________________
૧૨
ભૂલને માટે આપણે શરમાવું રહ્યું. અસ્તુ.
હાલનો જમાનો, હાલનું વિજ્ઞાન, તેની શોધખોળો વગેરે ઉપર દષ્ટિપાત કરીને કહેવામાં આવે છે કે
પરમાત્મા મહાવીરદેવનાં વચનો સર્વથી સાચાં અને હિતકારક છે, તે જ શરણરૂપ છે. અહીં તુલના કરી બતાવવાની ઇચ્છા હતી. પરંતુ ગ્રંથ કરતાં પ્રસ્તાવના વધી જાય, તેથી બીજા પ્રસંગ ઉપર રાખીશું.
જીવવિચાર સમજવાને આવું સંક્ષેપમાં સરળ અને વ્યવસ્થિત પ્રકરણ બીજું જોવામાં આવતું નથી. જીવોના ભેદો વિષે શ્રીજીવાભિગમ સૂત્ર તથા શ્રી પન્નવણા સૂત્ર વગેરેમાં ખૂબ વિસ્તારથી વિવેચન કરવામાં આવેલું છે, તે સામાન્ય જીવો ન સમજી શકે. માટે પ્રાથમિક ભૂમિકારૂપે આ પ્રકરણ ઘણું જ ઉપયોગી થઈ પડે તેમ છે. ટીકામાં બીજી ઘણી બાબતો વિસ્તારથી છે, પરંતુ તે અમોએ છોડી દીધી છે. સંસ્કૃત ભાષાના અભ્યાસીઓએ તે ખાસ વાંચવા જેવી છે, તેમાંનો કેટલોક વિષયસંગ્રહ ઘણો જ ઉપયોગી છે.
– પ્રકાશક