________________
૨૪ર : જૂનાગઢ અને ગિરનાર
માટે જમાદાર અબ્દલા મુબારક જામીન થાય. રાજયને આ શર્તા સ્વીકાર્ય ન
હતી...
* કાના કુટુંબીઓ જૂનાગઢમાં મકરાણી નજરમહમદના મકાનમાં કેદ હતાં ત્યાંથી તેને કોઇએ નસાડી મૂક્યાં. તેને પકડવા પાછળ પડેલા સરકારી સવારોને કાદુએ ઠાર માર્યા.
ગામે ગામ ભાંગતી અને માર્ગોમાં જતા આવતા પ્રવાસીઓને લૂંટી તેના નાક, કાન કાપી લેતી આ ટોળીને ત્રાસ એટલો વ્યાપક થયો કે માર્ગો ઉપર વટેમાર્ગુઓ જતા આવતા બંધ થઈ ગયા. ગામડાંઓ ઉજજડ દેખાવા લાગ્યાં અને ખેડૂતોએ પીતોલ કરવાનું બંધ કર્યું. લગ્ન અને ઉત્સવો પણ બંધ થઈ ગયા પણ આ બધે જુલમ કાદુને પસંદ ન હતો. તેણે જેલમાં, હરપ્રસાદ દેશાઈ પાસે કબૂલ કરેલું તેમ જે પ્રજા સાથે પોતે જીવ્યો અને મોટો થયે તને વિના કારણે ત્રાસ આપવાથી તેને પિતાને બહુ દુઃખ થતું, પણ બહારવટું અધવચ મૂકાય નહિ તે અરસામાં વેરાવળ, પાટણ વચ્ચે સમુદ્ર તીરે પિલિટિકલ એજન્ટ મેજર સ્કેટ અને અમરેલીના આસિ. રેસીડેન્ટ મેજર જેકસન નાતાલની રજાઓ ગાળવા કેમ્પ નાખીને પડેલા. તેઓને મળી સમાધાન કરાવવા કાદુએ એક હિમ્મત ભર્યો પ્રયાસ કર્યો. તેણે પ્રભાસપાટણ-વેરાવળના ધોરી , માર્ગ ઉપર હાજી મંગરાળી શાહ પીરની જગ્યા પાસે ઊભા રહી, આ સાહેબ, ઘેડાગાડીમાં ફરવા નીકળે ત્યારે તેને આંતરી લેવા વિચાર્યું. કમ ભાગ્યે તે દિવસે મેજર જેકસન એકલે જ ફરવા નીકળ્યો. તેને કાદુએ રોકી દીધો. કાદની વાત સાંભળી તેણે કહ્યું કે પોતે તે મહેમાન છે પણ કાદુને સંદેશો તે કર્નલ વેસ્ટને પહેચાડી દેશે. કાદુએ જવાબની માગણી કરતાં તેણે નિયત સ્થાને બીજે દિવસે જવાબ આપવાનું વચન આપ્યું અને આ મર્દ અને એક્વચની અંગ્રેજ વગર શસ્ત્ર, નિયત સમયે અને સ્થાને બહારવટીયાને મળી કહી આવ્યા કે, કર્નલ વેસ્ટ, કાદુનું સમાધાન કરાવી નહિ આપે.
કાદુને જેર કરવામાં જૂનાગઢ રાજયના સત્તાવાળાઓ નિષ્ફળ નિવડયા છે એમ કહી મુંબઈ સરકારે મેજર હંટર નામના અંગ્રેજ અધિકારીને રાજ્યના સલાહકાર તરીકે નીમણૂક કરી. આ નીમણુક કરવાથી જૂનાગઢ રાજયના આંતરિક વહીવટમાં અનાવશ્યક હસ્તક્ષેપ થાય છે તેમ કહી રાજ્ય કાઉન્સીલર, શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને મુંબઈ મેકલી વિરોધ દર્શાવતાં મેજર હંટરની નીમણુક રદ થઈ. પણું જૂનાગઢ રાજયે તેની નેકરી ઉછીની માગી અને તે મળતાં તેની નીમણૂક કરી. થોડા દિવસમાં મેજર હંટર ગયા અને તેને સ્થાને મેજર હંફી આવ્યા.