Book Title: Junagadh Ane Girnar
Author(s): Shambhuprasad Desai
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 443
________________ ૪૪૨ ઃ જૂનાગઢ અને ગિરનાર હવેલી બાંધવા તથા શ્રી સ્વરૂપને પધરાવવા વિનંતી કરી તેથી તેઓ શ્રી હે.. સં. ૧૭૮૦માં જૂનાગઢ આવ્યા. તેમને નવાબ મહાબતખાનજીની સૂચનાથી "પંચહાટડીમાં સરકારી ડેલે હતા તેમાં પધરાવ્યા. આ ડેલામાં એક ભયંકર સર્પ રહે તેથી ડેલે ઉજઠ પડેલ. શ્રી માધવરાયજીએ તેના ચરણસ્પર્શથી તેને ઉદ્ધાર કર્યો. તે વાત નવાબના કાને જતાં પોતે આવી દર્શન કર્યા તથા તે ડેલો, મઘરવાડા ગામ તથા જાંબુવાડી અને માટી બાગ મહારાજશ્રીને ભેટ ધર્યા. આ સ્થળે શ્રી માધવરાયજી મંદિર બંધાવી શ્રી મદન મોહનલાલનું સ્વરૂપ પધરાવ્યું. આ સ્વરૂપ મૂળ દયા ભવાયા નામના વણવની પૂજામાં હતું. તે પછી ઇ. સ. ૧૮૦૦માં એક ગિરનારા બ્રાહ્મણના ઘરના કૂવામાંથી સ્વપ્નમાં થયેલા આદેશ અનુસાર શ્રી દામોદરજીનું સ્વરૂપ પ્રાપ્ત થતાં તે પણ હવેલીમાં પધરાવ્યું. શ્રી માધવરાયજી લીલા વિસ્તારી ગયા પછી તેની ગાદીએ વ્રજવલભજી મહારાજ આવ્યા. તેઓશ્રી પછી શ્રી ગોકુલેશજી, શ્રી વ્રજવલ્લભજી, શ્રી રઘુનાથલાલજી તથા શ્રી પુરુષોત્તમલાલજી અનુક્રમે આવ્યા. શ્રી. પુરુષોત્તમલાલજીએ જૂનાગઢ રાજ્ય પાકીસ્તાનમાં જોડાયું ત્યારે નવાબ મહાબતખાનને તેમ ન કરવા જાતે જઈને સલાહ આપેલી અને જ્યારે તેણે તેઓશ્રીની સલાહને ઉવેખી ત્યારે મોટા જોખમે રાજકેટ જઈ શ્રી સામળદાસ ગાંધીને મળ, પ્રજાકીય લડતને સક્રિય સહાય કરેલી. આ વિદ્વાન, પવિત્ર અને લેકના અતિપ્રિય અને આદરણીય ધર્મગુરુ સંવત ૨૦૨૦ના ભાદરવા વદી ૯ના રોજ ગેલેકવાસી થયા. આ હવેલીમાં ઈ. સ. ૧૯૨૫માં નવું મંદિર બાંધવામાં આવ્યું છે તેમાં હાલ જુદાં જુદાં નવ સ્વરૂપનાં દર્શન થાય છે. શ્રી સ્વામીનારાયણ મંદિર જૂનાગઢનાં મંદિરમાં સ્વામીનારાયણનું ભવ્ય મંદિર જુદી ભાત પાડે છે. સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રવર્તક શ્રી. સહજાનંદજી મહારાજ વર્ણ (બ્રહ્મચારી) સ્વરૂપે સોરઠ દેશમાં ઈ. સ. ૧૮૦૦ લગભગ આવ્યા અને માંગરેળ પાસેના જ ગામમાં રહેતા રામાનંદજી મહારાજ પાસે દીક્ષા લીધી. બાલાગામ પાસેના પંચાળા ગામના દરબાર હિમ્મતસિંહ ઉર્ફે ઝિણાભાઈ તથા તેના ભાઈ જમનાવડના દરબાર સૂરજસિંહ ઉર્ફે દાદાભાઈ શ્રીજીના પરમ સેવકે હતા. શ્રી સહજાનંદજી મહારાજને સોરઠ દેશ અને જૂનાગઢ નગર અતિ પ્રિય હતાં તેથી તેઓશો જૂનાગઢમાં ૨૩ વાર પધાર્યા હતા અને દામોદર કુંડ, રેવતીકુંડ વગેરે તીર્થોમાં સ્નાન કરી ગિરનાર ઉપર પરિભ્રમણ કરી નારાયણ

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470