Book Title: Junagadh Ane Girnar
Author(s): Shambhuprasad Desai
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 402
________________ ગિરનાર = ૪૦૧ નારની પાજને ઉદ્ધાર થી દીવના સંઘે પુરૂષા નિમિત્ત શ્રીમાલ જ્ઞાતીય...ના સિંધછ મેવજીએ કરાવ્યું તેનો રિલાલેખ હાથી પાણા પાસે છે. એ ઉપરથી પ્રતીત થાય છે કે આ પાન માર્ગને જીર્ણોદ્ધાર ઈ. સ. ૧૬૨માં થયે. ઈસુની પંદરમી, સોળમી અને સત્તરમી સદીના અંત સુધી મુસ્લિમ શાસનમાં મંદિરના ખંડનને કાર્યક્રમ એ રાજનીતિ હતી તેથી સોપાન માર્ગ પણ ખંડિત થયું હશે અને ઈ. સ. ૧૯૨૭માં એટલે શાહજહાન ગાદીએ બેઠે તે વર્ષમાં સોપાનમાગને ઉધાર થયો. પણ તેના રાજઅમલના અંત સાથે ધાર્મિક સહિષ્ણુતાની નીતિને અંત આવ્યો તેથી તેના જીર્ણોધ્ધારને પ્રશ્ન રહ્યો નહિ. . ઇ. સ. ૧૮૮૯માં તળેટીથી માળી પરબ સુધીનાં પગથિયાં સાવ નાબૂદ થઈ ગયાં હતાં અને માળી પરબથી કોટ સુધીનાં પગથિયાં ધેળા ભુખરા પથ્થરનાં હતાં તે ઘણું જીણું થઈ જઈને ઘસાઈ ગણાં હતાં. અંબાજીથી તે આગળ પગથિયાં રહો જ ન હતાં. તે સમયે જૂનાગઢ રાજ્યના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈએ રાજ્ય તરફથી તેનું સમારકામ કરવા વિચાર્યું પરંતુ કહેવાય છે તેમ તેને પ્રસ્તાવ સ્વીકાર્ય ન થતાં તેણે તત્કાલિન ચીફ મેડીકલ ડે ત્રિભવનદાસ મોતીચંદ શાહના જહકારથી ગિરનાર લેટરી કાઢી. ગિરનાર લેટરી ગિરનાર લેટરીની એક કમિટી, દીવાન હરિદાસ દેશાઈના પ્રમુખપણા નીચે સ્થાપવામાં આવી. તેમાં સર્વશ્રી પુરુષોતમરાય સુંદરજી ઝાલા, શેઠ આણુંદજી કલ્યાણજી, શેઠ જેસિંગભાઈ હઠીસિંગ, શેઠ દેવચંદ લમીચંદ, ખા. બ. અરદેશ જમશેદજી નાયબ દીવાન, ડે. ત્રિભોવનદાસ મેતીચંદ શાહ, નરસિંહપ્રસાદ હરિપ્રસાદ, છોટાલાલ મથુરાદાસ બક્ષી, મુનશી ગુલામ મહમદ બાવાભીમાં બેરિસ્ટર, મૌલવી અશરફઅલી એમ. એ, કેવળરામ માવજી દવે વકીલ, ચોકસી નાથાલાલ દેવચંદ, ઠાર માધવજી કાનજી રાજા, મોતીચંદ તુલસીદાસ (રાજકોટ) તથા હુમડના કારખાનાની પેઢીને સભ્ય તરીકે લેવામાં આવ્યા. ડે. સદાશિવ શિવરામ સહસ્ત્રબુધે, શ્રી ભવાનીશંકર ગિરજાશંકર (વઢવાણ) તથા છગનલાલ હરિલાલ પંડયા એકાઉન્ટન્ટ અને સેક્રેટરી પદે રહ્યા. તેમાં પ્રથમ ઈનામ રૂપિયા ૪,૦૦૦નું હતું. બે ઈનામ પ્રત્યેક રૂપિયા ૧૦,”નાં હતાં. ૪ ઈનામો રૂપિયા ૫૦૦૦નાં, ૧૦ ઇનામે રૂપિયા ૧૦૦નાં, ૨૦ ઇનામો રૂપિયા ૫૦૦નાં, ૨૫૦ ઈનામો રૂપિયા ૨૦ નાં ૫૦૦ ઈનામો જ. ગિ-૫

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470