવે છે. તેની સંખ્યા વારંવાર વધતી ઘટતી રહે છે. તેમાં સિંહે, સિંહણ, વાઘ, દીપડા, મગરે, વાંદરાં, રીંછ, રેઝ, જંગલી ગધેડાં, હરણ, પશુડા, ઘુટડા, અજગર, સસલાં, પોપટ, મેર આદિને રાખવામાં આવ્યાં છે. ગિરના સિંહેનું અહિં ઉછેર કેન્દ્ર પણ છે. પુસ્તકાલય સ્વાતંત્ર્ય પૂર્વે બહાદુરખાન લાયબ્રેરી નામે ઓળખાતું જૂનાગઢ પુસ્તકાલય પણ જોવા લાયક છે. આ પુસ્તકાલયનું શિલારોપણ તા. ૨-૧૨૧૮૯૦ ના રોજ અને ઉર્ધાટન તા. ૫-૧૨-૧૯૯૧ ના રોજ થયું. જૂનાગઢમાં આ પૂર્વે રાજ્યનું પુસ્તકાલય કે લાયબ્રેરી હેવાનું જણાતું નથી. જૂનાં અને અપ્રાપ્ય પુસ્તકોને અહિં સંભાળપૂર્વક રાખેલે સંગ્રહ છે. રાજમહેલો શહેરમાં સીટી રાજમહેલથી ઓળખાતા જૂના રાજમહેલમેટા વિસ્તારમાં પથરાયેલા પડ્યા છે. હાલમાં તેમાં કલેકટર ઓફિસ, જિલ્લા પંચાયત ઓફિસ, બેન્ક ઓફ ઈન્ડિયા, ડી. એસ. પી. ઓફિસ, ડીસ્ટ્રીકટ રેકર્ડ, સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર અને બીજી ઘણું ઓફિસે બેસે છે. ૬ નવાબને નગર બહારના રાજમહેલ, સરદારબાગ, રસુલગુલઝાર (વર્તમાન 1 એક વર્તમાન પત્રમાં પ્રથમ પુસ્તકાલય આ પૂર્વે કરવામાં આવેલું એમ લખવામાં આવ્યું છે, પરંતુ પ્રથમ પુસ્તકાલય જૂનાગઢના શ્રી નૃસિંહપ્રસાદ બૂચે સ્વખર્ચે પોતાના મકાનમાં ઈ. સ. ૧૮૭૧માં સ્થાપ્યું, ત્યારે સરકારી લાયબ્રેરી હતી નહિ,

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470